SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૪) માયા ૧૪૭ કપટમૅળ છે લોભી વૃત્તિ, ચહે પર ભાવને, સફળ કરવા ઘારેલું તે, રમે બહુ દાવ તે; સફળ બનતાં મોટાઈમાં વહી મદ તે ઘરે, અફળ કરતા પ્રત્યે ક્રોધે ભરાઈ લડી મરે. ૨૨ અર્થ :- કપટનું મૂળ લોભ વૃત્તિ છે; જે પરવસ્તુને ઇચ્છે છે. તે ઘારેલી વસ્તુને મેળવવા માટે અનેક પ્રકારના ષડયંત્રો રચે છે. ઘર્મબુદ્ધિ, પાપબુદ્ધિનું દ્રષ્ટાંત – ઘર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ બે મિત્ર હતા. બન્ને સાથે ઘન કમાઈ લાવી ગામ બહાર દાટીને ઘરે આવ્યા. પાપબુદ્ધિએ લોભવશ રાત્રે જઈ બધું કાઢી લીધું. છતાં પાપને છુપાવવા ઘર્મબુદ્ધિને કહે કે તેં બધું કાઢી લીધું છે. રાજા પાસે ફરિયાદ ગઈ. ત્યારે પાપબુદ્ધિ કહે આનો નિર્ણય વનદેવી કરશે. પાપબુદ્ધિએ ઘેર જઈ પિતાને સમજાવી વનમાં ઝાડના કોટરમાં તેમને બેસાડી દેવીરૂપે કહેવડાવ્યું કે આ ઘન તો ઘર્મબુદ્ધિએ લીધું છે; ત્યારે ઘર્મબુદ્ધિએ તે ઝાડને સળગાવી મૂક્યું. ત્યારે અગ્નિમાં દાઝતો પિતા બહાર આવ્યો અને બધી પોલ ખૂલી ગયી. એમ લોભને પોષવા જીવ કપટ કરી ષડયંત્ર રચીને ઘોર પાપ પણ કરે છે. જો કાર્યમાં સફળતા મળી ગઈ તો પોતાને મોટો માની અહંકાર કરે અને કોઈના નિમિત્તે કાર્યમાં અસફળતા મળી તો તે પ્રત્યે ક્રોધે ભરાઈ લડાઈ કરીને મરી પણ જાય. રરા પ્રસરી રહીં આ માયાવેલી ત્રિલોકતરું પરે સુર નર પશુ ઊંચે ખેલે, કુનારકી ભૂસ્તરે. નહિ શીખવતું કોઈ માયા, શીખે ર્જીવ માત્ર જો; પડતર વિષે વાવ્યા વિના ઊગે ખડજાત તો. ૨૩ અર્થ :- ત્રિલોકરૂપી વૃક્ષ ઉપર આ માયારૂપી વેલ સર્વત્ર પ્રસરી રહેલ છે, અર્થાત્ ત્રણે લોકના સર્વ જીવો આ મોહમાયામાં ફસાયેલા છે. આ લોકમાં દેવતાઓ, મનુષ્યો કે પશુઓ પુણ્ય પ્રમાણે ઊર્ધ્વ લોક કે મધ્યલોકમાં રહેલા છે. જ્યારે પાપી એવા નારકી જીવો ભૂસ્તર એટલે ભૂમિમાં નીચે રિબાય છે. તેમને માયા કેમ કરવી એ કોઈ શીખવતું નથી. જેમ પડતર જમીનમાં વાવ્યા વગર જ ખડ ઊગી નીકળે છે, તેમ પૂર્વ સંસ્કારથી માયા આપોઆપ જીવમાં સ્તૂરી આવે છે. મારા ક્ષય કરી દથી માયા જેણે ફરી નહિ જન્મતો; શિવસુખ-પતિ, ત્રિકાળે તે સ્વરૂપ ન ત્યાગતો સ્વપર સહુને દેખે નિત્યે અવિચળ રૂપ એ, ગગન સમ તે નિર્લેપી છે સદા શિવભૂપ તે. ૨૪ અર્થ :- જેણે ચિત્તનું સરળપણું કરી માયાને ક્ષય કરી દીધી તે ફરી આ સંસારમાં જન્મતો નથી. તે મોક્ષસુખનો સ્વામી થયો થકો ત્રિકાળે પણ તે પોતાના શુદ્ધ સ્વરૂપને છોડતો નથી. તે મોક્ષમાં રહ્યાં છતાં પોતાના આત્માને કે જગતના સર્વ પદાર્થને જોઈ રહ્યાં છે. જેમ સામે રહેલ વસ્તુનું દર્પણમાં પ્રતિબિંબ પડે તેમ પોતાના આત્મામાં સર્વ પદાર્થો ઝળકે છે. અને પોતે સદા અવિચળ એટલે સ્થિર સ્વરૂપે મોક્ષમાં બિરાજમાન રહે છે. ત્યાં સર્વ પદાર્થને જોતાં છતાં પણ શુદ્ધ સિદ્ધ આત્મા હોવાથી આકાશ સમાન સદા
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy