SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૩) સમાધિ-મરણ ભાગ-૨ ૨ ૫ (૫૩) સમાધિ-મરણ ભાગ-૨ ઉપદેશક કરુણારસ-વચને આરાઘક-દુખ દૂર કરે“હે! આત્માર્થી, કાયરતા તાઁ. ખર્ટી ઍરર્વીરતા ઘાર, અરે! સાવઘાન થા, અવસર આવ્યો, ર્જીવન સફળ કરવા કાજે, - ઘરી દીનતા રુદન કરે પણ કર્મ નહીં તેથી લાજે. ૧. અર્થ - ઉપદેશક એવા આચાર્ય ભગવંત દયાથી ભરપૂર વચન કહી સમાધિમરણ માટે તત્પર થયેલ આરાધકના દુઃખને દૂર કરે છે. તેઓ કહે છે કે હે આત્માર્થી! તું કાયરતા તજીને ખરી શૂરવીરતાને ઘારણ કર. અરે! હવે તો સાવઘાન થા. તારું જીવન સફળ કરવાનો આ અવસર આવ્યો છે. તું દીનતાને ઘારણ કરી રુદન કરે છે પણ તેથી કંઈ કર્મને લાજ આવવાની નથી. |૧| કોઈ સમર્થ નથી દુઃખ લેવા કે સુખ દેવા વિશ્વ વિષે, કર્મ-ઉદયને કોઈ ન રોકે, લોક બથો બળતો દીસે; ઘર્મ-વિમુખ કરી કાયરતા, બન્ને લોક બગાડી દે, અપયશ, દુર્ગતિ દેનારી આ કાયરતા ઝટ છોડી દે. ૨ અર્થ :- આ વિશ્વમાં કોઈ આપણું દુઃખ લેવા કે સુખ આપવા માટે સમર્થ નથી. પોતાના કર્મ ઉદયને કોઈ રોકી શકે એમ નથી. આખો લોક બળો ત્રિવિધ તાપથી બળતો જણાય છે. કાયરતા એ જીવને ઘર્મથી વિમુખ બનાવી આ લોક, પરલોક બન્ને બગાડી દે એવી છે. તે અપયશ અને દુર્ગતિને દેનારી છે. માટે એવી કાયરતાને તું શીધ્ર છોડી દે. //રા ધીરજ ઘારી, ક્લેશરહિત થઈ, સહનશીલતા જો ઘરશો, તો કર્મો જૂનાં છૂટી જાશે, નવાં નહીં સંચય કરશો. આપ ઉપાસક આત્મઘર્મના, ઘર્માત્મા” જગજીભ કહે, શ્રદ્ધાવંત-શિરોમણિ, ત્યાગી', લોકવાયકા એમ લહે. ૩ અર્થ - ઘીરજ ઘારણ કરીને, ક્લેશરહિત ભાવવાળા થઈ સહનશીલતાને જો ઘારણ કરશો તો જૂના કર્મો બઘા છૂટી જશે અને નવા કર્મોનો પણ સંચય કરશો નહીં. આપ તો આત્મઘર્મના ઉપાસક છો, જગતજીવોના મોઢે ઘર્માત્મા કહેવાઓ છો. તમને લોકો શ્રદ્ધાવંતમાં શિરોમણિ સમાન અને ત્યાગી ગણે છે. હા યથાશક્તિએ સંયમ, વ્રતની ગ્રહી પ્રતિજ્ઞા હિતકારી, હવે શિથિલતા કેમ કરો છો, અપયશ, દુર્ગતિ દેનારી? ઘર્માત્મા સૌ નિંદાશે, બગ-ઠગ ફૂપનું દૃષ્ટાન્ન થશો, ભોળા ઑવને દઈ દાખલો શિથિલતામાં દોરી જશો. ૪
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy