________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
આજ્ઞારૂપી અંકુશ શિરે તે ઘારશે રે, શિરે આજ્ઞા ઉપાસતો એમ, સ્વરૂપ ઉપાસશે રે; સ્વરૂપ સ્વરૂપ ઉપાસ્ય સુખ અનંત તે પામશે રે, અનંત,
સંસારના સૌ ક્લેશ ભવિક તે વામશે રે. ભવિક ૭ અર્થ :- સ્વચ્છંદને રોકવા માટે તે જ્ઞાની પુરુષની આજ્ઞાને શિર ઉપર ઘારણ કરશે. આજ્ઞાને ઉપાસવાથી પોતાના આત્મસ્વરૂપની ઉપાસના થશે. સ્વરૂપ ઉપાસવાથી આત્માના અનંત સુખને પામશે અને અનંતસુખને પામવાથી સંસારના સર્વ પ્રકારના ક્લેશથી તે ભવ્યાત્મા રહિત થશે.
પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.” (વ.પૃ.૩૯૩) શા
તેથી તજી સૌ કાજ જ્ઞાની જન શોથજો રે, જ્ઞાની જ્ઞાની મથે વિશ્વાસ અચળ ઉર ઘારજો રે; અચળ૦ પ્રાણ થકી પણ પ્રિય ગણી સત્સંગને રે, ગણી.
યથાશક્તિ પુરુષાર્થ કરી રાખો રંગને રે. કરી. ૮ અર્થ – તેથી બીજા સર્વ કાર્યોને મૂકી દઈ પ્રથમ જ્ઞાની પુરુષની શોઘ કરજો. જ્ઞાની પુરુષ મળી આવે કે તેના ઉપર અચળ દ્રઢ શ્રદ્ધાને ઘારણ કરજો. પ્રાણથી પણ પ્રિય સત્સંગને ગણી, યથાશક્તિ આત્મજ્ઞાન પ્રાપ્તિનો પુરુષાર્થ કરી આત્માને સાચો રંગ ચઢાવજો. સત્સંગમાં ભાલાના વરસાદ વરસે તો પણ છોડશો નહીં. અને કુસંગમાં મોતીઓની લહાણી મળે તો પણ જશો નહીં. ll
સર્વજ્ઞ ને વીતરાગ કહે તે જ માનવું રે, કહે સમજાય તેથી વિશેષ રહસ્ય છે, ઘારવું રે; રહસ્ય આજ ન છો સમજાય, અતિ હિતકારી છે રે, અતિ
બાળ ઘરી વિશ્વાસ જમે જે મા પીરસે રે. જમે. ૯ અર્થ :- સર્વજ્ઞ પુરુષો કે વીતરાગ પુરુષો કેવળજ્ઞાનથી જાણીને જે કંઈ કહે તે જ માનવું યોગ્ય છે. આપણને તેનો જે અર્થ સમજાય તેથી ઘણું વિશેષ રહસ્ય તેમાં સમાયેલું છે એમ માનવું. આજ ભલે મને ન સમજાય પણ મારા આત્માને તે અત્યંત હિતકારી છે. જેમ બાળક માતા ઉપર વિશ્વાસ રાખી મા જે પીરસે તે જમી લે છે; તેમ જ્ઞાની પુરુષો જે કહે તે માન્ય કરી લેવા જેવું છે.
“પોતે જ્ઞાનીના વચનો વિચાર્યા હોય અને સત્સંગમાં પણ તે મુજબ અર્થની ચર્ચા થતી હોય તો પણ તે એમ જ છે, એમ દ્રઢ કરી ન દેવું. કારણ, જેમ જેમ દશા વઘતી જાય તેમ તેમ અર્થ અલૌકિક ભાસે. માટે જ્ઞાનીએ જાણ્યું તે ખરું એમ રાખવું, જેથી અટકી જવાય નહીં.” ઓ.૧ (પૃ.૩૨) લા.
બુદ્ધિગ્રાહ્ય જે ભાવ ગ્રહો બુદ્ધિ વાપરી રે, ગ્રહો બુદ્ધિથી પર જે વાત ગ્રહો શ્રદ્ધા કરી રે; ગ્રહો સ્વાનુભવથી સિદ્ધ થશે દશા આવતાં રે, થશે. ત્યાં સુઘી આજ્ઞાઘાર વિરોઘ શમાવતાં રે. વિરોઘ૦ ૧૦