________________
૭૬
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
(૫૯)
(ચાર) ઉદયાદિ ભંગ
૧ બંધ
આત્માના પ્રદેશો સાથે કાર્મણ વર્ગણાઓનું અથવા પુદ્ગલ પરમાણુઓનું, દૂધ અને પાણીની જેમ એકમેક થઈ જવું તેને બંધ તત્ત્વ કહે છે.
(દીઠો સુવિધિ જિણંદ સમાધિરસે ભર્યો, હો લાલ, સમાધિરસે ભર્યો—એ રાગ)
*
પ્રાસ્તાવિક
આ વિષય સંબંઘી ભૂમિકારૂપે પ્રથમ ટૂંકો ઉલ્લેખ કરવો તે પ્રાસ્તાવિક કહેવાય છે. વંદું શ્રી રાજચંદ્ર અગાધ ગુણે ભર્યા, હો લાલ, અગાધ ગુણે ભર્યા; બંઘ, ઉદય, સત્તાદિ યથાર્થ લહી તર્યા, હો લાલ યથાર્થ લહી તર્યા. ૧
અર્થ :— પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને હું ભક્તિભાવે પ્રણામ કરું છું કે જે આત્માને અનંત કાળના કર્મોથી કેમ છોડાવવો તે સંબંઘીનું અગાધ એટલે અતિ ઊંડું જ્ઞાન ધરાવનાર હોવાથી ગુણોના ભંડારરૂપ છે. તે ઊંડા જ્ઞાનને આધારે બંઘ, ઉદય, ઉદીરણા અને સત્તામાં રહેલા કર્મના સ્વરૂપને યથાર્થ જાણી જેઓ સંસાર સમુદ્રને તરી ગયા.
તે કર્મનું સ્વરૂપ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે :—
(૧) બંધ :– શુભાશુભ ભાવોનું નિમિત્ત પામી નવીન કર્મોનું ગ્રહણ કરવું તે બંઘ.
:–
(૨) ઉદય – બાંધેલા કર્મના ફળનો અબાધાકાળ પૂર્ણ થયે ઉદયાવલિકામાં પ્રવેશ પામી ફળ આપવું તે ઉદય.
==
(૩) ઉદીરણા :– ઉદયમાં નહીં આવેલા કર્મોને બાર પ્રકારના તપ આદિવડે ઉદયમાં લાવી ભોગવી લેવાં તે ઉદીરણા.
(૪) સત્તા :– આત્મા સાથે બંધાયેલા કર્મોના જથ્થાનું અબાધાકાળ સુધી વળગી રહેવું તે કર્મોની સત્તા કહેવાય છે.
શા
બંપાદિ-આધાર જીવોના ભાવ જે, હો લાલ ઈંવોના
ભિન્ન ગણાય અનંત, ચૌદ સંક્ષેપ તે. હો લાલ ચૌદ ૨
અર્થ :— જીવોને કર્મબંધ આદિના આઘાર પોતાના શુભાશુભ ભાવ છે. શુભાશુભ નિમિત્તોના કા૨ણે જેવા શુભાશુભ ભાવ જીવ કરે છે તેવા પ્રકારનો તેને શુભાશુભ કર્મનો બંધ થાય છે. ભાવથી બંધ અને ભાવથી મોક્ષ છે.
જે રાગદ્વેષાદિ વિભાવભાવો આત્મા કરે તે તેના સ્વભાવમાં નથી. તે વિભાવભાવોના અનંત પ્રકાર * જુઓ ‘બંઘયંત્ર’ પૃષ્ઠ ૬૦૦ ઉપર