SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક ચરણ સંતના, મોક્ષ-સાધના; હૃદયમાં રહો—એ જ યાચના, સુદિન તે ગણું એ જ વાસના, રટણ તે કરું અન્ય આશ ના. ૪૮ અર્થ = પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે કે સંતપુરુષના ચરણ એટલે આજ્ઞાને ઉઠાવવી એ જ મોક્ષ મેળવવાની ખરી સાધના છે. માટે તેમની આજ્ઞા મારા હૃદયમાં સદા વાસ કરીને રહો, એ જ મારી પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. અને તે દિવસને જ હું થન્ય ગણીશ. તે સત્પુરુષના શુદ્ધ સ્વરૂપનું હું ૨ટણ કર્યા કરું એ જ મારી વાસના અર્થાત્ અભિલાષા છે. તે સિવાય મને બીજી કોઈ વસ્તુની ઇચ્છા નથી. ૪ જ અનંત સંસાર રઝળાવનાર એવા મહામોહનીયકર્મના ત્રીસ સ્થાનકોને તજી દઈ, તીર્થંકર પદની સભ્યપ્રકારે પ્રાપ્તિ થાય એવા વીસ સ્થાનકોની આત્માર્થી જીવે સમ્યક્દર્શન સહિત ઉત્કૃષ્ટ આરાઘના કરવી જોઈએ; જેથી આ મળેલ દુર્લભ માનવદેહ સફળ થાય. તે તીર્થંકરપદ પ્રાપ્તિના વીસ સ્થાનકો કયા ક્યા છે તે આ પાઠમાં જણાવવામાં આવે છે : (૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક ૧૨૭ (વર્સનનિલકા) * શ્રી તીર્થનાથ હૃદયે ઘીને જીવે જે, તેની જ દૃષ્ટિ થી જે જગને જુએ છે; તેની જ વાણી સુણી, જે સમજાવનારા, શ્રી રાજચંદ્ર ગુરુ પૂજ્ય સદાય મારા. ૧ અર્થ :— શ્રી તીર્થનાથ એટલે જેથી તરાય તે તીર્થ; એવા તીર્થની સ્થાપના કરનાર ભગવાન તીર્થંકર. તેના શુદ્ધ સ્વરૂપને હૃદયમાં ધારણ કરીને જે જીવે છે, જે ભગવાનની વીતરાગતાને પામી સમ્યદૃષ્ટિ વડે જ જગતના સર્વ જડ ચેતન પદાર્થોને જુએ છે. જે ભગવાન તીર્થંકર મહાવીર સ્વામીની વાણી સાંભળીને તે પ્રમાણે જગતવાસી જીવોને તત્ત્વોનું વાસ્તવિક સ્વરૂપ સમજાવનારા છે એવા શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંત મારા હૃદયમાં સદાય પૂજનીય સ્થાને બિરાજે છે. ૧|| વાણી રસાલ અનુભૂતિ-રસે ભરેલી, મઘ્યસ્થ ભાવમથુરા રવમાં રહેલી; નિષ્પક પંકજ સમા જગજીવ કાજે, શ્રી રાજવાી રવિતેજ સમી વિરાજે ૨ અર્થ :– જેની વાણી આત્મઅનુભવરૂપ રસથી ભરેલી હોવાથી રસાલ અર્થાત્ રસ ઉત્પન્ન કરે એવી છે. તે વાણી સ્યાદ્વાદથી યુક્ત હોવાથી મતમતાંત૨માં મધ્યસ્થ ભાવવાળી તથા મધુર કહેતા મનને ગમે એવા રવ એટલે અવાજમાં ગૂંધિત થયેલી છે અર્થાત્ જેની લખવાની કે બોલવાની ભાષા શૈલી ઘણી જ સુંદર છે. પંક એટલે કાદવ. તેમાંથી જન્મેલ તે પંકજ અર્થાત્ કમળ. જેનું મૂળ કાદવમાં રહેતા છતાં પણ ક્રમળ સ્વયં નિષ્પક અર્થાત્ કાદવરહિત જળમાં નિર્મળપણે રહે છે. તેમ શ્રી રાજપ્રભુ મોહમય જગતમાં રહેતા છતાં પણ જળકમળવત્ નિર્મળતાને ભજે છે, એવી શ્રી રાજપ્રભુની વાણી તે રવિ એટલે સૂર્યના તેજ
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy