________________
(૬૮) પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર
૧૮૩
કષાયોને પણ જીતે છે. ર૩.
ભેદનો ભેદ ટળ્યાથી દ્વન્દાતીત મુનિદશા રે, ધન્ના યથાશક્તિ ઘર્મમૂર્તિ થવા પ્રયત્ન વસ્યા રે; થવા સૌને વેષાદિક એક ઉરે તીર્થનાથ છે રે, ઉરે.
ઘરે જિનાગમ-અભ્યાસ, વાણી સ્યાદવાદ છે રે, વાણી. ૨૪ અર્થ - પરમાત્મા અને પોતાના આત્મસ્વરૂપમાં જે અજ્ઞાનને લઈને ભેદ હતો, તે ભેદ આત્મજ્ઞાન થતાં ટળી જવાથી સુખદુઃખ, હર્ષશોક, માન અપમાન આદિના વંધોથી રહિત મુનિ મહાત્માઓની આત્મદશા હોય છે. તેઓ હમેશાં યથાશક્તિ પુરુષાર્થ કરી પોતાનું કેવળજ્ઞાનમય સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટાવી ઘર્મમૂર્તિ બનવા પ્રયત્નશીલ રહે છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત એ ત્રણેયના વેષ કે આચાર એક છે. ત્રણેયના હૃદયમાં ભગવાન તીર્થનાથ બિરાજમાન છે. ત્રણેય જિનાગમના અભ્યાસમાં લીન રહે છે. તેમજ તેમની વાણી પણ સ્યાદ્વાદથી યુક્ત હોય છે. ૨૪.
આત્મદ્રષ્ટિથી દેખતા રંક કે રાયને રે, રંક મુખ્યપણે નિર્વિકલ્પ સ્વરૂપે મગ્ન તે રે; સ્વરૂપે તો ય કદી ઘર્મ-લોભી જીવોને નીરખી રે, આવોને
દયા થતાં રાગ-ઉદયે, જગાડે બોઘથી રે, જગાડે. ૨૫ અર્થ:- તે ત્રણેય મહાત્માઓ, રાજા હો કે રંક હો બઘાને આત્મદ્રષ્ટિથી જુએ છે. તેઓ મુખ્યપણે નિર્વિકલ્પ રહી આત્મસ્વરૂપમાં મગ્ન રહે છે. તો પણ કોઈ દિવસ જેને ઘર્મ જાણવાનો લોભ છે, ઘર્મના ઇચ્છુક છે, તેમને જોઈને શુભ રાગના ઉદયથી તેમના પ્રત્યે દયા આવવાથી, તે જીવોને બોઘ આપી મોહનીદ્રામાંથી જગાડે છે. પા.
સમ્યક જ્ઞાનાદિ અધિક લખી સૂરિપદ દીધું રે, લખી. તે સંઘપતિ આચાર્ય મનાય તેનું કીધું રે; મનાય તે દે દીક્ષાનું દાન, દથી દીક્ષા છેદતા રે, દીથી.
આચાર પાળી પળાવે, પ્રાયશ્ચિત્ત આપતા રે પ્રાય. ૨૬ હવે શ્રી આચાર્ય ભગવંતના પદ વિષે જણાવે છે :
અર્થ :- જેનામાં સમ્યકજ્ઞાન તથા શાસન ચલાવવાની વિશેષ યોગ્યતા જોઈને શ્રી ગુરુએ સૂરિપદ અર્થાત્ આચાર્યપદ આપ્યું તે સકળ સંઘના ઉપરી સંઘપતિ આચાર્ય કહેવાય છે. તેમનું કહેલું સકળ સંઘ માન્ય રાખે છે. તે યોગ્ય જીવોને દીક્ષાનું દાન આપે અથવા કોઈ અપરાઘ થયો હોય તો શિક્ષારૂપે તેના દીક્ષા પર્યાયને અમુક વર્ષ માટે છેદી શકે છે. પોતે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારને શુદ્ધ રીતે પાળી બીજા મુનિઓને પણ પળાવે છે. કોઈ દોષ થયા હોય તો સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને પ્રાયશ્ચિત્ત આપે છે. તે જ્ઞાની ભગવંત ગીતાર્થ હોઈ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રના જાણનાર હોય છે. રા.
ઘર્મ-આદેશ-ઉપદેશ કહ્યું કામ સૂરિનું રે, કહ્યું ન સંઘ-પોષણ ઉપકાર કાર્ય ઘર્મ-થોરીનું રે; કાર્ય