________________
(૫૬) મહાત્માઓની અનંત સમતા
૫૯
અર્થ :— સ્કંદક મુનિના પાંચસો શિષ્યોને શેરડીની જેમ પાલક મંત્રીએ ઘાણીમાં પીલી નાખ્યા. હાડકાના ચૂરેચૂરા થઈ ગયા. સર્વોપરી એવા મરક્ષાંત સંકટને સહન કર્યા પણ ક્ષેમ એટલે સુખશાંતિને આપનારી એવી સમતાનો ત્યાગ કર્યો નહીં. જેના ફળમાં સર્વે મોક્ષપદને પામ્યા. ।।૨૬।।
પાંડવ પણ પરિષષ્ઠ સહે હૈ, સમતા ઘરી અનંત,
ત્તમ ભૂષણ જે લોકનાં રે સર્વાંગો ય દહંત, સમતા
અર્થ :— પાંચે પાંડવોએ પણ અનંત સમતા ધારણ કરીને બળવાન પરિષદ્ઘ અંતે સહન કર્યો. દૂર્યોઘનના ભાણેજે આવી લોખંડના આભૂષણો અગ્નિમાં તપાવીને લાલચોળ કરી બધાને સર્વ અંગોમાં પહેરાવી દીધા. સર્વ અંગો બળવા લાગ્યા છતાં સમતા ઘારણ કરીને પોતાનું કલ્યાણ સાધ્યું. ।।રના મહાવીર તીર્થંકરે રે ઘરી ધીરજ ને ખંત,
સહ્યા અસહ્ય પરીષહો રે, જાણે સઘળા સંત. સમતા
અર્થ :— તીર્થંકર એવા મહાવીર ભગવાને અખૂટ ધીરજ અને ખંત એટલે ઉત્સાહ ઘારણ કરીને અસહ્ય પરિષદોને સહન કર્યો. જેને સર્વ સંતપુરુષો જાણે છે. ।।૨૮।।
સંગમ નિત્યે પીડતો રે રૂપ ઘરી વિકરાળ,
વજ્રસુચિ સમ કીડીઓ રે તન વીંધે બહુ કાળ. સમતા
=
અર્થ :— સંગમ દેવતાએ ભગવાન મહાવીરને, નિત્ય વિકરાળરૂપ ધારણ કરીને ઘણી પીડા આપી. વજ્ર જેવી સૂચિ એટલે સોય સમાન કીડીઓનું રૂપ ધારણ કરી ભગવાનના શરીરને ઘણા કાળ સુધી વીંધ્યું છતાં ભગવાન સમભાવમાં જ સ્થિત રહ્યા. ર૯ના
ખીલા ઠોક્યા કાનમાં રે, વર્ષો ઉપસર્ગ અનાર્ય,
અનંત સમતા ઘરી કર્યાં રે, કેવાં અપૂર્વ કાર્ય!સમતા
અર્થ :— ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોક્યા. અનાર્ય લોકોએ ભગવાન પાછળ શિકારી કૂતરાઓ છોડી ઉપસર્ગ કર્યા. છતાં અનંત સમતાભાવ ધારણ કરીને ભગવાને કેવા અપૂર્વ કાર્ય કર્યાં અર્થાત્ કેવળજ્ઞાન પ્રગટાવ્યું, ॥૩૦॥
ચક્રવર્તી-સુખ જો તજે રે, સનત્કુમાર મહંત,
લબ્ધિ છતાં રોગો મહા રે સહે મહા રૂપવંત. સમતા
અર્થ – સનત્કુમાર ચક્રવર્તી હોવા છતાં પોતાના સર્વ વૈભવને ત્યાગી મહાત્મા બન્યા. અનેક
::
લબ્ધિઓ પાસે હોવા છતાં તે મહારૂપવંતે મહાન રોગોની પીડા સહન કરી. ।।૩૧।।
દેવ દવા કરવા ચહે રે ત્યાં બોલ્યા મુનિભૂપઃ
“કર્મ-રોગ ટાળી શકો રે?'' દેવ રહ્યા ત્યાં ગ્રુપ. સમતા”
અર્થ :— દેવે વૈદ્યનું રૂપ લઈ સનત્કુમાર ચક્રવર્તી જે મુનિ બન્યા છે તેમને કહ્યું કે આ તમારા રોગની દવા કરી દઉં. ત્યારે સનત્કુમાર મુનિ કહે—આ મારો કર્મરોગ ટાળી શકો છો? ત્યારે દેવ પણ ચૂપ થઈ ગયા. ।।૩૨।।