________________
(૫૧) આજ્ઞા
પ્રજ્ઞાવબોઘ-વિવેચન' ભાગ-૧માં બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું' એ પાઠ પૂરો થયો. હવે ભાગ-૨ ના એકાવનમાં પાઠમાં “આજ્ઞા' વિષેનું માહાસ્ય દર્શાવે છે. બ્રહ્મચર્યવ્રત પણ જ્ઞાની પુરુષની આજ્ઞાએ આત્માર્થના લક્ષે પાળવાથી મુક્તિનું કારણ થાય છે. અન્યથા દેવલોક આપી ફરી સંસારનું કારણ બને છે. માટે કહ્યું છે કે ‘માને ઘમ્મો માળા તવો’ આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે.
(૫૧)
આજ્ઞા
(શ્રી નમિજિનવર-સેવ ઘનાઘન ઊનમ્યો રે, ઘનાઘન ઊનમ્યો રે–એ રાગ)
વંદું સગુરુ રાજ અતિ ઉલ્લાસથી રે, અતિ ઉલ્લાસથી રે, . રહું આજ્ઞાવશ રોજ, બચું ભવ-ત્રાસથી રે; બચું ભવત્રાસથી રે; પ્રત્યક્ષ સદ્ગુરુ-યોગ અતિ દુર્લભ કહ્યો રે, અતિ દુર્લભ કહ્યો રે,
જન્મ-મરણના ત્રાસ સહી થાકી ગયો રે, સહી થાકી ગયો રે. ૧ અર્થ - પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં અતિ ઉલ્લાસભાવે કહેતા અત્યંત પ્રેમભાવે હું વંદન કરું છું. તેમની આજ્ઞાને આધીન પ્રતિદિન જો હું રહું તો આ સંસારના જન્મ, જરા, મરણ કે આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ભયંકર ત્રાસથી હું બચી જાઉં.
પ્રત્યક્ષ સગુરુ ભગવંતનો યોગ આ કાળમાં અતિ દુર્લભ કહ્યો છે. તે ન મળવાથી “જન્મ જરાને મૃત્યુ; મુખ્ય દુઃખના હેતુ” જે પરમકૃપાળુદેવે કહ્યા છે, તે જન્મ મરણ અનાદિકાળથી કરતાં હવે હું થાકી ગયો છું. ૫.પૂ.પ્રભુશ્રીજીએ પણ કહ્યું કે પ્રભુ! થાક્યાનો મારગ છે. થાક્યો હોય તો આવ બેસ. નહીં તો ભટક ચોરાશી લાખ જીવયોનિમાં. આવા પરમકૃપાળુદેવ જેવા જ્ઞાનીપુરુષના જોગમાં પણ જીવ જ્ઞાનીપુરુષની આજ્ઞા ન આરાધે અર્થાતુ એમના કહ્યા પ્રમાણે ન વર્તે તો જ્ઞાની બીજું શું કહે ?
પ્રત્યક્ષ સન્દુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષસંબંઘી બઘાં સાઘનો અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે; પણ તે સમાગમનો યોગ પામવો બહુ દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે.
સપુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તો ક્વચિત જ તે યોગ બને છે. વિરલા જ સત્પરુષ વિચરે છે. તે સમાગમનો લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાઘન કરવું યોગ્ય છે.
તે સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સન્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મોળી પાડવા જે જીવ ઇચ્છે છે તે જીવ મોળી પાડી શકે છે; અને સન્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે.” (વ.પૃ.૬૦૭) /૧
માયિક સુખને કાજ ભમ્યો ભવમાં બહુ રે, ભમ્યો. આશાના અહો! વેશ, ઠગારા દીઠા સહુ રે; ઠગારા