________________
૩૮
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
આરંભ તજી થયા મુનિ સ્વજન-શોક-મમતા પરિહરે, આરંભી શોક અંતમાં કરે મોઠે, ન કામ તો સરે, ૯
અર્થ :— પાપ આરંભ તજીને જે મુનિ થયા છે અને જેને સ્વજન પ્રત્યેનો શોક કે મમતા ભાવ ત્યાગી દીધો છે, છતાં અંતકાળે ફરી મોહમાં પડી શોક કે મમતાભાવ કરે તેથી પરિગ્રહને કે કુટુંબને મેળવી શકતા નથી; અર્થાત્ પાપ ગ્રહણ સિવાય બીજું કંઈ હાથ લાગતું નથી. ।।૯।।
પરિગ્રહથી બેય લોકમાં દુઃખ ગણી ગૃહે વાસ ના કરે,
ઉપાર્જિત વિનાશશીલ તે, બાંધવ બંઘન જાણી વિચરે. ૧૦
અર્થ :– ધન, સ્વજન, સોનું, રૂપું આદિ સર્વ પરિગ્રહ છે, પરિગ્રહ પ્રત્યેની મમતાના કારણે જીવ આ લોક અને પરલોક બન્ને લોકમાં દુઃખી થાય છે એમ જાણી ગૃહવાસમાં સ્થિતિ કરે નહીં. અને ઉપાર્જિત કરેલ ધન વિનાશના સ્વભાવવાળું છે અને સ્વજનો બધા કર્મબંઘન કરાવનાર છે એમ જાણી મુનિ વિહાર કરે. ।।૧૦।
રાજ-માન, પૂજના મહા કાદવ કરિનો કાળ જાણજો;
ફ્રાંસ દર્દી કેમ નીકળે? તેવો પરિચય કો ન આણજો. ૧૧
અર્થ :– મુનિ મહાત્મા જાણીને રાજા મહારાજાઓ વંદન કરી માન આપે કે પૂજા કરે તેને મહાકાદવ એટલે કીચડ સમાન જાણજો. નહિં તો તે કર એટલે હાથીની જેમ કીચડમાં ફસાવી મરણ નીપજાવશે અર્થાત્ જન્મ મરણ વઘારી દેશે. માન કષાય એ ઊંડી ફ્રાંસ સમાન છે. તે નીકળવી અતિ દુર્લભ છે. માટે તેવા ગૃહસ્થોનો પરિચય રાખશો નહીં કે વંદન પૂજનથી ગર્વ પામશો નહીં. ।।૧૧।
વૈરાગ્યે એકલા ફરો સ્થાન-શયનાદિ કે સમાઘિમાં,
વીર્યવંત ઉપધાનમાં ભિક્ષુ વચન-અધ્યાત્મ ગુપ્તિમાં, ૧૨
=
અર્થ :— વૈરાગ્ય સહિત એકલા વિહાર કરો. એકાંત સ્થાનમાં આસન કે શયન કરો. અથવા સમાધિ એટલે આત્મસ્વરૂપમાં નિમગ્ન રહો. પોતાના વીર્ય એટલે શક્તિને ઉપઘાન આદિ તપમાં વાપરો. ‘ઉપધાન-એ જ્ઞાન સ્વાઘ્યાય ઘ્યાન થવા વિશેષ પ્રકારનું તપ છે' વળી વચન અઘ્યાત્મ એટલે આત્મા સંબંઘી જ બોલો; નહીં તો મન વચન કાયાને આત્મશુદ્ધિ અર્થે ગુપ્તિ એટલે વશમાં રાખો. આ ભિક્ષુ એટલે મુનિનો ધર્મ છે. ।।૧૨।।
*
મુનિ ન ઉપાડે, ન વાસતો શૂન્ય ઘરોનાં દ્વાર, વાપરે;
સાવદ્ય વડે ન પૂછતાં; તૃણ ના પૂંજે કે ન પાથ૨ે. ૧૩
અર્થ :– શૂન્ય ઘરમાં રહેલ સાઘુ તે ઘરના દ્વાર ઉઘાડે નહીં કે વાસે પણ નહીં. કોઈ કંઈ ધર્મ વિષે પૂછતા સાથે સાવદ્ય એટલે પાપવાળું વચન બોલે નહીં. તે ઘરનો નૃષ્ણ એટલે ઘાસ વગેરેનો કચરો પુંજે એટલે સાફ કરે નહીં કે શયન માટે સુખા તૂત્ર વગેરેને પણ પાથરે નહીં. ।।૧૩।
રવિ આથમ્યે અનાકુલ સમ-વિષમતા સાથે સંસò, શિયાળ, ડાંસાદિ જંતુઓ સાપ છતાં નિઃશંકતા લહે. ૧૪