________________
(૫૧) આજ્ઞા
૫
અર્થ :— બુદ્ધિથી ગ્રહણ થઈ શકે એવા ભગવાનની વાણીના ભાવોને બુદ્ધિ વાપરીને ગ્રહણ કરો. પણ જે વાત બુદ્ધિથી પર છે, તે વાતને શ્રદ્ધાથી માન્ય રાખો.
જ્યારે તમારા આત્માની દશા વધશે ત્યારે તમને જ પોતાના અનુભવથી તે વાત સિદ્ધ થશે. તે દશા ન આવે ત્યાં સુધી જ્ઞાનીપુરુષની આજ્ઞાના આધારે વર્તવું. મનમાં કોઈ વાતનો વિરોઘ ભાસે તો તે આગળ ઉપર દશા વધતાં સમજાશે એમ માનીને આગળ ચાલવું. જેમ રસ્તામાં ફાળીયું ભરાયુ હોય તે નીકળે તો કાઢી લેવું; નહીં તો ત્યાં જ પડતું મૂકીને આગળ ચાલવું. ।।૧૦।।
ઘણી સર્વજ્ઞની વાત બુદ્ધિમાં બેસતી રે, બુદ્ધિ ગજા ઉપ૨ની વાત મતિમાં ન પેસતી રે; મતિ
તોપણ સાચી વાત ઘણી જે નર કહે રે, ઘણી તેની નવી કોઈ વાત વિશ્વાસથી સૌ લહે હૈ. વિશ્વા ૧૧
અર્થ :— મનુષ્ય કે તિર્યંચના દુઃખની વાત જે સર્વજ્ઞ કરે તે ઘણી નજરે દેખાય છે, તેથી બુદ્ધિમાં બેસે છે. પણ દેવલોક, નરક કે નિગોદની વાત મારા ગજા ઉ૫૨ની હોવાથી મારી બુદ્ધિમાં પેસતી નથી. તો પણ ઘણી વાત સાચી જે સત્પુરુષ કહે તેની કોઈ નવી વાત સાંભળવામાં આવે તો તેને ઘણા વિશ્વાસપૂર્વક માન્ય કરવી જોઈએ.
“વળી મારી સમજણ તો એમ રહે છે કે શાસ્ત્રકારે બધાં શાસ્ત્રોમાં ન હોય એવી પણ કોઈ શાસ્ત્રમાં વાત કરી હોય તો કંઈ ચિંતા જેવું નથી. તેની સાથે તે એક શાસ્ત્રમાં કહેલી વાત સર્વ શાસ્ત્રની રચના કરતાં શાસ્ત્રકારનાં લક્ષમાં જ હતી, એમ સમજવું. વળી બધાં શાસ્ત્ર કરતાં કંઈ વિચિત્ર વાત કોઈ શાસ્ત્રમાં જણાવી હોય તો એ વધારે સમ્મત કરવા જેવી સમજવી, કારણ એ કોઈ વિરલા મનુષ્યને અર્થે વાત કહેવાઈ હોય છે; બાકી તો સાઘારણ મનુષ્યો માટે જ કથન હોય છે. આમ હોવાથી આઠ રુચકપ્રદેશ નિબંધન છે, એ વાત અનિષય છે, એમ મારી સમજણ છે.’’ (વ.પૃ.૨૨૭૬ ||૧૧||
હેનાર નર નિર્દોષ ચહે હિત આપણું રે, ચહે નિષ્કામ કરુણારૂપ અહોભાગ્ય એ ગણું રે; અહીં
તેની કહેલી વાત સ્વીકારતાં શ્રેય છે રે, સ્વીકા એક જ શબ્દ ઉપાર માહાત્મ્ય અમેય છે રે!માહા- ૧૨
=
અર્થ :— આપણને વાત કહેનાર નર નિર્દોષ છે. કષાય અને અજ્ઞાનથી રહિત છે, તે આપણું હિત ઇચ્છે છે. તે નિષ્કારણ કરુણાશીલ છે. માટે આવા પરમકૃપાળુદેવ જેવા પુરુષનો યોગ થયો તે આપણા અહોભાગ્ય ગણવા યોગ્ય છે. ‘તીર્થંકરે પણ એમ જ કહ્યું છે; અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં, તોપણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે; માટે સેવનીય છે.’” (વ.પૃ.૩૪૫)
આવા પુરુષની કહેલી વાતને સ્વીકારતાં આત્માનું શ્રેય એટલે કલ્યાણ જ છે. જેના એક શબ્દને માન્ય કરી તે પ્રમાણે વર્તવાથી જીવનો ઉદ્ઘાર થઈ જાય એવું જેનું અમેય એટલે અમાપ માહાત્મ્ય છે.
મારુષ, માનુષ આવા શબ્દ માત્રથી શિવભૂતિ મુનિને કેવળજ્ઞાન થઈ ગયું, કે ઉપશમ, વિવેક, સંવર નામના શબ્દો માત્રથી ચિલાતી પુત્રનું કલ્યાણ થઈ ગયું. કેમ કે એ સત્ની ચિનગારી છે, અથવા