________________
(૬૬) વીરત્વ
જ્યારે એથી વિપરીત, ઇન્દ્રિય જય કે ઉપશમ ભાવ વગે૨ે કર્મ છોડવાના દ્વાર છે અને આત્મસ્વરૂપને પ્રગટાવનાર છે.
“પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે; (કહ્યું છે.)” (સૂયગડાંગસૂત્ર વીર્ય અધ્યયન) (૧.પૃ.૩૯૧) ||૨૦
ધર્મ-વિમુખ પ્રમાદી જીવનું વીર્ય અપંડિત જાણો, શસ્ત્ર-શાસ્ત્ર, હિંસાન્યજ્ઞાર્થે, વર્તન હેય પ્રમાણો. દેજો
અર્થ :— સંસારમાં રહેલા ઘર્મવિમુખ પ્રમાદી જીવોનું વીર્ય કર્મ કરવામાં પ્રવર્તે છે. માટે તેને અપંડિત એટલે અજ્ઞાની જાણો. તેને શાસ્ત્ર શસ્ત્રરૂપ છે, કે જે ધર્મના નામે યજ્ઞ કરી તેમાં જીવોની હિંસા કરે છે. તેમનું વર્તન હેય એટલે ત્યાગવા યોગ્ય છે. એ વાત પ્રમાણભૂત છે, કેમકે—
‘જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી.’ -શ્રીમદ્ રાજચંદ્ર ।।૨૧।।
કામભોગ અર્થે કરી માયા સુખભ્રાન્ત દુખ રળતા,
અસંયમી તન-મન-વચને જીવ-વઘ કરી ભવદવ બળતા. દેજો
અર્થ – કામભોગને માટે માયા કરીને જીવોને આવા હિંસામય યજ્ઞમાં હોમી જીવ સુખની ભ્રાંતિ કરે છે અને દુઃખની કમાણી કરે છે. અસંયમી એવા અજ્ઞાની જીવો તન મન વચનથી જીવોનો વધ કરી સંસારરૂપી દાવાનળમાં બળ્યા કરે છે; અર્થાત્ ચારગતિમાં અનંત દુઃખને પામે છે. ।।૨૨।।
અવિવેકી વીર રાગાદિકથી વૈરેવૈર વધારે,
પાપ અનંત કરી પીડાતા, સકર્મ વીર્ય પ્રકારે. દેજો
૧૫૯
અર્થ : અવિવેકી એવા પુરુષોનું વીરત્વ રાગદ્વેષાદિ ભાવોએ કરીને વૈરથી વૈર વધારે છે. તેઓ પાપકર્મ કરવામાં પોતાના વીર્યને ફો૨વવાથી અનંત પાપો કરી ચારે ગતિમાં પીડાય છે. ।।૨૩।।
જે અબુદ્ધ મહાભાગ્યશાળી અસમ્યવૃષ્ટિ વીરો, અશુદ્ધ પરાક્રમ સફલ તેમનું, મુકાય આત્મા ગીરો. દેજો
અર્થ – જે અબુદ્ધ એટલે અજ્ઞાની પણ બહારથી મહાવ્રત પાળવાથી કહેવાતા મહાભાગ્યશાળી એવા મિથ્યાવૃષ્ટિ વીરનું અશુદ્ઘ પરાક્રમ હોવાથી, તેમની ક્રિયા પણ સફળ એટલે ફળે કરીને સહિત છે; અર્થાત્ તેમને પુણ્યપાપના ફળનું બેસવાપણું છે. ક્રિયા કરીને તેમની ઇચ્છા ઊંડે ઊંડે પણ આ લોક પરલોકના ઇન્દ્રિયસુખ મેળવવાની હોવાથી તેમનો આત્મા ગીરો મુકાઈ ગયો છે; અર્થાત્ ઇન્દ્રિયસુખ મેળવવા અર્થે પોતાનો આત્મા ઇન્દ્રિયોને આધીન થઈ ગયો છે. ।।૨૪।।
જે પ્રબુદ્ધ મહાભાગ્યશાળી સમ્યદૃષ્ટિ વીરો,
શુદ્ધ પરાક્રમ અફલ તેમનું, અબંધ આત્મા-હીરો. દેજો
અર્થ :— જે પ્રબુદ્ધ એટલે પ્રકૃષ્ટ છે સવળી બુદ્ધિ જેની એવા મહાભાગ્યશાળી સમ્યષ્ટિ વીર પુરુષોનું શુદ્ધ પરાક્રમ તે અફળ છે; અર્થાત્ તેમને કર્મરૂપ ફળનું બેસવાપણું નથી. તેમની ક્રિયા કર્મબંધથી રહિત હોવાથી તેમનો આત્મા અમૂલ્ય રત્ન સમાન છે. ।।૨૫।।