SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪) વૈતાલીય અધ્યયન ૪ ૫ સમજું શરણું ન માનતા, દુઃખે મરણે જીવ એકલો, આવે ને જાય એકલો, દુઃખમાં પડાવે ન ભાગ કો. ૧૮ અર્થ - સમજુ પુરુષો ઉપરોક્ત સામગ્રીને શરણરૂપ માનતા નથી. પણ દુઃખમાં કે મરણ સમયે જીવ એકલો જ તે વ્યાધિને ભોગવે છે. એકલો જન્મ લે છે અને મરે પણ એકલો જ છે. તેના આ દુઃખમાં ભાગ પડાવનાર કોઈ નથી. ૧૮ાા જન્મ, જરા, મૃત્યુના ભયે આકુળવ્યાકુળ જો અઘર્મથી જીવો ચારે ગતિ વિષે વ્યક્તાવ્યક્ત દુઃખી સ્વકર્મથી. ૧૯ અર્થ :- સર્વ સંસારી જીવો અથર્મથી એટલે પોતાના આત્મસ્વભાવને મૂકી પરવસ્તુમાં મોહ મમતા કરવાથી જન્મ, જરા, મરણના ભયે સર્વ આકુળવ્યાકુળ છે. તે જીવો ચારે ગતિમાં વ્યક્ત કે અવ્યક્તપણે પોતાના કરેલા કર્મથી સદા દુઃખી છે. ૧૯ાા આ જ તક ખરી, વિચાર લે; બોધિ સુલભ નથી, કહેલ છે; સમ્યક જ્ઞાનાદિ પામીને બોધિદુર્લભતા વિચારજે. ૨૦ અર્થ :- આત્મકલ્યાણ અર્થે આ મળેલ મનુષ્યભવની તક અમૂલ્ય છે, યોગ્ય છે એમ વિચારી લે. કેમકે સમ્યક્દર્શનરૂપ બોધિ પામવી સુલભ નથી એમ ઋષભદેવાદિ સર્વ જિનેશ્વરોએ કહેલ છે. પ્રથમ સપુરુષ દ્વારા કારણરૂપ સમ્યકજ્ઞાનાદિ પામીને સમ્યક્દર્શનરૂપ બોધિની પ્રાપ્તિ કેટલી દુર્લભ છે તેનો વિચાર કરજે. ૧૨ના પૂર્વે તીર્થંકરો થયા, આગામ્ થશે, સર્વ સુવતી, તે કાશ્યપ-ઘર્મ પાળતા આ સમ્યક જ્ઞાનાદિ દે કથી - ૨૧ અર્થ :- પૂર્વકાળે અનંત તીર્થંકરો થઈ ગયા અને ભવિષ્યકાળમાં પણ થશે. તે બધા ઉત્તમ સુવ્રતને ઘારણ કરનાર હતા. તે સર્વ કાશ્યપ-ગોત્રી શ્રી મહાવીર સ્વામીના વીતરાગ ઘર્મને જ પાળતા હતા. તેથી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ઘર્મ ત્રણે કાળમાં આ એક જ મોક્ષમાર્ગ છે, બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. તેમનું બોઘેલું સમ્યકજ્ઞાન નીચે પ્રમાણે બોધ આપે છે. રિલા કે ત્રિવિશે જીવ ના હણો, આત્મહિતે ત્રિગુસિવંત હો, સ્વર્ગાદિ સુખો ન ઇચ્છતા; ત્રિકાળ સિદ્ધ અનંત એમ જો. ૨૨ અર્થ :- કે તમે મનવચનકાયાથી ત્રિવિશે કોઈપણ પ્રાણીને હણો નહીં; પણ આત્મહિત અર્થે સદા ત્રિગતિવંત જ રહો. અને ઘર્મ આરાધીને સ્વર્ગાદિ સુખોની કદી ઇચ્છા કરો નહીં તો સિદ્ધિ સુખને પામશો. આ પ્રમાણે વર્તવાથી ત્રણે કાળમાં અનંત જીવો સિદ્ધ ગતિને પામ્યા છે. સુરરા જ્ઞાતપુત્ર અર્હતે કહી સંપૂર્ણ જ્ઞાન-દર્શને લહી, આ ઉત્તમ સર્વ દેશના સુણી વિશાલામાં અમે રહી. ૨૩ અર્થ – જ્ઞાતકુળમાં હોવાથી જ્ઞાતપુત્ર એવા અર્હત્ એટલે પૂજવાયોગ્ય ભગવાન મહાવીરે સંપૂર્ણ જ્ઞાન-દર્શનવડે જાણીને ઉપરોક્ત દેશના અમને કહી હતી. તે ઉત્તમ સર્વ દેશના અમે વિશાલા નગરીમાં
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy