SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ અર્થ :– હવે કાયર થઈ હિંમ્મતને હારો નથી. કેમકે કરવાથી કંઈ કર્મઉદય ટળશે નહીં. આ ધીરજ ઘરવાનો અવસર છે. શુરવીર થાઓ તેથી સમાઘિમરન્ન થઈ વિજય પ્રાપ્ત થશે. રુદન કરી તમે તરફડશો તો પણ ક્રૂર એવા કર્મો તમારા પર દયા કરશે નહીં. તો આર્તધ્યાન કરી દુર્ગતિને આપે એવા કર્મોની કમાણી કોણ સમજુ જન કરે ? ।।૧૨।। ૨૮ ક્ષત્રિય કુળના સચ્ચા બચ્ચા સામે મોઢે શસ્ત્ર સહે, શત્રુને નહિ પૂઠ બતાવે, કેસરિયાં કરી મણ ચહે; તેમ વીર વીતરાગ શરણ લઈ અશુભ કર્મ-પ્રહાર સહે, દે-ત્યાગ કરે પણ દીનતા કે કાયરતા કેમ ચઢે?૧૩ અર્થ :ક્ષત્રિયકુળના સચ્ચા બચ્ચા એટલે ખરા પુત્રો તો લડાઈમાં સામે જઈ શસ્ત્રના પ્રહારો સહન કરે. તે શત્રુને કદી પૂઠ બતાવી ભાગી જાય નહીં. ભલે કેસરિયાં કરી મરણને શરણ થવું પડે તો થાય પણ પાછીપાની કરે નહીં. તેમ શુરવીર એવો આત્માર્થી પણ વીતરાગ ભગવંતનું શરણ લઈ અશુભ કર્મોના પ્રહારને સમભાવે સહન કરે છે. તે દેહત્યાગ કરે પણ દીનતા કે કાયરતાને કદી ઇચ્છે નહીં. ।।૧૩।। કોઈ મહામુનિને દુષ્ટોએ ઇંધન ખડકીને બાહ્યા, વચન-અગોચર સહી વેદના દેહ દંડ મુનિએ ટાળ્યા પૂર્વ કર્મનું દેવું ઝાઝું તુર્ત પતાવ્યું ધૈર્ય ધરી, ઊભા ઊભા તે બળી ગયા નિજ સ્વરૂપ અખંડિત સાઘ્ય કરી. ૧૪ અર્થ :– કોઈ સુદર્શન શેઠ જેવા મહામુનિ મહાત્માઓને દુષ્ટોએ લાકડા ખડકીને બાળી નાખ્યા. વચનથી કહી શકાય નહીં એવી ઘોર વેદનાને સહન કરી મુનિએ કર્મોના ફળમાં પડતા દેશના દંડને સમતાએ ભોગવી ટાળી દીધા. પૂર્વકર્મોનું ઘણું દેવુ હતું. તે ધૈર્ય ઘારણ કરીને ગજસુકુમાર જેવાએ તુર્ત પતાવી દીધું. ઊભા ઊભા બળી જઈ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને અખંડપણે સાધ્ય કરી કેવળજ્ઞાન પ્રગટાવી લીધું. ।।૧૪।। આત્મજ્ઞાન ને પરમ શરણનો કોણ પ્રભાવ કહી શકશે? દેહાદિથી ભિન્ન અનુભવ આત્માનો એ અજબ દીસે. અકંપપણું અનુભવી મુનિવરનું નિર્ભયતા ઉરમાં ભરશે, ભવદુખ-દાવાનળથી બળતા પામરને પણ ઉદ્ધશે. ૧૫ અર્થ :— સુદર્શન શેઠ અને ગજસુકુમાર જેવા મુનિવરોએ જે અસહ્ય પરિષહો સહન કર્યા તેનું કારણ આત્મજ્ઞાન અને પરમ શરણભાવ છે. તેનો પ્રભાવ વાણીથી કોણ કહી શકશે? દેહાદિથી ભિન્ન આત્માનો અનુભવ એ જ અજબ ગજબ છે. જેના બળે આવા પરિષકો સહ્ન કરી શકાય છે. એ આત્મઅનુભવી એવા મુનિવરોનું અકંપણું વિચારીને જે ભવ્ય નિર્ભયતાને હૃદયમાં ધારણ કરશે તે સંસાર દુઃખ દાવાનલથી બળતા એવા પામર જીવો પણ ઉદ્ધારને પામી જશે. ।।૧૫।। પરમ ધર્મનું શરણ ગ્રહીને સર્વ વેદના હવે સો, કર્મ-કસોટી કસે શરીરને, શાતા-દ્રષ્ટા તમે રહો.
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy