________________
૧૬૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પંડિત વીર્ય અકર્મ કહ્યું, તે કેમ પ્રવર્તે સુણો :
નિર્દૂષણનર-કથિત ઘર્મને શરણે ગ્રહતાં ગુણો. દેજો અર્થ - પંડિત એટલે જ્ઞાનીપુરુષ. તેમના વીર્યને અકર્મ કહ્યું છે. કેમકે તે નવીન કર્મબંઘ કરતા નથી. માટે તે મહાપુરુષો કેમ પ્રવર્તે છે તે સાંભળો. તેઓ નિર્દૂષણનર એટલે અઢાર દોષથી રહિત એવા વીતરાગ ભગવંત દ્વારા કહેલ આત્મઘર્મને શરણે રહી ગુણો ગ્રહણ કરવામાં જ પોતાના આત્મવીર્યને પ્રવર્તાવે છે. |૨૬ાા
અનિત્ય સમજે દેવાદિક વળી સુખદ ન સગાંસંબંઘી,
તર્જી મમતા લે મોક્ષમાર્ગ તે કરે પુરુષાર્થ અબંઘી. દેજો, અર્થ - તે જ્ઞાની પુરુષો દેવ, મનુષ્યાદિ સર્વ પર્યાયને અનિત્ય સમજે છે. તથા સગાંસંબંધીઓ પણ કંઈ સુખને દેવાવાળા નથી; પણ માત્ર ઉપાધિ અને માનસિક ચિંતા કરાવનારા છે, એમ માની તેમના પ્રત્યેની મોહમમતાને ત્યાગી મોક્ષમાર્ગને સાથે છે. અને આત્માને અખંઘકારી એવા સપુરુષાર્થને આદરે છે. મારા
પાપકર્મરૂપ કાંટા કાઢે સપુરુષોથી જાણી,
આત્મહિતનો ઉપાય સમજી, પાળે ઊલટ આણી. દેજો અર્થ - તેઓ પોતાનું વીર્ય ફોરવી પુરુષોથી કે શાસ્ત્રો દ્વારા સંપૂર્ણ સમ્યક તત્ત્વ જાણીને સર્વ પાપરૂપ કાંટાઓને કાઢે છે. અને સમ્યક્દર્શનજ્ઞાનચારિત્ર ને જ આત્મહિતનો શ્રેષ્ઠ ઉપાય સમજી ઉલ્લાસપૂર્વક તેની આરાધના કરે છે. ૨૮.
જાતિ-સ્મૃતિ આદિથી જાણ કે ઘર્મસાર સુણી ઘારે,
મુનિપણું સમ્યકત્વ સહિત તો જીંવને તે ઉદ્ધારે. દેજો, અર્થ:- જાતિસ્મરણ આદિ જ્ઞાનવડે કે શ્રી સત્પરુષના વચનો દ્વારા થર્મનો સાર જાણીને આત્મજ્ઞાન સહિત મુનિપણું જો ઘારણ કરે તો તે જીવનો ઉદ્ધાર કરનાર છે.
જેમ કૂર્મ સંકોચે અંગો સ્વદેહમાં તે રીતે,
પંડિત પાપોને સંહરતા અધ્યાત્મભાવે પ્રીતે. દેજો, અર્થ - જેમ કૂર્મ એટલે કાચબો ભય પામતા પોતાના અંગોને પોતાના દેહમાં સંકોચી લે છે, તેમ પંડિત એટલે જ્ઞાની પુરુષો આત્મભાવમાં પ્રીતિ હોવાથી પાપના કારણોને સમેટી લે છે. ૩૦ના
સર્વ પ્રકારે સુખશીલતાનો ત્યાગ કરે મુમુક્ષુ;
સર્વ કામના શાંત કરી તે અનાસક્ત રહે ભિક્ષ. દેજો, અર્થ - પોતાના વીરત્વને ફોરવી મુમુક્ષુ સર્વ પ્રકારે શાતા સુખનો ત્યાગ કરે છે. જેમ શાલિભદ્ર અને અવન્તિ સુકમાળે સર્વ પ્રકારની ઇચ્છાઓને શાંત કરી ભિક્ષુ બની જઈ અનાસક્ત રહ્યાં તેમ સાચા આરાધકો આત્મજ્ઞાન હોય કે આત્મજ્ઞાની પુરુષની આજ્ઞા હોય તો ચારિત્ર અંગીકાર કરે છે. ૩૧ાા
અતિ પુરુષાર્થી મોક્ષમાર્ગનો ઘર્મવીર મહાભાગી, છકાય જીંવને અભયદાન દે અદત્તગ્રહણે ત્યાગી. દેજો,