________________
(૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક
૧ ૩૧
તીર્થકર પદ પામી અનંત સુખવાળા મોક્ષ સ્થાનને પામશે. આશા
જે સ્થિર સંયમ ઘરે સ્થવિરો ગીતાર્થ, નાના તથા શિથિલને અવલંબનાર્થ, તે જૈનશાસન દપાર્વી શકે, સમર્થ સેવ્ય સ્થવિર પદ પંચમ હું કૃતાર્થ. ૮
અર્થ - પ.સ્થવિર ભક્તિ - જે સંયમમાં સ્થિર, જ્ઞાનવૃદ્ધ, આત્માનુભવી, સિદ્ધાંતના જાણ હોવાથી ગીતાર્થ એવા સ્થવિરો, તે નવ દિક્ષિત થયેલા અથવા શિથિલ થયેલા સાધુઓને આઘારરૂપ છે. તે જૈન શાસનને દીપાવી શકે. એવા સમર્થ સ્થવિરો પ્રત્યે વાત્સલ્યભાવ સહિત તેમની સેવા કરવાથી તીર્થંકર નામ કર્મનો બંઘ થાય છે. તીર્થંકરપદ પ્રાપ્તિના આ ચોથાપદને સેવી હું કૃતાર્થ થાઉં.
પૂ.શ્રી બ્રહ્મચારીજી સ્થવિર એવા પ્રભુશ્રીજીની સેવા ભક્તિ કરીને કૃતાર્થ થઈ ગયા.
“સ્થવિર એટલે વૃદ્ધ. તે ત્રણ પ્રકારના છે, જેમની વય સાઠ વર્ષની થઈ હોય તે વય સ્થવિર. દીક્ષા લીઘા પછી વીસ વર્ષ થયા હોય તે પયાર્ય સ્થવિર અને જે સમવાયાંગ સૂત્રના અર્થપર્યત જાણનાર હોય તે શ્રુત સ્થવિર જાણવા.” - ઉપદેશ પ્રા.ભાષાંતર ભાગ-૧ (પૃ.૨૨૦)
પડ્યોતર રાજાનું દ્રષ્ટાંત - વારાણસી નગરીમાં પધોતર નામે રાજા ન્યાયયુક્ત સુખપૂર્વક પ્રજાનું પાલન કરતો હતો. એકદા ગુરુ ભગવંતની દેશના સાંભળીને પૂછ્યું હે ભગવંત! હું આ રાજ્યલક્ષ્મી તથા સ્વરૂપવાન સ્ત્રીઓ કયા પુણ્યપ્રભાવ પામ્યો છું? તે કૃપા કરી કહો. ગુરુ કહે હે નૃપતિ! તું પૂર્વભવમાં એક શેઠનો નંદન નામે દાસ હતો. એક દિવસ સુંદર વિકસિત કમળ લઈ તું શેઠના ઘરમાં જતો હતો, તેવામાં કોઈ ચાર કુમારિકાઓએ તે કમળ જોઈને કહ્યું આવું સુંદર કમળ તો ખરેખર જિનેશ્વરની પૂજાને યોગ્ય છે. તે સાંભળી તેઓ પ્રત્યે હર્ષ પામી તું બોલ્યો કે તમે કહો છો તે સત્ય છે. પછી તું સ્નાન કરી પવિત્ર વસ્ત્રો પહેરી અત્યંત ભાવપૂર્વક તે કમળવડે પરમાત્માની પૂજા કરી. તેની અનુમોદના ચારે કુમારિકાઓએ કરી. તેના પ્રભાવે ત્યાંથી દેહ છોડી તું પૌોતર રાજા થયો, અને તે ચારે કુમારિકાઓ તારી પત્નીઓ થઈ છે. તે સાંભળી રાજા જાતિસ્મરણજ્ઞાન પામ્યો. તેથી વૈરાગ્ય આવવાથી રાજા તથા ચારે રાણીઓએ ગુરુ ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી. રાજા અગ્યાર અંગના પાઠી થયા. એકદા શ્રી ગુરુ પાસે જ્ઞાનવૃદ્ધ, તપસ્વી અને વયોવૃદ્ધની ભક્તિ કરવાથી આત્મા નિર્મળ થઈ ઉચ્ચ ગોત્ર અને તીર્થંકર પદની પ્રાપ્તિ કરે છે. તે સાંભળી રાજર્ષિએ અભિગ્રહ લીધો કે હું જીવું ત્યાં સુધી નિરંતર વૃદ્ધ સાધુઓની સેવા ભક્તિ કરીશ. પછી આહારપાણી વગેરે લાવી તેમની ભક્તિ કરવા લાગ્યા. તેના ફળ સ્વરૂપ તીર્થકર ગોત્રનો નિકાચિત બંઘ કરી સમાધિપૂર્વક દેહ ત્યાગી મહાશુક્ર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પદ પામી અનંત અવ્યાબાધ એવા મોક્ષપદને પામશે. |૮ાા.
સન્શાસ્ત્ર-બોઘ અતિ નિર્મળ ઉર રાખે, ચારિત્ર શુદ્ધ પરિણામથી પાળી, દાખે સન્શાસ્ત્ર-અર્થ ઉપકાર થવા જનોને; છઠ્ઠું પદે વિનય વાચક-વર્યનો એ. ૯
અર્થ :- ૬. ઉપાધ્યાય ભક્તિ – સમસ્ત શ્રત રહસ્યના જાણ, આત્મજ્ઞાની એવા ઉપાધ્યાય, જે સન્શાસ્ત્રના બોઘને અતિ નિર્મળપણે પોતાના હૃદયમાં ઘારી રાખે, અને શુદ્ધભાવથી ચારિત્ર પાળી બીજાને પણ સન્શાસ્ત્રના અર્થનો ઉપદેશ આપી ઉપકાર કરે, એવા વર્ય એટલે શ્રેષ્ઠ વાચક એટલે ઉપાધ્યાય પદનો વિનય કરવો એ તીર્થકરપદપ્રાપ્તિનું છઠ્ઠું સ્થાનક જાણવું.
મહેન્દ્રપાલ રાજાનું દ્રષ્ટાંત :- સોપારકપટ્ટણ નામે નગરમાં રાજા મહેન્દ્રપાલ રાજ્ય કરતો હતો.