SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૪) માયા ૧૪૧ પોતાના અને પરના આત્માને કલ્યાણકારી એવી આત્મઅનુભવરૂપ ૨સથી તરબોળ જેની વાણી છે, જેની કાયા અતિ કૃશ થઈ ગયેલ છે તો પણ જેની સુપુણ્યની પ્રભા એટલે જેના ઉત્કૃષ્ટ સત્ કાર્યોની કીર્તિ જગતમાં સર્વત્ર પ્રસરી રહી છે, અથવા જેની કૃપાદૃષ્ટિ સર્વત્ર વરસી રહી છે; એવા પરમગુરુ એટલે ઉત્કૃષ્ટ ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં મારી ભક્તિભાવ સહિત વંદના હો, એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે. વ 11911 સકળ જગને જેણે જીત્યું અપૂર્વ બળે કરી, ગઠન જબરી માયા જેને જતી નહિ છેતરી ૫૨મ સુખી તે માયા-સુખો જુનાં તરણાં ગો, સતત લડતા સાક્ષીભાવે ઉપાધિ-રણાંગણે. ૨ અર્થ :– રાગદ્વેષના દ્વંદ્વરૂપ આ સકળ વિશ્વ છે. જેમાં સુખ, દુ:ખ, હર્ષ, શોક, માન, અપમાન, શત્રુ મિત્રરૂપ સંદ્ઘ પ્રગટ છે; એવા સકળ જગતને જેણે પોતાના અપૂર્વ સમભાવના આત્મબળે કરી જીતી લીધું. જેને સ્વયંભૂરમણ સમુદ્ર સમાન આ જગતની જબરી મોહમાયા પણ છેતરી શકતી નથી, એવા પરમસુખી પરમકૃપાળુદેવને આ સંસારના માયાવી એવા નામ માત્રના સુખો જૂના તરણા સમાન ભાસે છે. કેમકે આત્માના એક પ્રદેશનું સુખ તે જગતના સર્વ સુખો કરતાં પણ વિશેષ છે, જે મોહમયી એવી સંસારની ઉપાધિરૂપી રણભૂમિમાં સતત્ સાક્ષીભાવે લડતા રહે છે, અર્થાત્ ઉપરથી વ્યવહાર ચલાવવો અને અંતરંગ પરિણામ શુદ્ધ રાખવા એ બે ઘારી તરવાર ઉપર ચાલવારૂપ કાર્ય કરી મોહમાયાને ગરવા દેતા નથી એવા પરમકૃપાળુ પરમાત્મા છે. ।।૨।। બગ ઠગ સમા માયાવીઓ પ્રપંચ રચે મહા; ક્ષાણિક ઠગવા, મૈત્રી બાંધે હતા સહ મેઘ આ, પછી વહી જતો, તેવા લોકો ઠગે નિજ કીર્તિને, બી ચતુર તે ભોળા, સંગે હણે નિજ હિતને. ૩ અર્થ :— સંસારમાં રહેલા માયાવી જીવો બગ એટલે બગલા જેવા ઠગ છે, જે પોતાનો સ્વાર્થ સાધવા મહાપ્રપંચ રચે. ઇન્દ્રિયોનું ક્ષણિક સુખ મેળવવા લોકોને ઠગવા માટે મિત્રતા કરે. જેમ લતા સહ મેઘ એટલે વેલ સાથે વાદળા મિત્રતા કરીને પછી વહી જાય અને લતા સુકાઈ જાય છે, તેમ લોકો ઠગવૃત્તિ કરીને પોતાની કીર્તિનો નાશ કરે, અર્થાત્ ખરી રીતે બીજાને ઠગનાર પોતે જ ઠગાય છે. તે ચતુરાઈ કરીને ભોળા લોકોને ઠગી પોતાના આત્મતિને જ હણે છે. એક વાણિયાએ એક ભરવાડણને ઠગી તે પૈસાના ઘેબર બનાવરાવ્યા. ત્યારે ઘરે જમાઈ આવી તે બધા જમી ગયો. પણ પોતાની ઘેબર ખાવાની ભુખ ભાંગી નહીં. તેથી તેની જ્ઞાનદશા જાગૃત થઈ કે મેં ખોટું પાપ કર્યું અને એનું ફળ તો જમાઈ લઈ ગયો. ગા ğવિત સમ જે વિશ્વાસ-થ્રી કુસાપણના સમી, કુશળ કપટે, માયા છૂપી ભરાય ઉરે નમી. સુગતિ-ફળ જે ઇચ્છે તે તો ન કે કર્દી પેસવા, કુટિલ લલના જેવી માયા સ્વરૂપ હરી જવા. ૪ - જીવનને જેમ વક્ર ચાલનારી કુસાપણ નાશ કરે, તેમ વિશ્વાસ-ની એટલે વિશ્વાસનો નાશ
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy