SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાવધ-વિવેચન ભાગ-૨ તે મિથ્યાત્વી હતો. તેનો પ્રઘાન બુદ્ધિશાળી હતો. પ્રધાનનો ભાઈ શ્રુતશીલ હતો. તે રાજાને ઘણો પ્રિય હતો. એકવાર સ્વરૂપવાન માતંગીને ગાન કરતાં જોઈ રાજા તેના પર મોહ પામ્યો. શ્રુતશીલે રાજાના ભાવ જાણી કહ્યું. પરસ્ત્રીમાં મોહ પામવાથી નીચ ગતિમાં જઈ જીવ મહાન દુઃખ અનુભવે છે. વગેરે ઘણું સમજાવવા છતાં મિથ્યાત્વી એવો રાજા તે સમજ્યો નહીં. ત્યારે મંત્રીએ કુળદેવીનું સ્મરણ કર્યું. કુળદેવીએ રાજાના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન કર્યો. ત્યારે રાજા વિચારવા લાગ્યો કે અહો! માત્ર મનથી જ કરેલું પાપ આવું કષ્ટ આપે તો જે ત્રિયોગે પાપ સેવે તેને કેટલા કષ્ટો આવતા હશે. એમ પશ્ચાત્તાપ કરવાથી દેવીએ વ્યાધિનો નાશ કર્યો. એકદા આચાર્ય ભગવંત પધાર્યા. રાજાએ ત્યાં જઈને બે હાથ જોડી પૂછયું મનના પાપની શુદ્ધિ શી રીતે થાય? ગુરુએ કહ્યું – જ્ઞાન ધ્યાન તપરૂપી પાણીથી. વગે૨ે દેશના સાંભળી રાજાએ પુત્રને રાજ્ય સોંપી મંત્રી સાથે દીક્ષા લીધી. એક દિવસ ગુરુ મુખે તીર્થંકર પદ પ્રાપ્તિના વીસ સ્થાનક સાંભળી રાજર્ષિ મુનિ, ઉપાધ્યાય કે બહુશ્રુત મુનિઓની અનેક પ્રકારે વૈયાવચ્ચ કરવા લાગ્યા. વાત્સલ્યપૂર્વક સેવા કરવાથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. ત્યાંથી આરાધના કરી નવમા ત્રૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી તીર્થંકર બની મોક્ષે પધારશે. ।।૯।। ૧૩૨ સેવું સદા સ્વપ૨-ઉન્નતિકારી મુનિ, જેણે ગ્રહ્યું શરણ સદ્ગુરુવાણી સુણી, સંસાર-દુઃખ હરવા, તજવા કષાય, રત્નત્રયી ગ્રહી રહે; પદ સપ્ત થાય. ૧૦ અર્થ :- ૭. સાધુ ભક્તિ :– શુદ્ધ આત્મસ્વભાવની નિર્મળ સાધનામાં સદા તત્પર, હમેશાં સ્વપર આત્માઓની ઉન્નતિ કરનાર એવા મુનિપદની હું ભાવપૂર્વક સેવા કરું. જેણે સદ્ગુરુની વાણી સાંભળીને તેમનું શરણ ગ્રહણ કર્યું છે. જે જન્મ, જરા, મરણ કે આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ સંસારના દુઃખોને હરવા તેમજ ક્રોઘાદિ કષાયભાવોને તજવા માટે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયને ગ્રહણ કરીને નિર્મળ જીવન જીવે એવા સાતમા તીર્થંકરપદ પ્રાપ્તિના કારણરૂપ મુનિપદની સેવના કરું. : વીરભદ્ર શેઠનું દૃષ્ટાંત – વિશાળા નગરીમાં વૃષભદાસ શેઠનો પુત્ર વીરભદ્ર હતો. તે અત્યંત તે પુણ્યશાળી હોવાથી રાજાની પુત્રી, શેઠની પુત્રી અને એક વિદ્યાઘરીની પુત્રીને પરણ્યો હતો. અન્યદા પદ્મિનીખંડ નગરમાં અઢારમા તીર્થંકર શ્રી અરનાથ પ્રભુ સમવસર્યા. દેશનાના અંતે સાગરદત્ત શેઠે પૂછ્યું કે હે ભગવંત! આ વીરભદ્રે પૂર્વભવમાં શું કૃત્ય કર્યું હશે? ભગવાન કહે પૂર્વભવમાં તે નિર્ધન જિનદાસ નામે શ્રાવક હતો. તેના ઘરે ચૌમાસી તપના પારણે શ્રી અનંતનાથ ભગવાન પથાર્યા હતા. તેમને ભક્તિ સહિત બહુમાનપૂર્વક શુદ્ધ દાન આપ્યું હતું. તેના પ્રભાવથી દેવોએ સાડાબાર કરોડ સોનૈયાની ત્યાં વૃષ્ટિ કરી. ત્યાંથી દેહ છોડી તે દેવલોકે ગયો. દેવલોકમાંથી આવી આ વીરભદ્ર શેઠ પુત્ર થયો છે. કાળાંતરે શ્રી ચંદ્રસાગર ગુરુ પાસે વીરભદ્રે પોતાની ત્રણેય સ્ત્રીઓ સહિત તથા પાંચસો શ્રેષ્ઠીઓ સાથે દીક્ષા ગ્રહણ કરી. તેઓ દુષ્કર તપસ્યા કરનાર એવા તપસ્વી સાધુ મુનિઓની ભાવપૂર્વક સેવા કરવાથી તીર્થંકરપદ પામી દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રથી મોક્ષપદને પામો. ।।૧૦। અધ્યાત્મરૂપ ઝળકે, જડ ચેતનાદિ, હિતાહિતાદિ સમજાય વિવેચનાદિ; જો જ્ઞાનદીપ ઉરમાં પ્રગટે પ્રભાવી, એ સ્થાન અષ્ટમ નમું ઉંર ભાવ લાવી. ૧૧ : અર્થ :- ૮. જ્ઞાનભક્તિ – દેહાદિથી ભિન્ન શુદ્ધ આત્માને સદ્ગુરુના ઉપદેશથી જાળવો. તે ખરું જ્ઞાન છે. એવા જ્ઞાનરૂપ દીપકના પ્રભાવથી જડ ચેતનાદિ તત્ત્વોનું કે છ પદનું અઘ્યાત્મરૂપ ઝળકે છે.
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy