________________
(૬૦) (ચાર) ઉદયાદિ ભંગ-૨
જિન બીજનો નહિ હોય ઉદય મિથ્યાત્વમાં, હો લાલ ઉદય॰ એક સો ને અગિયાર, બીજા ગુણસ્થાનમાં-હો લાલ બીજા૦ ૬
અર્થ :– આ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ૫. જિન-બીજ એટલે તીર્થંકર નામકર્મનો પણ ઉદય હોતો નથી. તેથી ઉદય યોગ્ય કુલ ૧૨૨માંથી આ પાંચ પ્રકૃતિ બાદ કરતાં ૧૧૭ પ્રકૃતિનો ઉદય હોય છે. બીજા સાસાદન ગુણસ્થાનકમાં ૧૧૧ પ્રકૃતિનો ઉદય હોય છે. ।।૬।।
સૂક્ષ્મત્રિક, મિથ્યાત્વ, આતપ, નારક-દૂતી હો લાલ આતપ૦ બીજામાં એ ન હોય, ઉદયથી એ છૂટી. હો લાલ ઉદય૦ ૭
અર્થ
– બીજા સાસ્વાદન ગુણસ્થાનકમાં ૧. સૂક્ષ્મ, ૨. અપર્યાપ્ત, ૩. સાધારણ તથા ૪. મિથ્યાત્વ, ૫. આતપ અને ૬. નરકાનુપૂર્વી. આ ૬ પ્રકૃતિનો ઉદય હોતો નથી. તેથી પ્રથમ ગુણસ્થાનની ૧૧૭ માંથી આ ૬ બાદ કરતાં ૧૧૧ પ્રકૃતિ ઉદયયોગ્ય આ બીજા ગુણસ્થાનમાં હોય છે. ।।૭।। સ્થાવર, એકેન્દ્રિય, અનંતાનુબંધીની, હો લાલ અનં વિકલેન્દ્રિય, શેષ ત્રણ આનુપૂર્વીની હો લાલ ત્રણ ૮
૯ ૭
અર્થ :– હવે ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં ૧. સ્થાવર, ૨. એકેન્દ્રિય, અનંતાનુબંધી—૩. ક્રોધ, ૪. માન, ૫. માયા, ૬. લોભ અને ૭. બેઇન્દ્રિય, ૮. ચૈઇન્દ્રિય, ૯. ચૌરેન્દ્રિયની જાતિ તથા ૧૦. તિર્યંચાનુપૂર્વી, ૧૧. મનુષ્યાનુપૂર્વી અને ૧૨. દેવાનુપૂર્વીની પ્રકૃતિઓનો ઉદય હોતો નથી. ।।
બાર ન મિત્રે હોય, મિશ્ર ઉદયે વઘી હો લાલ મિશ્ર
સોનો ઉદય ગણાય ત્રીજે સર્વે મળી. હો લાલ ત્રીજે ૯
--
અર્થ ઉપરોક્ત બાર પ્રકૃતિઓનો આ મિશ્રગુણસ્થાનમાં ઉદય હોતો નથી. તેથી બીજા ગુણસ્થાનની ૧૧૧ પ્રકૃતિમાંથી ૧૨ પ્રકૃતિ બાદ કરતાં ૯૯ પ્રકૃતિઓ શેષ રહી. પણ આ ત્રીજા ગુણસ્થાનમાં મિશ્રમોહનીયની એક પ્રકૃતિ વૃદ્ધિ પામી, તેથી ૯૯+૧ મળીને કુલ ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય આ ત્રીજા ગુણસ્થાનમાં હોય છે. ાલ્યા
ચોથે સો ને ચાર : મિશ્ર ઉદયે નહીં હો લાલ મિશ્ર સમ્યક્ત્વ-મોહનીય, આનુપૂર્વી બઘી હો લાલ આનુ॰ ૧૦
અર્થ :— ચોથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં ૧૦૪ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તે આ પ્રમાણે :– આ ગુણસ્થાનમાં મિશ્ર મોહનીય પ્રકૃતિનો ઉદય હોતો નથી. તેથી ત્રીજા ગુણસ્થાનની ૧૦૦ પ્રકૃતિમાંથી ૧ બાદ કરતાં ૯૯ પ્રકૃતિ રહી. તેમાં વળી ૧. સમકિત મોહનીય તથા ૨. નરકાનુપૂર્વી, ૩. તિર્યંચાનુપૂર્વી, ૪. મનુષ્યાનુપૂર્વી અને ૫. દેવાનુપૂર્વી એ પાંચ પ્રકૃતિઓ આવી મળતા ૯૯+૫ મળીને કુલ ૧૦૪ પ્રકૃતિનો ઉદય ચોથા ગુણસ્થાનમાં હોય છે. ૧૦ના
ઉદયે મળી આવી અવિરત સુદૃષ્ટિને. હો લાલ અવિ ઉદયમાં સિત્તાસી પાંચમામાં ગણે-હો લાલ પાંચ૦ ૧૧
અર્થ :— ઉપરોક્ત ઉદયયોગ્ય પ્રકૃતિઓ અવિરત સમ્યદૃષ્ટિને ચોથા ગુણસ્થાનકમાં હોય છે. હવે પાંચમા દેશવિરત ગુણસ્થાનમાં ૮૭ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. ।।૧૧।