________________
४६
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
રહીને ભગવાન પાસે સાંભળી હતી એમ શ્રી સુઘર્માસ્વામી પોતાના શિષ્ય શ્રી જંબુસ્વામી વગેરેને જણાવે છે. રયા
ઉપસંહાર (સારાંશ) શ્રી સુઘર્મા સ્વામી શિષ્યને મહાવર કને સાંભળી કહે,
સૂત્રકૃતાંગે શ્રી જંબુને બહુમાનપણે તે ઉરે લહે. ૨૪ અર્થ - શ્રી સુઘર્માસ્વામીએ પોતાના શિષ્ય શ્રી જંબુસ્વામીને ભગવાન મહાવીર પાસે જે સાંભળ્યું તે કહ્યું. તે સૂત્રકૃતાંગ સૂત્રમાં આપેલ છે. તે બોઘને બહુમાનપણે સાંભળી શ્રી જંબુસ્વામીએ હૃદયમાં ઘારણ કર્યો. પારા
ટીકા શીલાંક સૂરિની, તેથી સમજી મૂળ ગ્રંથને,
યથાશક્તિ સાર આ લખું ગુજરાતીમાં છંદ-બંઘને. ૨૫ અર્થ :- સૂત્રકૃતાંગ સૂત્ર ઉપર શ્રી શીલાંકસૂરિએ ટીકા કરેલ છે. તે દ્વારા મૂળ ગ્રંથને સમજી યથાશક્તિ તેનો સાર આ ગુજરાતી ભાષામાં છંદબદ્ધ કરીને અત્રે લખું છું, એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે. રપા.
શ્રી શીલાંકસૂરિએ લઘાં અવતરણો ટીકા દીપાવવા,
તેમાંથી અલ્પ આ ગ્રહું અધ્યયન બીજું આ વિચારવા. ૨૬ અર્થ - શ્રી શીલાંકસૂરિએ ટીકાને દીપાવવા જે અવતરણો લીઘા તેમાંથી નીચે મુજબ થોડા અવતરણો આ બીજું અધ્યયન “વૈતાલીયને વિચારવા માટે ગ્રહણ કરું છું. ભરવા
પ્રથમ ખંડ હિત પામવા, તજવા અહિત, અનિત્યતા કળે;
બીજે તે માન મૂકવા, શબ્દાદિ અવગણી શકાદિ લે. ૨૭ અર્થ - તેમાંનો પ્રથમ ખંડ અથવા પ્રથમ ઉદ્દેશક તે આત્માને હિતમાં પ્રેરવા અને અહિતની નિવારવા માટે આયુષ્ય આદિની અનિત્યતાનો બોઘ આપનાર છે. બીજો ખંડ અથવા બીજો ઉદ્દેશક તે આઠ પ્રકારના મદ અથવા માન મૂકવા અર્થે તેમજ શબ્દાદિ પાંચ વિષયોની અવગણના કરી શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા આદિ સમકિતની યોગ્યતા પામવા માટે કહ્યો છે. રા.
ત્રીજે અજ્ઞાન-સંચિત કર્મો જ્ઞાને બાળી નાખવાં,
પ્રમાદ ને સુખ છોડવાં, જ્ઞાની વચનો ઉર રાખવાં. ૨૮ અર્થ - ત્રીજા ખંડમાં કે ત્રીજા ઉદ્દેશકમાં ભગવાને જે બોઘ કહ્યો છે તે અજ્ઞાન અવસ્થાએ સંચિત કરેલા કમોને આત્મજ્ઞાન દ્વારા બાળી નાખવા માટે કહ્યો છે. તેમજ પ્રમાદ અને ઇન્દ્રિયસુખોને છોડવા અર્થે, જ્ઞાની પુરુષોના વચનો હૃદયમાં જાગૃત રહે તેના માટે જણાવેલ છે. રા.
શિવસુખ-દાતા મનુષ્યનો ભવ ઘરી, ઘર્મ સત્ય સાંભળ્યો;
તો છોડો સુખ તુચ્છ આ, કામ-કાચ તજીં, મોક્ષ-રત્ન લ્યો; ૨૯ અર્થ :- શિવસુખદાયક એવા આ મનુષ્યભવને ઘારણ કરીને હે ભવ્યો! તમે જો સાચો આત્મધર્મ સાંભળ્યો હોય તો આ સંસારના તુચ્છ ઇન્દ્રિય સુખને છોડો. કામવાસનારૂપ કાચના કટકાને તજી હવે