________________
(૫૭) માથે ન જોઈએ ભાગ-૧
૬ ૩
મારા ચિત્તને અંતર્મુખ કરીને કહું છું કે “માથે કોઈ ન જોઈએ” અર્થાત્ કિંચિત્ પણ પરાધીનતા ન જોઈએ, સંપૂર્ણ આત્મસ્વતંત્રતા જોઈએ. કારણ પર-આધીનતા એ જ દુઃખ છે અને સ્વાધીનતા એ જ સુખ છે. આઠદ્રષ્ટિમાં પણ કહ્યું છે કે – “સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ;”જગતમાં રહેલા સર્વ જીવો કમની પરાધીનતાથી મુક્ત થઈ, સંપૂર્ણ આત્મસ્વતંત્રતાને પામો એમ ઇચ્છું છું. ////
શ્રી રાજગૃહ નગરે કરે શ્રેણિક રાજા રાજ્ય જ્યાં, ગોભદ્ર શેઠ ઘનાઢય ને ભદ્રા સતી શેઠાણી ત્યાં સુ-સ્વપ્ર શાળ ક્ષેત્રનું શેઠાણીને આવ્યું હતું
જે ગર્ભ યોગે, નામ શાલિભદ્ર રાખ્યું છાજતું. ૨ અર્થ - જેને સ્વતંત્રતાનો ભાવ ઊપજ્યો એવા પુણ્યશાળી શ્રી શાલિભદ્રની કથાનું વર્ણન કરે છે. શ્રી રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરે છે. તે જ નગરમાં ઘનાઢ્ય શેઠ ગોભદ્ર અને સતી એવી શેઠાણી ભદ્રા નિવાસ કરે છે. રાત્રે ભદ્રા શેઠાણીને ઉત્તમ ગર્ભના કારણે શાળી એટલે ડાંગરના ક્ષેત્રના સ્વપ્નમાં દર્શન થયા. તેથી સુપુત્રનો જન્મ થયે તેનું શુભ નામ પણ શાલિભદ્ર રાખવામાં આવ્યું.તારા.
સર્વે કળા શીખ્યા પછી મોટો થયે પરણાવિયો, બત્રીસ શ્રેષ્ઠી-પુત્રીઓનો પુણ્યથી સ્વામી થયો. વૈરાગ્ય પામી મુનિ થયા ગોભદ્ર શેઠ બધું તજી,
દીક્ષા ગ્રહી વીરની કને સંયમ ઑવન શીખે હજી. ૩ અર્થ - શાલિભદ્ર સર્વ કળાઓ શીખી મોટો થયો, તેથી પરણાવ્યો. તે બત્રીસ શેઠની પુત્રીઓનો પુણ્યયોગે સ્વામી થયો. હવે શાલિભદ્રના પિતા ગોભદ્ર બધું તજીને વૈરાગ્ય પામી મુનિ બન્યા. ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરીને હજી સંયમ જીવન કેમ જીવવું તે શીખતા હતા. [૩]
ત્યાં આયુ પૂર્ણ થતાં સમાધિ સહિત વરતા સુરગતિ, ને પૂર્વ સંસ્કારો વડે પ્રતિ પુત્રની અતિ જાગતી. તે દિવ્ય વસ્ત્રાભરણ આદિ પુત્રને હંમેશા દે,
અતિ સૌખ્ય-સામગ્રી દઈ શિરછત્ર સમ સંભાળ લે. ૪ અર્થ :- સંયમ જીવન શીખતા હતા તેટલામાં તેમનું આયુષ્ય પૂર્ણ થવાથી સમાધિસહિત મરણ પામી દેવગતિને વર્યા. ત્યાં પૂર્વ સંસ્કારોના કારણે પુત્ર શાલિભદ્ર પ્રત્યે અત્યંત પ્રીતિ જાગૃત થઈ. જેથી પુત્રને અર્થે દેવલોકમાંથી પ્રતિદિન દિવ્ય વસ્ત્ર, આભૂષણ વગેરે મોકલવા લાગ્યા. અત્યંત સુખ સામગ્રી મોકલી પિતા શિરછત્ર સમાન બની ત્યાં રહ્યા રહ્યા પણ પુત્રની પુરી સંભાળ કરવા લાગ્યા. દેવલોકમાંથી પ્રતિદિન નવ્વાણું પેટીઓ મોકલતા, તેનું કારણ શાલિભદ્રનો પુણ્ય પ્રતાપ હતો. [૪]
કો રત્નકંબલ વેચનારો રાજ-દરબારે ગયો, કારીગરી ઉત્તમ હતી, રાજા ઘણો રાજી થયો. એક્કેક કંબલની કરે તે લાખથી વધુ માગણી, મોંઘી ઘણી ગણી ના લીથી; એ વાત રાણીએ સુણી. ૫