________________
૧૩૬
પ્રાવધ-વિવેચન ભાગ-૨
સર્વજ્ઞદેશિત સદા કરવી ક્રિયા સત્, તે તેરમું પદ ઉરે ઘરવાની દ્યાનસ્; છે જ્ઞાનનું ફળ રુચિ કરણી ભણી તે; ક્રિયારુચિ શુક્લપક્ષી ગણ્યા ગુણી એ. ૧૬
અર્થ :- ૧૩, નિરતિચાર ક્રિયાપદ :– નિજ આત્મસ્વરૂપને જે પ્રાપ્ત કરાવે તેવી કરણી તે જ ખરી ક્રિયા છે. તે સર્વ શુભ ક્રિયાઓ આત્મશુદ્ઘિના લક્ષપૂર્વક હોવી જોઈએ. સર્વશ પુરુષો દ્વારા ઉપદેશિત સત્ એટલે આત્માને પ્રાપ્ત કરાવે અથવા ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ પ્રગટાવે તેવી ક્રિયા સદા કરવી જોઈએ. આ તેરમું તીર્થંકરપદ પ્રાપ્તિનું સ્થાનક ઘારણ કરવાની મનમાં ઘાનત એટલે સાચી ભાવના હોવી જોઈએ. ‘જ્ઞાનસ્ય ફળ વિરતિ' જ્ઞાનનું ફળ ત્યાગ છે, અર્થાત્ જ્ઞાનનું ફળ ધર્મ આરાઘવાની રુચિ કે વસ્તુના ત્યાગ ભણી આવવું જોઈએ. જેને એવી નિરતિચાર ક્રિયા કરવાની રુચિ પ્રગટ થઈ તેને ગુણવાન અને શુક્લપક્ષી જીવો ગણ્યા છે.
હરિવાહન રાજાનું દૃષ્ટાંત – સંકેતપુર નગરમાં હરિવાન રાજા રાજ્ય કરતો હતો. તે સર્વ :- · કાર્યમાં નિપુણ હોવા છતાં ધર્મક્રિયા કરવામાં અતિશય પ્રમાદી હતો. એકદા ગુરુ મહારાજે દેશનામાં જણાવ્યું કે જે ભવ્ય પ્રાણી પ્રમાદરહિત થઈ ધર્મક્રિયામાં ઉદ્યમી થાય તે પ્રાણી અલ્પ સમયમાં લોકોત્તર એવી મોક્ષ લક્ષ્મીને પામે છે. તે સાંભળી વૈરાગ્ય પામી રાજાએ ચારિત્ર અંગીકાર કર્યું. ગુરુમુખથી તીર્થંકર નામકર્મના તેરમા પઠનું માહાત્મ્ય સાંભળી હર્ષપૂર્વક નિર્મળ ચિત્તથી નિરતિચાર ક્રિયાપદને પ્રમાદરહિત, નિકષાયભાવે સેવતાં, નિરંતર મૌન ગ્રહી, ઉજ્જ્વલ લેશ્યાથી શુભ ધ્યાન ધ્યાવતાં શ્રી હરિવાનમુનિએ જિનનામકર્મ ઉપાર્જન કરી પોતાનું જીવન ધન્ય કર્યું. ।૧૬।।
અગ્નિી કુંદનસમો સુતપે વિશુદ્ધ, આત્મા ક્ષમા ઘી રહે સહજાત્મતૃપ્ત; તે ચૌદમા તપપદે કરવા પ્રયત્ન શક્તિ બઘી અરીં હું ખરીદું સુરત્ન. ૧૭
અર્થ :– ૧૪. તપપદ - ‘તપ: નિર્જરા ચ' કર્મોની નિર્જરા માટે ભગવંતે બાર પ્રકારના તપ કહ્યાં છે. તે યથાશક્તિ આત્માર્થે આરાથવા, અગ્નિથી જેમ કુંદન એટલે સોનું શુદ્ધ થાય, તેમ ગુરુ આજ્ઞાએ કરેલ આત્માર્થના લક્ષપૂર્વકનું સુતપ આત્માની વિશેષ શુદ્ધિ કરે છે. તપ આરાધતા કર્મના ઉદયમાં ક્ષમા ઘારણ કરીને પોતાના સહજાત્મસ્વરૂપમાં જ તૃપ્તિ માની જે શાંત રહે તે જ ખરા તપના આરાધક છે. એવા તીર્થંકરપદ પ્રાપ્તિના ચૌદમા તપપદને આરાધવા બધી શક્તિ અર્પી, શુદ્ધાત્મરૂપ સમ્યક્ રત્નને ખરીદ કર્યું.
કનકકેતુ રાજાનું દૃષ્ટાંત = નક્રકેતુ રાજાના શરીરમાં તીવ્ર દાવર ઉત્પન્ન થયો. અનેક ઉપચારો કર્યા છતાં વ્યાધિ શાંત થયો નહિ. તેથી વિચાર આવ્યો કે સર્વ જીવ સુખને ઇચ્છે છે, પણ તે સુખ ધર્મારાધન વિના પ્રાપ્ત થતું નથી. માટે જો આ દાજ્વર શાંત થાય તો સવારે પ્રવાં અંગીકાર કરીશ. આવા વિચારથી કર્મો ઉપશમી જઈ વ્યાધિ શાંત થઈ ગયો. સવારે મંત્રી વગેરે સર્વને જણાવી ચારિત્ર ગ્રહણ કર્યું, એકદા શ્રી ગુરુએ ઉપદેશમાં જણાવ્યું કે જે તપપદનું ક્ષમાસહિત આરાધન કરે તે ક્લિષ્ટ કર્મોનો પણ નાશ કરે છે, તે સાંભળી કનકકેતુ મુનિએ ઘોર અભિગ્રહ ઘારણ કર્યો કે જ્યાં સુધી આ કાયા ટકે ત્યાં સુધી મારે નિરંતર બાર પ્રકારના તપ કરવા. બાહ્યતપમાં જઘન્ય ત્રણ ઉપવાસથી માંડી છ માસ સુઘી તપશ્ચર્યા કરવી અને પારણામાં આયંબિલ કરવું. એકવાર પરીક્ષા કરવાથી છ મહિના સુધી શુદ્ધ આહાર ન મળવા છતાં પણ વિષાદરહિતપણે ક્ષમાભાવથી સર્વ સહન કર્યું. તેના ફળ સ્વરૂપ તીર્થંકરનામકર્મ ઉપાર્જી જીવન સાર્થક કર્યું. ।।૧૭।।