________________
(૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧
ઉપર આવરણ લાવે તે મતિજ્ઞાનાવરણીય.
(૨) શ્રુતજ્ઞાનાવરણીય :- જે શ્રુતજ્ઞાન ઉપર આવરણ લાવે.
(૩) અવધિજ્ઞાનાવરણીય - અવધિ એટલે મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોને જે દેખાડે તે અવધિજ્ઞાન. અને તેને ઢાંકે તે અવધિજ્ઞાનાવરણીય કર્મ. જે દેવ તથા નારકીને તે ભવમાં જન્મથી હોય છે. તે ભવપ્રત્યયી કહેવાય છે. અને જે મનુષ્યને ગુણો પ્રગટવાથી ઊપજે તે ગુણ પ્રત્યયી અવધિજ્ઞાન કહેવાય છે.
(૪) મન:પર્યવજ્ઞાનાવરણીય - અઢી દ્વીપ તથા બે સમુદ્રમાં રહેલા કોઈપણ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચ આદિ જીવોના મનના ભાવોને જે જણાવે તે મન:પર્યવજ્ઞાન. તેના ઉપર જે આવરણ લાવે તે મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ છે.
(૫) કેવળજ્ઞાનાવરણીય - ચારેય ઘાતીયા કર્મ ક્ષય થવાથી સકળ લોકાલોકના સ્વરૂપને સ્પષ્ટ જણાવનાર જ્ઞાન તે કેવલજ્ઞાન છે. તેના ઉપર આવરણ લાવનાર તે કેવળજ્ઞાનાવરણીય કર્મ છે.
જ્ઞાનાવરણીય કર્મબંઘના મુખ્ય કારણો :
આ પાંચ જ્ઞાન પ્રાપ્તિના સાઘનો પુસ્તક, પેન, પાટી આદિની અશાતના કરવી, તેનો વિનાશ કરવો, જ્ઞાની પ્રત્યે વિરુદ્ધ વર્તન કરવું, જ્ઞાનદાતા ગુરુને છૂપાવવા, તેમના પ્રત્યે દ્વેષ રાખવો, ભણવામાં અંતરાય કરવો. એમ જ્ઞાન, જ્ઞાની તથા શ્રી જિનેશ્વર ભગવાનની અશાતના કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે. તેથી જીવમાં મંદબુદ્ધિ અથવા મૂર્ખતા આવે છે તેમજ દર્શનાવરણીય કર્મબંધના પણ આ કારણો છે.
જ્ઞાન, જ્ઞાનીની તથા સદેવોની ભક્તિ કરવાથી તથા બાર પ્રકારના તપ કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે.
દર્શનાવરણીય કર્મ :- આત્માની અનંત દર્શનશક્તિવડે સકળ વિશ્વ, પોતાની નિર્મળતા થવાથી સહજે જોઈ શકાય; પણ આ દર્શનાવરણીય કર્મ તે શક્તિને રોકે છે. ૧૨ાા
દ્વારસ્થ રોકે એમ ન નૃપને દેખીએ, હો લાલ ન નૃપને.
તેના વળી નવ ભેદ નિદ્રાદિ લેખીએ, હો લાલ નિદ્રાદિ ૧૩ અર્થ - જેમ રાજમહેલના દ્વાર ઉપર ઉભેલ દ્વારપાળ રાજા પાસે ન્યાય કરાવવા જનાર વ્યક્તિને રાજાના દર્શન કરવા દેતો નથી; તેમ આ કર્મ પણ નવ પ્રકારે આત્માની અનંત દર્શનશક્તિ ઉપર આવરણ લાવી વિશ્વનું દર્શન કરવા દેતું નથી. તેના પ્રકાર નીચે પ્રમાણે છે :
(૧) ચક્ષદર્શનાવરણીય :- જેના ઉદયથી આંખોની જોવાની શક્તિ ઓછી થાય. | (૨) અચક્ષુદર્શનાવરણીયઃ- જેના ઉદયથી આંખ સિવાય બીજી કાન, નાક, જીભ અને ચામડીની સ્પર્શેન્દ્રિય શક્તિ ઓછી થાય; અર્થાત કાને ઓછું સંભળાય, નાકથી શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા ગંઘ ન આવે વગેરે.
. (૩) અવધિદર્શનાવરણીય - જેના ઉદયથી દીવાલ, પહાડ કે મસ્તક પાછળના રૂપી પદાર્થો ન દેખાય.
(૪) કેવળદર્શનાવરણીય :- જેના ઉદયથી લોકાલોકના સર્વ રૂપી કે અરૂપી પદાર્થો ન દેખાય. આનું કારણ દર્શનાવરણીય કર્મ છે. વળી દર્શનાવરણીય કર્મ પાંચ પ્રકારની ઊંઘવડે જીવ ઉપર આવરણ