________________
૪ ૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અગ્નિમાં પેસીને મરે, પણ લીધું વ્રત, ઘર્મી ન તોડતો;
અખંડિત શીલવંતનું ભલું મરણ, જીંવન ભૂંડું ભ્રષ્ટ જો. ૩૬ અર્થ - ઘર્માત્મા જીવો અગ્નિમાં પેસીને પણ મરે પણ લીધેલા વ્રતને કદી તોડે નહીં. અખંડિત એવા શીલવંતનું આવું મરણ પણ ભલું છે, પણ વ્રતથી ભ્રષ્ટ થઈને જીવવું તે ઘણું ભૂંડું છે. ૩૬
કર્મ કરે જીવ એકલો, ફળ એકલો અનુભવે, સહે,
જો જન્મે એકલો મરે, પરલોકે પણ એકલો રહે. ૩૭ અર્થ – જીવ એકલો પોતાના કર્મોને કરે છે. તેના ફળો પણ તે એકલો અનુભવે છે. તે ફળમાં થતાં સુખદુઃખને એકલો સહન કરે છે. જન્મ પણ એકલો અને મરે પણ એકલો છે. પરલોકમાં પણ એકલો જ જઈને રહે છે; તેની સાથે કોઈ આવતું નથી. ૩ળા
શ્રીમદ્ રાજચંદ્રને નમું કૃપાપ્રસાદ અખંડ ચાખવા,
ઉપકારો હું સ્મર્યા કરું મોક્ષ-માર્ગમાં ભાવ રાખવા. ૩૮ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને હું ભક્તિભાવે તેમની કૃપાપ્રસાદીને અખંડ રીતે ચાખવા માટે નમસ્કાર કરું છું. તેમ જ મોક્ષમાર્ગમાં મારા ભાવો સદા જાગૃત રહે તે અર્થે તેમના ઉપકારોને હું સદા સ્મર્યા કરું છું; એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી પોતાની અંતર ભાવનાને પ્રગટ કરે છે, જે આપણા માટે માર્ગદર્શકરૂપ છે. [૩૮]
પ્રજ્ઞાવબોઘના પાઠ ૫૪માં “વૈતાલીય અધ્યયન'માં કર્મોને નષ્ટ કરવાનો ઉપદેશ કર્યો. હવે આ પાઠમાં જગતમાં ઘન કુટુંબાદિ સર્વ સંયોગોનું અનિત્યપણું છે, કોઈ પદાર્થ શાશ્વત નથી, તો તેના નિમિત્તે રાગ દ્વેષ કરી, ફરી નવા કમોં બાંઘી, જીવે શા માટે ચારગતિમાં રઝળવું જોઈએ? તે જગતના પદાર્થોનું કેવી રીતે અનિત્યપણું છે તે સ્પષ્ટ બતાવવા આ પાઠમાં દ્રષ્ટાંતોથી સમજાવવામાં આવે છે :
(૫૫) સંયોગનું અનિત્યપણું
(રાગ–હાં રે મારે ઘર્મ જિગંદબું લાગી પૂરણ પ્રીત જો, જીવલડો લલચાણો જિનજીની ઓળગે રે લોએ રાગ)
હાં રે મારા રાજપ્રભુ તુમ પદમાં કરું પ્રણામ જો, વાસ સદા એ અવિચળ પદમાં આપજો રે લોલ; હાં રે કોઈ ઠેકાણું નથી ઠરવાનું જગમાંય જો,
ક્ષણ ક્ષણ ક્ષણભંગુરતા-દવ આ વ્યાપતો રે લોલ. ૧ અર્થ - મારા પરમકૃપાળુ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું ભક્તિભાવે પ્રણામ કરું છું. આપ જે અવિચળ એટલે સ્થિર આત્મપદમાં નિવાસ કરો છો, તે જ પદમાં મને પણ સદા નિવાસ આપજો. એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે. આ જગતમાં તો આત્મશાંતિ પામવાનું કોઈ ઠેકાણું દેખાતું નથી, કેમકે