________________
(૬૨) મહામોહનીય સ્થાનક
૧ ૨ ૩
ઘર લગાડ કે કોટમાં પૅરી, પવન ઝેર યુક્તિથી કરી,
મરણ સાથતાં વેગ વેરનો-સત્તરમો ગણો ભેદ મોહનો. ૨૫ અર્થ - વેરભાવથી ઘર લગાડીને કે કોટમાં પૂરીને, કે કુયુક્તિવડે ઝેરી પવન ફેલાવીને કોઈનું મરણ સાથે તે મહા મોહનીયકર્મના સ્થાનકનો સત્તરમો ભેદ જાણવો. ગરપા
વળી અઢારમો ભેદ મોહનો : કરી અકાર્યને દોષ ઢાંકવો,
અમુકને શિરે દોષ ઢોળતાં કઠિન મોહને પ્રાણી ખોળતાં. ૨૬ અર્થ - મહામોહનીયકર્મના અઢારમાં ભેદમાં કોઈ અકાર્ય કરીને પોતાના દોષને ઢાંકવા માટે બીજાને માથે જૂઠ બોલીને કે કોઈ યુક્તિવડે દોષ ઢોળી દે તો તે પ્રાણી મહામોહનીયકર્મના સ્થાનકને શોધી લે છે અર્થાત્ પામે છે. સારા
કપટ ભાવથી કોઈ ભોળવે, મઘુર વાણીથી આમ તે લવે :
ઘર તમારું આ, ભેદ ના ગણો, અતિથિ-તીર્થનો લાભ છે ઘણો.’ ૨૭ અર્થ :- માયા કપટ કરીને કોઈ ભોળવે જેમકે મીઠીવાણીથી કહે કે આ ઘર તમારું જ છે, એમાં ભેદ ગણશો નહીં. અતિથિ તો તીર્થરૂપ છે, તેની સેવા સુશ્રુષા કરવાનો તો શાસ્ત્રમાં ઘણો લાભ કહ્યો છે. એમ લવે એટલે બોલીને લોકોને ભોળવે. રક્ષા
સુજનતા તણી છાપથી ઠગે વિવિઘ રીત, આ કાળમાં જગે,
કઠિન મોહ આ ઓગણીસમો પ્રસરતો બથે હિમના સમો. ૨૮ અર્થ - જગતમાં સજ્જનતાની છાપ રાખી આ કાળમાં અનેક પ્રકારે લોકોને ઠગે તે મહામોહનીય કર્મનું ઓગણીસમું સ્થાનક સમજવું. જેમાં સવારે હિમ પડે તે બધે પ્રસરી જાય તેમ તેની ઠગવિદ્યા પણ લાંબે ગાળે લોકોના ધ્યાનમાં આવ્યા વિના રહે નહીં. ૨૮
વિષમ વીસમો ભેદ આ કહ્યું : અશુભ યોગથી જૂઠ બોલવું,
અવગુણો સુણી અન્યના કહે, નહિ સ્વયં દીઠા, કેષથી દહે. ૨૯ અર્થ – વિષમ એવો મહામોહનીય કર્મનો આ વીસમો ભેદ કહું છું કે જે અશુભ મન વચન કાયાના યોગથી જૂઠ બોલે અથવા બીજાના દોષો પોતે જોયા નથી છતાં બીજાના મુખેથી સાંભળીને દ્વેષની બળતરાથી તેના અવગુણોને ગાયા કરે તે જીવ મહામોહનીય કર્મ બાંધે. પારકા
સ્વનજરે ચઢે દોષ અન્યના, પણ ન નિંદતા સુજ્ઞ તે ગણ્યા,
ન નીચને ય તે નિંદતા અહો! પ્રભુ સમી ઉદાસીનતા લહો. ૩૦ અર્થ :- જે પુરુષો બીજાના દોષ પોતાની નજરે જોવામાં આવે તો પણ તેની નિંદા કરતા નથી તેને સુજ્ઞ એટલે જ્ઞાની પુરુષો ગણ્યા છે. તે નીચ પુરુષો પ્રત્યે પણ મધ્યસ્થભાવ રાખી તેની નિંદા કરતા નથી. અહો! જે પ્રભુ સમાન ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવને ઘારણ કરીને રહે છે. સર્વ પ્રાણીઓ પણ તેવા વૈરાગ્યભાવને પામી સુખી થાઓ. ૩૦ના
મરમ અન્યના જે ઉઘાડતા, કલહ-બીજને નિત્ય પોષતા; કલહ કાઢવાનો ન ભાવ જો, કઠિન મોહ એ એકવીસમો. ૩૧