________________
૧૫૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
નિઃસ્પૃહ બાહ્ય પદાર્થોથી થઈ નિજ સામર્થ્ય જગાવું,
ચિદાનંદ મંદિરમાં પેસી સ્વરૂપ-સ્થિતિ ન ડગાવું. દેજો, અર્થ - હવે જગતના બાહ્ય ઇન્દ્રિય ગોચર ભૌતિક પદાર્થોથી મનને નિઃસ્પૃહ કહેતા ઇચ્છારહિત કરી, મારા આત્મ સામર્થ્ય એટલે વીરત્વને જાગૃત કરું. વીરત્વને પ્રગટ કર્યા પછી આત્માનંદરૂપ મંદિરમાં પ્રવેશ કરી સ્વરૂપ સ્થિરતાથી ભ્રષ્ટ થઉં નહીં, અર્થાત્ સદૈવ સ્વરૂપમાં જ સ્થિર રહું. ૧૫ના
યથાર્થ આત્મસ્વરૃપનો નિર્ણય આજ જ હું કરવાનો,
છેદ અવિદ્યા-જાળ અનાદિ કર્મ-જયી બનવાનો. દેજો, અર્થ - મારા આત્મવીરત્વના બળે, મારું ખરું સ્વરૂપ શું છે? તેનો નિર્ણય હું આજે જ કરીશ અને અનાદિ અજ્ઞાનરૂપ મિથ્યા જાળને છેદી કર્મશત્રુઓ ઉપર વિજય મેળવીશ. ૧૬ાા.
રાગાદિ દોષો તર્જી સર્વે ઘીર પ્રતિજ્ઞા ઘારે,
અચલ રહે તે ઘર્મધ્યાનમાં ઉત્તમ શુક્લ પ્રકારે. દેજો હવે પોતાના વીરત્વવડે કર્મશત્રુઓ હણવાનો ઉપાય બતાવે છે -
અર્થ - જે પોતાના વીરત્વને ફોરવી રાગ દ્વેષાદિ સર્વ દોષોને ત્યાગી પરમકૃપાળુદેવ જેવા મનમાં અચળ પ્રતિજ્ઞાને ઘારણ કરે તેવા પુરુષો ઘર્મધ્યાનમાં સ્થિર રહી શકે છે. તે ઘર્મધ્યાન સાતમા ગુણ સ્થાનક સુધી છે. પછી આઠમા ગુણ સ્થાનકથી ઉત્તમ શુક્લધ્યાનને આદરી કેવળજ્ઞાન પ્રગટાવે છે. /૧ળા
જ્ઞાનીનાં વચનોનો આશય મુખ્યાઘાર ગણાયો,
ઠેઠ બારમા ગુણસ્થાનક તક, પછી બને જિનરાયો. દેજો અર્થ - જ્ઞાનીપુરુષોના વચનોનો આશય કેવળજ્ઞાન પ્રાપ્તિમાં મુખ્ય આધાર ગણાયો છે. તે ઠેઠ બારમા ગુણસ્થાનકના અંત સુધી છે. ત્યાં મોહનીયકર્મ આદિ સર્વ ઘાતીયા કર્મનો ક્ષય થવાથી જિનરાજ બને છે અર્થાત્ સંપૂર્ણ રાગદ્વેષને જીતનાર થાય છે. ૧૮ના
પ્રવર્તાવતાં આત્મવીર્ય કે સમેટી સ્થિર થતાં યે,
જ્ઞાનીની આજ્ઞાના લક્ષે વિચારવું બહુ જોયે. દેજો, અર્થ - કેવળજ્ઞાન પ્રગટ્યા પછી પણ ચૌદમા ગુણસ્થાનને અંતે પોતાનું આત્મવીર્ય પ્રતર્વાવી, મન વચન કાયાના યોગોને સમેટી એટલે રૂંથીને શરીરથી રહિત થઈ પોતાના આત્મસ્વરૂપમાં આ ઈ ઊ ઋ છું બોલીએ એટલો અલ્પ કાળ માત્ર સ્થિર થઈ, પછી આત્મા ઉપર ઊઠી એક સમયમાં સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનક ક્રમ જ્ઞાનીપુરુષની આજ્ઞાના આઘારે બહુ વિચારવાથી ધ્યાનમાં આવવા યોગ્ય છે. ૧૯ાા
વીરપણું બે ભેદ ભાખ્યું : કર્મ, અકર્મ સ્વરૂપે,
પ્રમાદને પ્રભુ કર્મ કહે છે, અન્ય જ આત્મસ્વરૂપે. દેજો, અર્થ - ભગવંતોએ વીરપણું બે ભેદે કહ્યું છે. એક કર્મ સ્વરૂપે એટલે કર્મ કરવામાં વીરપણું અને બીજાં અકર્મ સ્વરૂપ એટલે કર્મ છોડવામાં વીરપણું. પ્રમાદને શ્રી તીર્થંકર પ્રભુ કર્મ આવવાનું દ્વાર કહે છે. વિષય, કષાય, વિકથા, નિદ્રા અને સ્નેહ એ પ્રમાદના પંદર ભેદ છે. એ બઘા કર્મ આવવાના દ્વાર છે.