SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૦) (ચાર) ઉદયાદિ ભંગ-૨ ૧૦૩ છે. એક સદ્ભાવ સત્તા અને બીજી સંભવ સત્તા. જે જીવો તેજ ભવે મોક્ષમાં જવાના છે તે જીવોનો સમાવેશ સદ્ભાવ સત્તામાં થાય છે. અને જે જીવોને આયુષ્યના બંઘનો સંભવ છે તે જીવોનો સમાવેશ સંભવ સત્તામાં થાય છે.૩૪ અપૂર્વથી ઉપશાંત સુધીમાં સંભવે, હો લાલ સુધીમાં સાયિક સમ્યગ્દષ્ટિ ક્ષય સાતનો કરે હો લાલ ક્ષય ૩૫ અર્થ :— તે ૧૪૨ પ્રકૃતિઓ આઠમા અપૂર્વગુણસ્થાનકથી અગ્યારમા ઉપશાંતમોહ નામના ગુણસ્થાન સુધી સત્તામાં સંભવે. હવે ક્ષાયિક સમ્યસૃષ્ટિ તો અનંતાનુબંધી ૪ તથા મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વ મોહનીય મળીને કુલ સાતેય પ્રકૃતિઓનો ક્ષય કરે છે. ।।૩૫।। ચોથી સૌ અધિક એકતાળીસ ઘરે હો લાલ એકતાનું ચરમ-શરીરી જો હોય, ન નવીન આર્યે ઘરે હો લાલ નં૦ ૩૬ અર્થ :તે ક્ષાયિક સમ્યદૃષ્ટિ જીવ સાતેય પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરેલી હોવાથી ચોથા ગુણસ્થાનકથી જ તે ૧૪૧ પ્રકૃતિની સત્તાવાળો હોય છે. પણ જે ચરમશરીરી એટલે તે જ ભવે મોક્ષ જનાર હોય તે નવા આયુષ્યકર્મનો બંઘ કરતો નથી. ।।૩૬।। ચરમશરીરી સુદૃષ્ટિ જ્ઞાયિક ચતુર્થથી હો લાલ ક્ષાયિક ત્રણે આયુરહિત, બીજી સાત ક્ષય કરી હો લાલ બીજી ૩૭ અર્થ :– ચરમશરીરી ક્ષાયિક સભ્યષ્ટિ જીવ ચોથા ગુણસ્થાનથી નરકાયુ, તિર્યંચાયુ અને દેવાયુ રહિત હોય. અને સાત પ્રકૃતિ તે અનંતાનુબંધીની ચાર તથા મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ મોઇનીયની એ ૩ મળીને કુલ દસ પ્રકૃતિ ચરમશરીરને સત્તામાં હોતી નથી. ।।૩૭।। સો ને આડત્રીસ ઘરે સત્તા વિષે હો લાલ ઘરે સત્તા પ્રથમ ભાગ પર્યંત નવમા ગુણ-પદે હો લાલ નવમા ૩૮ અર્થ :- ઉપરોક્ત દશ પ્રકૃતિઓના ક્ષયથી ૧૩૮ પ્રકૃતિ તેને સત્તામાં હોય છે. તે ચોથા ગુણસ્થાનકથી લઈને નવમા અનિવૃત્તિ ગુણસ્થાનના પહેલા ભાગ સુધી જાણવી. ।।૩૮।। સાયિકવૃષ્ટિ ન હોય તે ચરમશરીરીને હો લાલ તે સો ને પિસ્તાલીસ, ચોથેથી સાતમે હો લાલ ચોથે૦ ૩૯ અર્થ :– હવે જે ક્ષાયિક સમ્યદૃષ્ટિ ન હોય પણ ઉપશમ કે ક્ષયોપશમવાળો હોય અને ચરમશરીરી હોય તેને નરકાયુ, તિર્યંચાયુ અને દેવાયુ એ ત્રા પ્રકૃતિ સત્તામાં હોય નહીં. તેથી તે ચોથા ગુણસ્થાનથી સાતમા અપ્રમત્ત ગુણસ્થાન સુધી ૧૪૫ પ્રકૃતિની સત્તાવાળો હોય છે. તાલા સો ને આડત્રીસ કહી નવમા ગુણે હો લાલ કહી બીજી સોળ ન હોય, બીજા વિભાગમેં – હો લાલ બીજા ૪૦ = અર્થ :- ચરમશરીરી ક્ષાયક સમકિતી ક્ષેપક શ્રેણિ માંડનારને નવમા ગુણસ્થાનકના પહેલા ભાગમાં ૧૩૮ પ્રકૃતિની સત્તા કહી. હવે તેથી આગળ વધી નવમા અનિવૃત્તિકરણના બીજા ભાગમાં આવે
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy