________________
૧૮૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- હવે અવિરતિનું મૂળ કારણ મિથ્યાત્વ છે તે જણાવે છે. દર્શનમોહ એટલે મિથ્યાત્વના યોગે આ અજ્ઞાની જીવ શુદ્ધ આત્મસ્વરૂપના સ્વાદને જાણતો નથી. દર્શનમોહનો ક્ષય કે ઉપશમ થતાં આ જીવ સ્વઆત્મસુખના સ્વાદને પામે છે. દર્શનમોહ એ મોહનીયકર્મનો ભેદ છે. તેની મિથ્યાત્વમોહનીય. મિશ્રમોહનીય અને સમ્યમોહનીય એમ ત્રણ પ્રકૃતિઓ છે. એ પ્રકૃતિઓનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થવાની સાથે આત્મગુણના મુખ્ય ઘાતક એવા પ્રથમ અનંતાનુબંધી ક્રોઘ માન માયા લોભરૂપ કષાય ભાવો પણ જતાં રહે છે. તે અનંતાનુબંધી કષાય ભાવો જતાં બીજા બઘા કર્મોની તાકાત નિર્બળ થઈ જાય છે. રા
તેમ થવા વૈરાગ્ય વઘારો ઉપશમ કરો કષાય જોને, સદગુરુબોઘે વિચાર જાગે તો સ્વરૂપ ઓળખાય જોને. અવિરતિ સમ્યગ્દષ્ટિ સારો, વા સાધુ વિરતિવંત, જોને?
બાહ્ય વેશને લોકો માને, ગણતા પૂજ્ય, મહંત જોને - ૩ અર્થ - આત્મ અનભવનો સ્વાદ ચાખવા માટે વૈરાગ્ય એટલે અનાસક્ત ભાવોની વૃદ્ધિ કરો તથા ક્રોધાદિ કષાય ભાવોનું ઉપશમન કરો તો જીવમાં યોગ્યતા આવતાં સદગુરુના બોઘે ઉત્તમ વિચારદશા જાગૃત થઈ પોતાના આત્મસ્વરૂપની ઓળખાણ થશે.
આ જગતમાં અવિરતિ એટલે જેને ત્યાગવ્રત નથી પણ સમ્યગ્દર્શન છે તે સારો કે જેને માત્ર બાહ્ય વિરતિ એટલે સાધુપણું છે પણ સમ્યગ્દર્શન નથી તે સારો? જગતમાં તો લોકો બાહ્ય વેષધારી સાધુ પુરુષને પૂજ્ય અને મહાત્મા ગણે છે. “કોણ ભાગ્યશાળી? અવિરતિ સમ્યગ્દષ્ટિ કે વિરતિ?” (વ.પૃ.૧૫૯) વા
વિચારવાન વિચારી જુએ–શાથી ભવદુઃખ જાય જોને? વિરતિઘારીને પુણ્યકમાણી, નહીં નિર્જરા થાય જોને; સમ્યગ્દષ્ટિ અવિરતિ તોયે કર્મોથી મુકાય જોને,
જ્ઞાન અને વૈરાગ્ય વડે તે કર્મ કાપતો જાય જોને.૪ અર્થ - વિચારવાન પુરુષો વિચારી જુએ કે આ સંસારનું દુઃખ શાથી નાશ પામે? તે આત્મજ્ઞાન રહિત એવા બાહ્યત્યાગી સાધુ પુરુષથી કે સમ્યવ્રુષ્ટિ જ્ઞાની પુરુષથી? તેના ઉત્તરમાં જણાવે છે કે વિરતિઘારી એટલે સમ્યગ્દર્શન વગર બાહ્યત્યાગીને ક્રિયાના ફળમાં માત્ર પૂણ્યની કમાણી છે પણ સાચી કર્મની નિર્જરા નથી. જ્યારે ઉદયાથી વર્તતાં સમ્યવ્રુષ્ટિ મહાત્માઓ અવિરતિ એટલે વ્રતધારી ન હોવા છતાં પણ કર્મોથી મુકાય છે. કારણ કે તેમનામાં આત્મજ્ઞાન અને અનાસક્તભાવરૂપ વૈરાગ્ય હોવાથી તે પ્રતિ ક્ષણે વિવેકરૂપી છીણીવડે કર્મોને કાપતા જાય છે.
મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુથી અવિરતિપણું નિર્મળ થતું નથી, એટલે જતું નથી, પરંતુ જો મિથ્યાત્વપણું ખસે તો અવિરતિપણાને જવું જ જોઈએ એ નિઃસંદેહ છે; કારણ કે મિથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી મોહભાવ જતો નથી, મોહભાવ કાયમ છે ત્યાં સુધી અત્યંતર વિરતિપણું થતું નથી; અને પ્રમુખપણે રહેલો એવો જે મોહભાવ તે નાશ પામવાથી અત્યંતર અવિરતિપણું રહેતું નથી, અને બાહ્ય જો વિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તોપણ જો અત્યંતર છે તો સહેજે બહાર આવે છે.”(વ.પૃ.૭૪૮) //૪
સર્વ વિરતિ મુનિજન ઘારે, દેશવિરત ગૃહીં ઘાર જોને, યથાશક્તિ પ્રતિમારૂપ કે વ્રતધારણ વિચાર જોને;