________________
(૫૬) મહાત્માઓની અનંત સમતા
સમભાવમાં સ્થિત એવા મુનિના પ્રતાપથી તે જીવોના કષાયભાવો શમી જાય છે. II૩૯ના યોગી વશ કરતા નહીં રે યત્ને પ્રાણી ક્રૂ, સ્વયં શાંત વ થાય જો રે વૃષ્ટિ થયે ભરપૂર. સમતા॰
અર્થ :– યોગીપુરુષો પ્રયત્ન કરીને તે ક્રૂર પ્રાણીઓને વશ કરતા નથી, પણ જેમ ભરપૂર વરસાદ . તે વરસ્યું દાવાનળ આપોઆપ શાંત થઈ જાય છે તેમ તે ક્રૂર જીવો પણ મહાપુરુષોના પ્રભાવે શાંતભાવને તે પામે છે. ।૪૦।।
શરદ્ તુના યોગથી રે જો જળ નિર્મળ થાય, તેમ યોગી-સંસર્ગથી ૨ે મન-મલ સર્વે જાય. સમતા
૬ ૧
અર્થ – આસો થી કાર્તિક માસ સુધીની શરદઋતુ કહેવાય છે. તે ઋતુના યોગથી જળ નિર્મળ થાય. તેમ યોગીપુરુષોના સમાગમથી મનનો મેલ સર્વે ઘોવાઈ જાય છે. ।।૪૧॥
ક્ષીણ-મોહ મુનિ આશ્રયે રે, જાતિ-વે૨ વીસરાય,
સિંહ-શિશુને ચાટતી રે હરણી હર્ષિત થાય. સમતા
અર્થ :— જેનો મોહ ક્ષીણ થઈ ગયો છે એવા મુનિ મહાત્માના સાનિઘ્યમાં ક્રૂર જીવો પણ પોતાનું જાતિવેર ભૂલી જાય છે. ત્યાં સિંહના બચ્ચાને પ્રેમથી ચાટતી એવી હરણી પણ હર્ષ પામે છે. ।।૪૨। ઢેલ ખેલતી સર્પશું રે, વાઘ સમીપે ગાય,
ઉંદર બિલ્લી-ગોદમાં રે, શ્વાન-શંશક હરખાય. સમતા
અર્થ :– મહાત્માના સમીપે ઢેલ એટલે મોરડી સાપ સાથે ખેલે, વાધ સમીપે ગાય બેસે, ઉંદર બિલ્લીની ગોદમાં રમે અને કૂતરો સસલાને જોઈ રાજા થાય છે. ।।૪।
ચંદ્ર, પવન, પૃથ્વી સમા રે મુનિ શાંતિ-દાતાર,
અશુભ-પ્રીતિ, ભીતિ ટળે રે સમતા-પ્રભાવ ઘાર. સમતા
અર્થ :— જેમ ચંદ્રની ચાંદની શીતળતા આપે, શીતળ પવન ગરમીને કાપે, પૃથ્વી આધાર આપી શાંતિ પમાડે તેમ સમતાધારી મુનિ મહાત્માઓ ત્રિવિધ તાપથી બળતા સંસારી જીવોને શાંતિ આપનાર છે. તે મહાત્માઓના સમતા પ્રભાવે અશુભ મોહનો નાશ થાય છે. અને આલોક, પરલોક આદિ સર્વ પ્રકારના ભય ટળી જાય છે.
||૪૪||
કોઈ શાલિ-ફુલે પૂજે રે, કોઈ ડસાથે સાપ,
અનંત સમતાવંત મુનિ ૨ે ગણે ન સુખ-સંતાપ. સમતા
અર્થ :– એવા મહાત્માઓને કોઈ શાલિના ફૂલોથી પૂજે કે કોઈ નાગ ડસાવે તો પણ અનંત સમતાના ઘારી મુનિ તેના સુખ કે સંતાપને ગાકારતા નથી. આઠોર ગામમાં પ.પૂ.પ્રભુશ્રીજીએ એક પ્રસંગે પોતાની અદ્ભુત અસંગી અંતરંગ આત્મદશા પ્રગટ કરી હતી કે —‘કોઈ કુહાડાથી કાપે કે કોઈ ચંદન ચોપડે, અમારે તો પ્રભુ બન્ને પ્રત્યે સમ છે’’ ।।૪।।
શિલા શય્યા, વન નગર રે સ્તુતિ નિંદા સમ ઘાર,
કર્દમ કંકુ, તિ યુવતી રે સમ માને મુનિ સાર. સમતા