________________
(૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક
૧૨૯
દીક્ષા લઈ લીધી. ત્યાં પણ અરિહંતપદની હર્ષોલ્લાસપૂર્વક ભક્તિ, તેમના ગુણોનું કીર્તન કરતા તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અનશન કરી દેવલોકે ગયો. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર થશે અને રાણી મનોરમા પણ તેમની ગણઘર બની બન્ને મોક્ષપદ પામશે. અત્યંત અરિહંત ભક્તિ સિવાય બીજા કોઈ પદાર્થની ઇચ્છા ન રાખવાના ફળ સ્વરૂપ તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું. //૪||
શ્રી સિદ્ધ જે સહજ શુદ્ધ સુખે ઠર્યા છે, જેને ન જન્મ-મરણાદિ હવે રહ્યાં તે; ઘારું ઉરે દ્વિતીય આ પદ સિદ્ધ નામે, જેથી રહે મન અનંત-સમાધિ-ઘામે. ૫
અર્થ :- ૨. શ્રી સિદ્ધ ભક્તિ :- શ્રી સિદ્ધ ભગવંત જે પોતાના શુદ્ધ સહજાત્મસ્વરૂપને પામી લોકાગ્રે ચૈતન્યમૂર્તિ બની સર્વકાળ માટે અનંતસુખમાં બિરાજમાન થયા છે, જેને હવે આઠેય કર્મો નાશ થઈ જવાથી દેહરહિત દશા પામી જન્મમરણાદિના દુઃખો રહ્યા નથી, એવા શ્રી તીર્થંકરપદ પ્રાપ્તિના દ્વિતીય સ્થાનરૂપ સિદ્ધ ભગવંતને હૃદયમાં ઘારણ કરું. જેથી મારું મન પણ અનંત આત્મસ્વસ્થતારૂપ સમાધિ જ્યાં છે એવા મોક્ષઘામને પ્રાપ્ત કરવામાં જ લીન રહે.
હસ્તિપાળ રાજાનું દ્રષ્ટાંત :- સાકેતપુર પાટણ નામે નગરમાં હસ્તિપાળ રાજાએ ઘર્મઘોષમુનિની અમૃતમય દેશના સાંભળી પ્રશ્ન કર્યો કે હે કરુણાનિધિ! જે દ્રષ્ટિથી અગોચર છે એવા સિદ્ધ પરમાત્માની સેવા ભક્તિ કેવા પ્રકારે કરવી? તેના ઉત્તરમાં ગુરુ ભગવંત બોલ્યા : હે રાજન! મોક્ષસ્થાનમાં બિરાજેલા નિરંજન, નિરાકાર સિદ્ધસ્વરૂપનું લયલીનપણે જે ધ્યાન કરે, ભાવથી પૂજા કરે તે પ્રાણી અનુક્રમે ઘાતકર્મનો ક્ષય કરી અનંતાનંત સુખવાળી મોક્ષ સંપદાને પામે છે. તે સાંભળી સિદ્ધપદ આરાઘવાનું વ્રત લઈ પ્રતિદિન સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરતા રાજા મંત્રી સહિત સમેત શિખર, શત્રુંજય આદિ સિદ્ધ સ્થળોની યાત્રા કરી પોતાના આત્માને નિર્મળ કરવા લાગ્યો. એમ સિદ્ધપદનું આરાધન કરતાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અંતે દીક્ષા લઈ અણસણ કરી સમાધિપૂર્વક દેહત્યાગી બારમા અય્યત દેવલોકમાં દેવરૂપે અવતર્યા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરપદ પામી સિદ્ધપદને પામશે. મંત્રી પણ તેમના ગણઘર બની કેવળજ્ઞાન પામી મોક્ષપદને પામશે. પા.
ત્રીજા પદે પ્રવચને ગણ પૂજ્ય સંઘ, ચારે ય ભેદથી ટકે પરમાત્મા પંથ; વૈયાવચાદિ સહુ સંઘની જે ઉઠાવે, તે તીર્થનાથ-બીજકર્મ કમાઈ જાવે. ૬
અર્થ :- ૩. પ્રવચન ભક્તિ – તીર્થંકર પદ પ્રાપ્તિના “પ્રવચન ભક્તિ' નામના ત્રીજા પદમાં ચતુર્વિઘ સંઘ ગણાય છે. પ્રકૃષ્ટ છે વચનો જેના એવા ભગવંત પ્રત્યે જેને ભક્તિ છે એવા પૂજ્ય શ્રી સમ્યક દ્રષ્ટિ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને ગણવામાં આવેલ છે. આ ચારેય પ્રકારના આરાધકોની ભગવંત પ્રત્યે ભક્તિ હોવાના કારણે જ આ પરમાત્મપદ પ્રાપ્તિનો માર્ગ આજ સુધી ટકી રહેલ છે. એ ચતુર્વિધ સંઘની વૈયાવચાદિ એટલે સેવા સુશ્રુષા આદિ ભાવભક્તિથી જે કરશે તે પુણ્યાત્મા શ્રી તીર્થકર નામકર્મને કમાઈ જાશે અર્થાત્ ઉપાર્જન કરશે.
આ જીવ કોને ભજે છે? એ જોવું. કૃપાળુદેવને ભજે છે, તો એના ઉપર વાત્સલ્યભાવ રાખવો. જે જીવનું કલ્યાણ થવાનું હોય તે જ જીવ કૃપાળુદેવને શરણે આવે છે. પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુદેવને શરણે આવ્યા હોય તેના અમે દાસના દાસ છીએ. આપણે સેવા કરવી છે એમ ઇચ્છા રાખવી. મુમુક્ષુ છે તે સગાંવહાલાં કરતાં પણ વઘારે હિતકારી છે. વાત્સલ્યઅંગ તો પહેલું જોઈએ. બીજું કશું ન થાય અને