SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- એક દિવસ કોઈ રત્નકંબલ વેચનારો રાજાના દરબારમાં આવ્યો. રત્નકંબલની કારીગરી ઉત્તમ જોઈને રાજા ઘણો રાજી થયો. વ્યાપારીએ એક્કેક કંબલની કિંમત લાખ સુવર્ણથી પણ વધારે કહી. તેથી રાજાને તે ઘણી મોંઘી લાગવાથી લીધી નહીં. એ વાત રાણીએ પણ સાંભળી. પાા વ્યાપારીએ વેચી દથી સોળે ય ભદ્રા નારીને, લઈ લાખ લાખ સુવર્ણ સિક્કા સામટી લેનારીને; રાણી તણા અતિ આગ્રહે તેડ્યો નૃપે વ્યાપારને, તેણે કહ્યું: “શ્રેષ્ઠી ગૃહે સૌ વ્હોરી સસ્તી ઘારીને. ૬ અર્થ :- વ્યાપારીએ સોળેય રત્નકંબલોને ભદ્રા શેઠાણીને ત્યાં વેચી. સામટી બઘી લેવાથી લાખ લાખ સોનામહોરમાં આપી દીધી. હવે રાણીના અતિ આગ્રહથી શ્રેણિક રાજાએ ફરીથી વ્યાપારીને બોલાવ્યો. ત્યારે તેણે કહ્યું કે શાલિભદ્ર શેઠના ઘરે સસ્તી જાણીને બધી રત્નકંબલો લઈ લીધી છે. કા. શેઠાણીએ માગી અધિક, વળ દામ સૌ સામે ઘર્યા, નહિ અઘિક મારી પાસે તેથી ખંડ બત્રીસે કર્યા; ભદ્રા વધૂ-બત્રીસને એકેક આપે નિજ કરે, લૂછી ચરણ ખાળે તજે તે ભંગ-નારી વાપરે.” ૭ અર્થ - વ્યાપારી શ્રેણિક રાજાને કહે છે કે ભદ્રા શેઠાણીએ તો વધારે માગીને તેના દામ પણ સામે ઘર્યા હતા. પણ મારી પાસે વધારે નહીં હોવાથી તે સોળ રત્નકંબલના બત્રીસ ટુકડા કર્યા અને ભદ્રા શેઠાણીએ પોતાની બત્રીસ પુત્રવધુને પોતાના હાથે એકેક ટુકડો આપ્યો. તેમણે પોતાના પગ લૂછી ખાળમાં નાખી દીઘા. હવે તેને ભંગીની સ્ત્રીઓ વાપરે છે. શા તે વાત જાણી વિસ્મયે રાજા વિચારે : “ઘન્ય છે! જો રત્નકંબલ ભોગવે તો વણિક નહિ સામાન્ય તે. આવા નરો મુજ નગરમાં મુજ કીર્તિને વિસ્તારતા, મળવું ખરે તેને હવે જે દિવ્ય સંપદ ઘારતા.”૮ અર્થ - તે વાત જાણીને શ્રેણિક રાજા આશ્ચર્ય પામી વિચારવા લાગ્યા કે ઘન્ય છે! આવા રત્નકંબલના ભોગવનારને. એ કોઈ સામાન્ય વણિક નથી. આવા મનુષ્યો મારા નગરમાં વસવાથી મારી કીર્તિને પણ વિસ્તારે છે. આવી દિવ્ય સંપત્તિના ઘારક પુણ્યશાળીને મારે અવશ્ય મળવું જોઈએ. IIટા નૃપ શેઠ શાલિભદ્રને બોલાવવા દૂત મોકલે, પણ આવી ભદ્રા બોલીઃ “નૃપવર, પુત્ર વ્હાર ન નીકળે; કૃપા કરીને તાતજી! મુજ અરજ આ હૃદયે ઘરો આજે જ આપ પઘારીને અમ આંગણું પાવન કરો.” અર્થ - રાજા શ્રેણિકે શેઠ શાલિભદ્રને બોલાવવા દૂત મોકલ્યો. ત્યારે ભદ્રા શેઠાણીએ આવીને કહ્યું કે રાજેશ્વર, મારો પુત્ર કોઈ દિવસ બાહર નીકળતો નથી. માટે કૃપા કરીને પિતા તુલ્ય એવા મહારાજા! આપ મારી અરજને હૃદયથી સ્વીકારી આજે જ પથારીને અમારું આંગણું પાવન કરો. ગાલા
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy