________________
૩ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
વળી શીખવેઃ “સ્નેહીં આપણે, માત, પિતા, સ્ત્રી, પુત્ર પોષવાં,
સમજું છે, તું જ જોઈ લે - બે લોક બગાડીશ ત્યાગતાં.” ૨૩ અર્થ - વળી કુટુંબીઓ શીખવે કે આપણે બધા પરસ્પર સ્નેહી છીએ. માતા, પિતા, સ્ત્રી, પુત્રને પોષવા એ તો તારો ઘર્મ છે. દીક્ષા લઈને અમારા પાલનનો ત્યાગ કરવાથી તમારો પરલોક બગડશે અને આ લોકમાં પણ સંયમ લેવાથી તમે સુખી નથી. તમે સમજુ છો માટે વિચારો. નહીં તો અમને ત્યાગતા તમારા બેય લોક બગડશે. રા.
સ્વજનમોહ-કાદવે પડી, કોઈ અસંયમમાં ફસાય તો
તે રાગીના જ સંગથી, વળી વળી પાપે ધૃષ્ટ થાય, જો. ૨૪ અર્થ:- ઉપરોક્ત વચનો સાંભળી કોઈ સાધુ સ્વજન મોહરૂપ કાદવમાં પડી અસંયમમાં ફસાય તો તે રાગી કુટુંબીઓના સંગથી વારંવાર પાપ કરતાં પણ શરમાતો નથી અને પાપથી ભારે થતો જાય છે. પારો
પંડિત બન, ભવ્ય, જો જરા, અટકી પાપથી ઉપશાંત થા,
મહામાર્ગ વીર પામતા, સિદ્ધિપ્રદ ને શિવ-પંથ આ. ૨૫ અર્થ :- માટે હે ભવ્યાત્મા! તું પંડિત બની પાપ કર્મના પરિણામનો જરા વિચાર કરી, તે પાપોથી અટક અને અંતરંગ કષાયોને શમાવ. જે વીર પુરુષો છે તે જ આ આત્મસિદ્ધિદાયક મોક્ષમાર્ગને પામે છે એમ જાણ. રપા
મન વાચા દેહ રોકને, કર્મ વિદારણ પંથ પામી આ,
શ્રી, સગાં, આરંભ છોડીને આચર સંયમ, મોક્ષકામ થા. ૨૬ અર્થ - હે ભવ્ય! હવે તું મન વચન કાયાને અશુભભાવોમાં જતા રોકી, આ વૈતાલીય માર્ગ કહેતા કર્મ વિદારણ કરવાના એટલે કમને નષ્ટ કરવાના માર્ગને પામ્યો છું. માટે હવે તું આ શ્રી કહેતાં લક્ષ્મી તથા સગાંસંબંધી અને આરંભ પરિગ્રહને છોડી ઇન્દ્રિયોને વશ કરવા અર્થે સંયમને જ આચર અને મોક્ષનો સાચો ઇચ્છુક થા. ૨૬
દ્વિતીય ખંડ “કાંચળ સમ કર્મ ત્યાગવાં” એમ ગણી મુનિ ગર્વ સૌ હરે,
નિજ ગોત્રાદિક ના સ્તવે, પરનિંદા પણ સાઘુ ના કરે. ૧ અર્થ - સર્પ જેમ કાંચળીનો ત્યાગ કરે છે તેમ મુનિએ પણ સર્વ કર્મોને ત્યાગતા; એમ ભગવાનનો ઉપદેશ જાણી જાતિ કુલાદિ આઠ મદનો ત્યાગ કરે છે. પોતાના ગોત્ર, કુલ આદિની પ્રશંસા કરતા નથી. તેમજ પરનિંદા પણ સાધુપુરુષો કરતા નથી. ||૧||
પરની અવજ્ઞા કરી બહું ભમે ભવાટવીમાં ઘણા જણ,
પરનિંદા પાપકારી છે ગર્ણ ગર્વ કરે કેમ માહણ? ૨ અર્થ :- બીજાની અવજ્ઞા એટલે તિરસ્કાર કરીને આ સંસારરૂપી જંગલમાં ઘણા જીવો ભટકે છે. પરની નિંદા કરવી એ મહાપાપકારી છે એમ જાણીને માહણ એટલે કોઈને પણ હણવાની જે મનાઈ કરે છે