________________
૧૪૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સુરગતિ વરી થોડા કાળે બની નર મુખ્ય એ
મુનિવર થયા જંબુસ્વામી, ગયા શિવપુર તે. ૧૮ અર્થ - ગુરુ પાસે જઈ મોહમાયાને ત્યાગી ફરી વ્રત આદરે છે. અને અતિશય તપમાં પ્રીતિ ઘારી હવે એવી ભૂલ કદી કરતા નથી. ત્યાંથી દેવગતિ પામી પાછા આવી નરોમાં મુખ્ય એવા શેઠને ઘેર અવતર્યા. આ ભવમાં દીક્ષા ગ્રહણ કરી મુનિઓમાં શ્રેષ્ઠ એવા તે જંબુસ્વામી થયા. ઉત્તમ આરાધનાવડે કેવળજ્ઞાન પામી તેઓ શિવપુર નગરીએ સિધાવ્યા. /૧૮ાા.
છૂપી છૂરી ઝીણી માયાચારી નડે સઘળે અતિ, વ્રત-નિયમમાં બારી કોરી નિરંકુશ વર્તતી; કર પર ફરે માળા, માયા હરે મન મોજમાં,
ભજન મુખથી મોટે બોલે, જુએ મુખ લોકનાં. ૧૯ અર્થ - છૂપી છૂરી સમાન સૂક્ષ્મ માયાનું આચરણ બધી ક્રિયામાં તેને ઘણું નડે છે. તે વ્રતનિયમમાં પણ બારીને કોતરી કાઢી નિરંકુશપણે વર્તે છે, જેમ કે એક રાજાને વૈદ્ય કહ્યું કે તમે કેરી ખાશો નહીં. નહીં તો તમારો રોગ અસાધ્ય બની જશે. ત્યારે રાજાએ બારી શોધી કાઢી કે કેરીની ચીરીઓ કરી બઘાને આપી પછી કહે આ તો હવે ગોટલો છે, એ ક્યાં કેરી છે એમ માનીને ખાધી તો રાજાનું મૃત્યુ થયું.
તેમ માયાવડે હાથ ઉપર માળા ફરતી હોય અને મન સંસારની મોજમાં રમતું હોય અથવા મુખથી મોટેથી ભજન બોલે અને મન મોહમાં આસક્ત બની લોકોના મુખ જોવામાં તલ્લીન હોય, એમ મોહમાયા જીવને છેતરે છે. ૧૯ો.
ગુરુ-વચનને કાને સુણે, ગ્રહે નહિ કોઈ તો,
સ્મૃતિ-મજૂષમાં રાખી કોઈ કહી બતલાવતો, ગુરુ-ગુણ સ્તવે કીર્તિકાજે, કરે તપ-કષ્ટ કો,
વિવિઘ વચને વૈરાગીશી કથા વદતાં ય, જો- ૨૦ અર્થ - કોઈ શ્રી ગુરુના વચનને કાનથી સાંભળે પણ ગ્રહણ કરતા નથી. કોઈ વળી પોતાની સ્મૃતિરૂપી પેટીમાં તે વચનોને સંગ્રહી બીજાને કહી બતાવીને સંતોષ માને. કોઈ ગુરુના ગુણની સ્તવના કરે પણ પોતાની કીર્તિને માટે, કોઈ દેવલોકાદિના સુખ માટે તપાદિના કષ્ટ સહન કરે, કોઈ વિવિધ પ્રકારે વૈરાગી સમાન બની કથા કહે; પણ જો મનમાં બીજું છે તો તે સર્વ વ્યર્થ છે. ૨૦ના
મન ન ટકતું સાચા ભાવે, બધું નકલી બને; સ્વપર-હિત ના તેથી કોઈ સરે કપટી મને. સરળ મનથી સાચી વાણી વદે, કરવા ખરું
સતત મથતા સંતો; તેના પથે પગલાં ભરું. ૨૧ અર્થ :- ઉપરોક્ત બધી ક્રિયા કરવા છતાં પણ મન જો સાચા ભાવે તેમાં ટકતું નથી તો તે બધું આચરણ નકલી બને છે. મનમાં કપટભાવ હોવાથી તેવા આચરણો વડે કાંઈ સ્વ કે પરનું હિત સિદ્ધ થતું નથી. પણ જે મહાપુરુષો સરળ મનથી સાચી વાત કહે છે, તે પ્રમાણે કરવા જે સતત પુરુષાર્થશીલ છે એવા સંતપુરુષોના પથે એટલે માર્ગે ચાલવાનો હું પણ પુરુષાર્થ કરું. ૨૧ના