________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
માન્યતા જનની માની, મચ્યો મૂઢતા ઘરી રે, મચ્યો
રોષ-તોષની રીત અનાદિની આદરી રે. અનાદિ ૨ અર્થ - માયિક એટલે સાંસારિક સુખ મેળવવા માટે હું ચારગતિરૂપ સંસારમાં અનંતકાળથી બહુ ભટક્યો; છતાં તેની વાસના અંતરથી ગઈ નહીં.
માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું.” (વ.પૃ.૨૪૬)
આશા એટલે ઇચ્છા, તૃષ્ણા, લોભ. પાંચ ઇન્દ્રિયોના વિષયોની આશા રાખવી તે ઠગારા પાટણ જેવી છે. પાંચેય ઇન્દ્રિયો કોઈને કોઈ ઇચ્છાવડે જીવોને ઠગે છે.
“જ્ઞાન પરિણમતું નથી તેનું કારણ વિષય કષાયો છે અને લોભ તેમાં મુખ્ય છે. કોઈને ઘનનો લોભ તો કોઈને કીર્તિનો લોભ, કોઈને સ્વાદનો લોભ તો કોઈને સંગીતનો લોભ, કોઈને ભોગનો લોભ તો કોઈને આબરૂનો લોભ, કોઈને કુટુંબનો લોભ તો કોઈને શાતા(સુખ)નો લોભ, કોઈને પુણ્યનો લોભ તો કોઈને કુટેવ પોષવાનો લોભ; આમ ઇચ્છા માત્ર લોભના વેશ છે. તે ઓળખી તેથી દૂર રહેવાનું, ભડકતા રહેવાનું, નાસી છૂટવાનું કર્તવ્ય છેજી.” -ઓ.૩ (પૃ.૭૯૬)
લોકોની માન્યતા પ્રમાણે સ્ત્રી, પુત્ર, ઘનાદિમાં સુખ છે એમ માની તેને મેળવવા માટે હું મૂઢ બનીને ખૂબ મથ્યો. તેમના પ્રત્યે રોષ એટલે દ્વેષ અને તોષ એટલે રાગની જે અનાદિની રીત હતી તેને જ આદરી જગતને રૂડું દેખાડવા માટે મથીને હું બહુ દુઃખી થયો, છતાં મારા આત્માનું કંઈ રૂડું થયું નહીં.
“જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોઘ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોઘ પામ્યો છે તે જીવને સમ્યક્દર્શન થાય છે.” (વ.પૃ.૩૨૫) IIરા
જાણે હરાયું ઢોર, અંકુશ નહીં કરી રે, અંકુશ વિષય વિષે રહ્યો લીન, સ્વરૂપને વીસરી રે; સ્વરૂપ૦ નારી-મદારીનો માંકડો ઉન્મત્ત થઈ ફરે રે, ઉન્મત્ત
પ્રસન્ન રાખવા કાજ કહ્યા વિના પણ કરે રે. કહ્યા. ૩ અર્થ :- હરાયું ઢોર અંકુશ વગર અહીં તહીં રખડીને માર ખાય. તેમ હું પણ જ્ઞાનીપુરુષની આજ્ઞાના અંકુશ વગર નરક નિગોદાદિમાં માર ખાઉં છું. છતાં પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં મારા આત્મસ્વરૂપને ભૂલીને હજુ લીન રહ્યો છું. “કષાય જેવો કોઈ કટ્ટો શત્રુ નથી અને વિષય જેવું કોઈ વિષ નથી. માટે જાણીજોઈને પોતે પોતાના શત્રુ ન બનવું.” ઓ.૩ (પૃ.૫૭૮)
નારીરૂપી મદારીનો માંકડો એટલે વાંદરા જેવો હું મોહરૂપી દારૂ પીને ગાંડા જેવો થઈને ફર્યા કરું છું. સ્ત્રીને વિષયનું મુખ્ય સાધન માની તેને પ્રસન્ન રાખવા માટે તેના કહ્યા વિના પણ તેના કાર્ય પૂર્ણ કરું છું. તેની આજ્ઞામાં હજૂર રહું છું. શ્રી તુલસીદાસજીને પણ પ્રથમ પોતાની સ્ત્રી પ્રત્યે એવો રાગ હતો. તેથી એકવાર એમની પત્નીએ કહ્યું કે –
“જૈસી પ્રીતિ હરામ કી, તૈસી હર પર હોય;
ચલ્યો જાય વૈકુંઠમેં, પલ્લો ન પકડે કોય.” ત્યારબાદ જીવનમાં પરિવર્તન લાવી શ્રી તુલસીદાસજી શ્રીરામના ભક્ત બન્યા અને ‘રામાયણ' ગ્રંથની રચના કરી. સા.