________________
(૬૧) જિનમત-નિરાકરણ
૧૦૭
કર્મબંધના મુખ્ય કારણો રાગદ્વેષ અને અજ્ઞાન છે. તેને જડમૂળથી નષ્ટ કરવા હોય તો જિનેશ્વર ભગવંતે ભાખેલ મુક્તિનો સાચો માર્ગ જાણવો જરૂરી છે. કેમકે રાગદ્વેષ અજ્ઞાનને જેણે જીતી લીધા છે એવા જિનેશ્વરના સિદ્ધાંત સિવાય સંપૂર્ણ કર્મને નષ્ટ કરવાનો બીજો કોઈ ઉપાય નથી. માટે જિનમત સંબંધીની શંકાઓને દૂર કરવા તેનું નિરાકરણ એટલે સમાઘાન આ પાઠમાં આપવામાં આવે છે :
(૬૧)
જિનમત - નિરાકરણ
(શીતલ જિનપતિ લલિત ત્રિભંગી વિવિધભંગી મન મોહે રે—એ રાગ)
*
શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવરને પ્રણમું ઊલટ આણી રે, જિનમતનો જે મર્મ ઘરે ઉર, અર્મી સમ જેની વાણી રે. શ્રીમદ્
અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યને હું ઉલ્લાસભાવ સહિત પ્રણામ કરું છું. જે જિનમતના રહસ્યને હૃદયમાં ધારણ કરનાર છે. અને જેની અમી એટલે અમૃત સમાન વાણી છે, અર્થાત્ જેના વચનો જીવને જન્મમરણથી મુક્ત કરી અમર બનાવી દે એવાં છે. ।।૧।।
જિજ્ઞાસું અજ્ઞાની ğવના સંશય સર્વે ટાળે રે, જ્ઞાની બર્ની ભોળવતા જગને, તેનું પોલ પ્રજાળે રે. શ્રીમદ્
અર્થ :— જેની વાણી અજ્ઞાની એવા જિજ્ઞાસુ જીવના સર્વ સંશયને ટાળવા સમર્થ છે; તથા જે જ્ઞાની બની જગતવાસી જીવોને ભોળવે છે, વિપરીત માર્ગે દોરે છે એવા કુગુરુઓની પોલને પણ પ્રગટ કરનાર છે. ।।૨।।
*
સત્યમતિને પૂછે કોઈ જિજ્ઞાસુ જગવાસી રે,
“જિનમતને જગ કેમ વગોવે, કહી નાસ્તિક નિરાશી રે?’’ શ્રીમદ્
અર્થ :– સત્યમતિ એટલે સત્ય છે મતિ જેની એવા જ્ઞાનીપુરુષને કોઈ જગતવાસી જિજ્ઞાસુ પૂછે છે કે જગતમાં લોકો જિનમત એટલે જિનેશ્વર ભગવંતોએ જે વીતરાગ ધર્મ પ્રરૂપ્યો છે તેને નાસ્તિક કહીને કે નિરાશી એટલે એ વીતરાગ ભગવંતો કોઈની આશા પૂરી કરે નહીં એમ કહીને કેમ વગોવે છે? ગા સત્યમતિ કહે : “હે જિજ્ઞાસુ, વાત વિચારી જોજે રે,
‘નેતિ, નેતિ’-વેદવચનનું રહસ્ય સમજી લેજે ૨ે. શ્રીમદ્
અર્થ - ઉત્તરમાં સત્યમતિ કહે : હે જિજ્ઞાસુ, આ વાત વિચારી જો જે કે વેદનું એક વચન ‘નેતિ નેતિ’ એટલે ‘એ નહીં એ નહીં' એવું છે, અર્થાત્ જે દેખાય છે તે બધી ભ્રાંતિ છે. ‘આત્મા સત્ જગત મિથ્યા’ છે. એ વાક્યનું રહસ્ય સમજી લેજે કે જગતમાં એક આત્મા જ શાશ્વત પદાર્થ છે, બાકી જે જગતમાં રૂપી એવા પદાર્થો દેખાય છે તે માત્ર પુદ્ગલની પર્યાયો છે, નાશવંત છે માટે તેને મિથ્યા કહ્યા છે. એમ જૈનમત સ્યાદ્વાદથી વાક્યના રહસ્યને પ્રગટ કરે છે. ૫૪