________________
૧૪ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
તે જંગમ તીર્થરૂપ છે. આ બીજું જંગમતીર્થ આત્માને અત્યંત હિતકારી હોવાથી વખાણવા લાયક છે.
મેરૂપ્રભરાજાનું દ્રષ્ટાંત – સૂર્યપુર નામે નગરમાં અરિદમન રાજાને બે રાણીઓ હતી. મદનસુંદરીનો પુત્ર મેરુપ્રભ અને રત્નસુંદરીનો પુત્ર મહાસેન હતો. મહાસેનને રાજ્ય મળે તે અર્થે અપરમાતાએ મેરુપ્રભને ઝેરવડે મારવા પ્રયત્ન કર્યો પણ તે બચી ગયો. તેથી વૈરાગ્ય પામી મેરુપ્રત્યે દીક્ષા ગ્રહણ કરી. હવે ગુરુ પાસે રહી વિનયપૂર્વક દ્વાદશાંગી ભણી ગીતાર્થ થયો. પછી ગુરુએ યોગ્ય જાણી પોતાની પાટે સ્થાપી આચાર્ય પદવી આપી. તેમની દેશનાથી એક યક્ષે બોઘબીજ પામી તેમની સમક્ષ ભક્તિથી નૃત્ય કર્યું અને એક દેવી પણ સમકિત પામી. ગુરુ આગળ સુવર્ણની વૃષ્ટિ કરી. તે સાંભળી રાજા વગેરે આવી પ્રતિબોઘ પામી બારવ્રત અંગીકાર કર્યા. એમ વિહાર કરતાં જંગમ તીર્થરૂપ સત્પરુષથી અનેક જીવો સમકિતને પામ્યા તથા જૈનઘર્મની પ્રભાવના કરતા મેરુપ્રભ મુનિએ જિનનામકર્મ ઉપાર્જન કરી સ્વપરહિતનું કાર્ય સાધ્ય કર્યું. ૨૩
પ્રત્યક્ષ ગુરુસમ કોઈ ન ઉપકારી, જે જ્ઞાન-જાગૃતિ દઈ, જીંવ લે ઉગારી;
જેના વિના જગતમાં બહુ આથડ્યો હું, તે રાજચંદ્ર ગુરુને શરણે પડ્યો છું. ૨૪
અર્થ - આ જગતમાં પ્રત્યક્ષ સદગુરુ સમાન બીજા કોઈ ઉપકારી નથી. જે આત્માને સમ્યકજ્ઞાનવડે જાગૃત કરી મોહરૂપી સ્વયંભૂરમણ સમુદ્રમાં બૂડતા આત્માને ઉગારી લે છે. પ્રત્યક્ષ સગુરુ વિના જગતમાં હું અનંતકાળથી બહુ આથડ્યો છું. પણ હવે મહાપુણ્ય પ્રભાવે ગુરુવર્ય શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના શરણમાં હું આવી પડ્યો છું. તેથી આ ભવે કંઈક તરવાનો આરો જણાય છે. ૨૪
તીર્થંકર પદ પ્રાપ્તિના વીસ સ્થાનકને સાધવા પહેલા જીવને સમ્યક્દર્શનની જરૂર છે. તે સમ્યક્દર્શનની પ્રાપ્તિ અર્થે માયા મોહનો ત્યાગ કરવો જરૂરી છે. જીવને જગતના પદાર્થોમાં મોહ છે. તેથી તે પદાર્થોને મેળવવા જીવ માયા પ્રપંચ રચે છે. માયાની ગતિ વક્ર છે. જ્યારે મોક્ષની ગતિ સરળ છે, સીધી છે. તે મેળવવા જીવે માયામોહનો ત્યાગ કરી સરળતા પ્રાપ્ત કરવી યોગ્ય છે. હવે માયા સંબંધીનું વિવરણ આ પાઠમાં કરવામાં આવે છે.
(૬૪)
માયા
(હરિણી છંદ)
પ્રશમરસથી જેનો આત્મા સદા ભરપૂર છે, સ્વપર હિતને સાથે જેની રસાલ સુવાણી એ; અતિ કૃશતનું તોયે વર્ષો સુપુણ્ય તણી પ્રભા,
પરમ ગુરુ એ શ્રીમદ્ રાજ-પ્રભુપદ વંદના. ૧ અર્થ - ક્રોઘાદિ કષાયો પ્રકૃષ્ટપણે સમાઈ જવાથી જેનો આત્મા સદા પરમશાંતરસથી ભરપૂર છે,