________________
૧૮૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ તો બાહ્ય તેમજ અંતરંગ પરિગ્રહની ગ્રંથિથી રહિત નિગ્રંથ મુનિ છે. તેઓ બાર પ્રકારના તારૂપી કિરણોની શ્રેણિને આદરી કર્મોના સમૂહને બાળનારા છે. તેઓ ઉપસર્ગ અને બાવીસ પરિષહને જીતી સંયમમાં અતિ રાગ રાખનારા છે. જે બેતાલીસ દોષ રહિત નિયમોના પાલનસહિત શુદ્ધ ભિક્ષા લે છે. જો શુદ્ધ ભોજન ન મળે તો મનનું દમન કરી તપની વૃદ્ધિ થઈ એમ માનનારા છે. ૩૪.
સાધુ સમાન આચાર્ય, ઉપાધ્યાય આચરે રે, ઉપાડ આત્માનુભવ, શુદ્ધ ભાવ મુમુક્ષુતા સૌ ઘરે રે; મુમુક્ષુ ભેદો જણાય જે અલ્પ તે બાહ્ય-પ્રઘાનતા રે, તે
અંતરની મૅળ શુદ્ધિ, તેમાં તો સમાનતા રે. તેમાં ૩૫ અર્થ :- સાધુ ભગવંત સમાન આચાર્ય, ઉપાધ્યાય ભગવંત પણ આત્માનુભવ કે શુદ્ધ ભાવ કે મુમુક્ષતાને તો સર્વ ઘારણ કરીને જ રહેલા છે. પણ આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ ભગવંતો વચ્ચે કંઈપણ જે અલ્પ ભેદો જણાય છે, તે માત્ર બાહ્ય પ્રઘાનતાના છે. જ્યારે અંતરની મૂળ આત્મશુદ્ધિમાં તો ત્રણેયની સમાનતા છે. [૩પા.
જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ પરિણામ ભેદથી રે, પરિ ભેદાનભેદ અનેક અપેક્ષા વિશેષથી રે; અપેક્ષા કોઈ આચાર્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિ કદી ઘરે રે, વિશુદ્ધિ
જઘન્ય, મધ્યમ વિશુદ્ધિ ફરી વળી આદરે રે. ફરી ૩૬ અર્થ :- છતાં તેઓની અંતરંગ શુદ્ધિમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ પરિણામના ભેદ જરૂર છે. એમ અપેક્ષાથી જોતાં તેના અનેક વિશેષ પ્રકારે ભેદ પ્રતિભેદ થઈ શકે છે. જેમ કે કોઈ આચાર્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિને કદી ઘારણ કરેલા હોય અને વળી કદી જઘન્ય, મધ્યમ વિશુદ્ધિને પણ ફરી પામેલા હોય. તેમ કોઈ સાધુ ભગવંત પણ આચાર્ય ઉપાધ્યાય ભગવંત કરતાં વિશેષ વિશુદ્ધિને પામેલા પણ હોઈ શકે છે. If૩૬ાા
સંજ્વલન કષાય જ હેતુ ન ઉપદેશાદિ ગણો રે, નવ બાહ્ય નિમિત્ત ન મુખ્ય, કર્મોદય મેંળ ભણો રે; કર્મો બાહ્ય કારણ કહે કોઈ કર્મ-ઉદય તણું રે, કર્મ,
મોહથી ઍરિપદ જે ચહે તેને જ તેમ ગયું રે. તેને ૩૭ અર્થ - મનની વિશુદ્ધિમાં જે ઓછાવત્તાપણું થાય તેનું કારણ સંજ્વલન કષાય ભાવો છે; નહીં કે ઉપદેશ અથવા આદેશ. બાહ્ય નિમિત્તની તેમાં મુખ્યતા નથી પણ સંજ્વલન કષાય આદિ કમોંદય તેમાં મૂળ કારણ છે એમ જાણો. કોઈ કહે–આચાર્યને ઉપદેશ અથવા આદેશ આપવો પડે એવા બાહ્ય કારણથી તેમની દશા મધ્યમ કે જઘન્ય થઈ જાય; પણ તેમ થવામાં ખરેખર કારણ કષાયાદિભાવારૂપ કર્મનો ઉદય છે. છતાં મોહથી જે આચાર્યપદને ઇચ્છે તેની દશા ઉપદેશ અથવા આદેશથી મધ્યમ કે જઘન્ય થઈ શકવા યોગ્ય છે. (૩ના