________________
(૫૪) વૈતાલીય અધ્યયન
४७
મોક્ષરૂપ અમૂલ્ય રત્નને ગ્રહણ કરો. ૨૯
કોટિ ભવે ના મળેલ તે માનવ ભવ પામે પ્રમાદ શો!
ગયું આયુ ના ફરી મળે ઇન્દ્રને ય, મોહે ન ઊંઘશો. ૩૦ અર્થ - કરોડો ભવમાં પણ ન મળેલ એવો માનવભવ પામ્યા છતાં હવે પ્રમાદ શો કરવો? વીતી ગયેલું આયુષ્ય ઇન્દ્રને પણ પાછું મળતું નથી. માટે હવે તમે મોહનીંદ્રામાં ઊંઘશો નહીં પણ જાગૃત થઈ જાઓ. ૩૦
નેહમયી બેડ જો જડી માતપિતા, પુત્રાદિ નામની;
વિના શૃંખલા ય કેદમાં પરાથીનતા દેખ કામની. ૩૧ અર્થ - પ્રેમમયી એવી બેડી માતા, પિતા, પુત્ર, સ્ત્રી આદિના નામની તારા પગમાં જડેલી છે તે તું જો. તે બેડી શૃંખલા એટલે સાંકળ વગરની હોવા છતાં તને કેદમાં નાખી દીઘો. એવી આ કામવાસનાની પરાધીનતાને તો જરા દેખ. /૩૧ાા.
સમતાથી દુઃખ ના ખમે ગૃહસુખ સંતોષે તજે ન આ,
વેઠે શીતોષ્ણ વાયરો, સહે ક્લેશ તપ કાજ ના જરા. ૩૨ અર્થ :- આવેલ દુઃખને સમતાથી ખમી શકતો નથી અને ઘરના દુઃખમાં સુખ માની સંતોષ રહે છે; પણ તેને તજવાની ઇચ્છા કરતો નથી. શીત કે ઉષ્ણ વાયરાની જેમ ઘરના બધા ક્લેશને સહન કરે છે પણ આ જીવ કર્મની નિર્જરાર્થે તપને માટે કાયક્લેશ સહન કરવા તૈયાર નથી. IT૩૨ાા
ઘનના ધ્યાને રહે સદા નિર્ત તત્ત્વ ના વિચારતો;
કર્યા કાર્ય સૌ સુખી થવા, વળ્યું ન કૅ; ગૃહે વ્યર્થ જીવતો. ૩૩ અર્થ :- હમેશાં ઘન મેળવવાના ધ્યાનમાં રહે છે. પણ માન-અપમાન, સુખ-દુઃખ, રાગ-દ્વેષરૂપ બંધ રહિત થવાનું તત્ત્વ ભગવાન બોઘે છે તેને જીવ વિચારતો નથી. આખી જિંદગીમાં સર્વ કાર્ય સુખી થવા માટે કર્યા પણ તેથી કાંઈ સુખ મળ્યું નહીં; છતાં ઘરમાં વ્યર્થ જીવન વ્યતીત કરે છે. ૩૩
દોષો યે ગુણ થાય જો, યોગ્ય પદે યોજાય ભાનથી
ભૂખે સૂકું શરીર જો તુચ્છ અન્ન, પટ જીર્ણ કે નથી. ૩૪ અર્થ – દોષો પણ ગુણરૂપ થઈ શકે છે. જો સમજણપૂર્વક તેની યોજના કરવામાં આવે તો. જેમકે સુસાધુનું તપસ્યાવડે કે તુચ્છ રસવગરના આહારવડે સૂકું શરીર છે અને જેના શરીર પર પટ એટલે કપડાં જિર્ણ છે અથવા કપડાં પણ નથી છતાં તે સુખી છે. ૩૪ના
લુખા કેશો શિરે ઊડે, ભૂમિ-શયન ના પાથરે કહ્યું,
એ આચારો સુસાઘુના દીસે ગૃહસ્થ દશા વિષે, પશુ. ૩૫ અર્થ – જે સુસાધુના લૂખાકેશ શિર ઉપર ઊડે છે. ભૂમિ ઉપર શયન કરે છે અથવા નીચે કંઈ પાથરતા પણ નથી છતાં સુખી છે. એવા આચારો સુસાધુના દેખાય છે. જ્યારે ગૃહસ્થ દશામાં તો કુટુંબના મોહે પરાધીન બનેલો એવો આ જીવ, પશુ જેવી દશાને ભોગવે છે. રૂપા