SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ પ્રાવધ-વિવેચન ભાગ-૨ મા આર્વી મનમાં ચિંતવે કે પુત્ર હજું ભૂખ્યો દીસે, માટે ફરી બર્થી ખી૨ પીરસી, ‘ખાઈ જા’ બોલી રીસે. ૧૨ : અર્થ – ખીર બાળકને પીરસી માતા પાડોશમાં ગઈ. ત્યાં તેને કામવશ રોકાવું પડ્યું. તેટલામાં એક મહિનાના ઉપવાસી મુનિ તેના ઘરે આવી ચઢ્યા. બાળ સંગમે વિચાર્યું કે મુનિ મહાત્માને અડઘી ખીર વહોરાવું. એમ ધારી આપવા જતાં બધી ખીર સરી પડી તો પણ તે બાળ સંગમ રાજી થયો. રડીને બનાવેલી ખીર આપીને પણ પુણ્યોદયે તે મનમાં હર્ષ પામ્યો. પછી તે થાળીમાં ચોટેલ ખીર ચાટવા લાગ્યો. તેટલામાં માએ આવી જોતાં મનમાં ચિંતવ્યું કે પુત્ર હજી ભૂખ્યો જણાય છે તેથી વધેલી બધી ખીર તેને પીરસી રીસમાં આવીને મા બોલી ‘લે ખાઈ જા’ બધું. ।।૧૨।। આકંઠ ખાધી બાળકે, રાત્રે અજીર્ણ થતાં મઁઓ, ગોભદ્રને ત્યાં પુત્ર શાલિભદ્ર નામે તે ઝુઓ. હે! શાલિ-સંયત, માત તારી જ પૂર્વભવની, ડોર્સી એ,” એ સાંભળી કરી પારણું બન્ને થયા ઉદાર્સી તે. ૧૩ અર્થ :— બાળક સંગમે આકંઠ એટલે ગળા સુધી તે ખીર ખાધી. તેથી રાત્રે અજીર્ણ થવાથી તેનું મૃત્યુ થયું. તે બાળક ગોભદ્ર શેઠને ત્યાં શાલિભદ્ર નામે અવતાર પામ્યો. છે સંયત એટલે સંયમી શાલિભદ્ર! એ ડોશીમાં તારી જ પૂર્વભવની માતા છે. એ સાંભળીને પારણું કરી બન્ને ઉદાસી એટલે વૈરાગ્યભાવને પામ્યા કે અહો! આ સંસારની કેવી ક્ષણિકતા છે. પૂર્વભવમાં ખાવાના પણ સાંસા અને આ ભવમાં દેવતાઈ રિદ્ધિ, કર્મનું કેવું વિચિત્રપણું, હવે એ કર્મનો સર્વથા નાશ જ કરવો યોગ્ય છે, જેથી ફરી આવા ઉદય કદી આવે નહીં. ।।૧૩।। આજ્ઞા લઈ અંતિમ અનશન વ્રત ઘરી એકાન્તમાં, થ્થાને ઊભા વૈભારગિરિના શુદ્ધ નિર્જન સ્થાનમાં. ભદ્રા પ્રભુ પાસે જતાં, વંદન કરી પૂછે : ‘કહો, શેં શાલિભદ્ર ન આવિયા મુજ ઘે૨ ભિક્ષાર્થે અહો!’’ ૧૪ અર્થ :— હવે ભગવાન મહાવીરની આજ્ઞાથી બન્ને અંતિમ અનશન વ્રત ધારણ કરીને એકાંત એવા = વૈભારગિરિના શુદ્ધ નિર્જન વનમાં જઈ ધ્યાનમાં ઊભા રહી ગયા. ભદ્રા માતા પ્રભુ પાસે આવી વંદન કરીને પૂછવા લાગ્યા કે પ્રભુ! શાલિભદ્ર કયા કારણથી મારે ઘેર ભિક્ષાર્થે આવ્યાં નહીં, તે કહો. ।।૧૪। અનશન સુધી પ્રભુએ કહી તે વાત સુર્ગા ગિરિ પર ગઈ, દર્શન કરી નિજ ભુલની માર્ગ ક્ષમા ગળગળી થઈ; શ્રેણિક પણ આવી ચઢ્યા વંદન કરીને વીનવે : “માતા સમાન ન તીર્થ બીજું; મુનિ, જુઓ માતા વે.” ૧૫ અર્થ :– ભગવાને અનશન લીધા સુધીની બધી વાત કહી. તે સાંભળીને માતા વૈભારિગિર પર = ગઈ. તેમના દર્શન કરીને પોતાની ભૂલ માટે ગળગળી થઈને ક્ષમા માગવા લાગી. શ્રેણિક રાજા પણ ત્યાં આવી ચઢયા અને વંદન કરીને મુનિને વીનવવા લાગ્યા કે માતા સમાન કોઈ બીજું તીર્થ નથી. તમારી માતા રડે છે માટે મુનિ તેમના તરફ દયા લાવીને જરા નજર કરો. ।।૧૫।।
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy