SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પ્રમાણભૂત માનવાથી કોણ કોનો પિતા અને કોણ કોનો પુત્ર એ કેવી રીતે સિદ્ધ થશે? |૧૧| મોહે મિંચાઈ દ્રષ્ટિ તે જ્ઞાને ખોલી, સત્ય માનજો, નહીં તો ભમી ય ભ્રાંતિમાં, ફરી ફરી દુઃખો દેખી થાકજો. ૧૨ અર્થ :- મોહથી મિંચાયેલી આ દ્રષ્ટિને સમ્યકજ્ઞાનથી ખોલી આ વાતને સત્ય માનજો. નહીં તો આત્મભ્રાંતિના કારણે સંસારમાં ભમી ફરી ફરી દુઃખો દેખી પછી થાકજો. ૫.પૂ.પ્રભુશ્રીજી કહે છે, પ્રભુ! આ તો થાક્યાનો માર્ગ છે. થાક્યો હોય તો બેસ, નહીં તો જા ચોરાશી લાખ જીવયોનિમાં એક આંટો ફરી મારી આવ. ૧૨ાા. સ્વકીય પ્રશંસા પૂંજા તજી જ્ઞાનાદિ સહ સંયમી બને, સ્વાત્મતુલ્ય સર્વ જીવને દેખી રહે સમદ્રષ્ટિ-સેવને. ૧૩ અર્થ - સાધુપુરુષો સ્વકીય એટલે પોતાની પ્રશંસા કે પૂજાને છોડી સમ્યકજ્ઞાનાદિ સાથે સંયમી બને છે તથા પોતાના આત્મા સમાન સર્વ જીવોને જોઈ, સર્વ પ્રત્યે સમાનદ્રષ્ટિ રાખી પ્રવર્તે છે અને એ જ મુનિનો ઘર્મ છે. ૧૩. ગૃહવાસે જે રહે જનો, ઘર્મ સુણી સમદ્રષ્ટિવંત તે ર્જીવરક્ષા પાળી અલ્પ, જો, સ્વર્ગ વરે સુંદ્રષ્ટિ સુવ્રતે. ૧૪ અર્થ - દીક્ષા યોગ્ય ભૂમિકાના અભાવે જે જીવો ગૃહસ્થાવાસમાં રહી ઘર્મ સાંભળી શ્રાવક ઘર્મ પાળીને સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિવાળો થાય અને જીવરક્ષાને અલ્પ પણ પાળી હિંસાથી નિવૃત્તે તો તે સમ્યક વૃષ્ટિ જીવ સુવ્રતના બળે સ્વર્ગલોકને પામે છે. ||૧૪મા જિનેશ તણા દેશના સુણી ઉદ્યમ સંયમ કાજ આદરો, સર્વત્ર તજી મદાદિ સૌ ભિક્ષાવિશુદ્ધિ ભિક્ષુ, આચરો. ૧૫ અર્થ - જિનેશ્વર ભગવાનની દેશના સાંભળીને સંયમને માટે હમેશાં ઉદ્યમવંત રહો અને સર્વત્ર જ્ઞાનમદ, તપમદ આદિને ત્યાગી વિશુદ્ધ આહાર જળ લઈને મુનિ શુદ્ધ ચારિત્રનું પાલન કરો. ૧પના ઘર્માર્થી, સર્વ જાણીને તપથી વીર્ય વઘારી વર્તતા, ત્રિગુપ્ત, સમ્યકત્વયુક્ત તે સ્વપર-મોક્ષાર્થી યત્ન સેવતા. ૧૬ અર્થ – સાચા ઘર્માર્થી સાઘુ, હેય ઉપાદેય તત્ત્વને જાણી તપ દ્વારા પોતાનું આત્મબળ વઘારી વર્તન કરે છે. તેમ જ મન વચન કાયાથી ગુપ્ત રહીને, સમ્યક્દર્શન સહિત પોતાના અને પરના આત્મકલ્યાણ અર્થે સદા પ્રયત્નશીલ રહે છે. [૧૬ના સ્વજન, પશુ, ઘનાદિ સર્વને શરણ અજ્ઞાની આમ માનતા કે રક્ષક હું તેમનો અને, - મુજ તે; પણ શરણું ન પામતા. ૧૭ અર્થ – અજ્ઞાની જીવો કુટુંબીઓને, પશુધનને કે ઘન આદિ વૈભવને આવી રીતે શરણરૂપ માને છે કે હું તેમનો રક્ષક છું અને આપત્તિકાળે તેઓ મારી રક્ષા કરશે. પણ અંતકાળે કોઈ કોઈને શરણરૂપ થઈ બચાવી શકતું નથી. ૧ળા
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy