________________
(૫૪) વૈતાલીય અધ્યયન
૩૯
અર્થ :— વિહાર કરતાં જ્યાં સૂર્ય આથમી જાય ત્યાં જ મુનિ અનાકુલ એટલે ક્ષોભરહિત બની નિવાસ કરે. તે સ્થાન સમ કે વિષમ અર્થાત્ અનુકૂળ કે પ્રતિકૂળ હોય, પણ મુનિ તે સહન કરે. ત્યાં શિયાળ, ડાંસ, મચ્છર કે સાપ આદિ પ્રાણીઓ હોય છતાં નિઃશંક થઈને ત્યાં જ નિવાસ કરે. ॥૧૪॥ શૂન્યાગારે મહા મુનિ ત્રિવિધ ઉપસર્ગ માનવાદિના,
સહે, રોમ આદિ ન ğજે, આ આચારો જિનકલ્પીના. ૧૫
અર્થ ઃ— શૂન્ય ઘરમાં રહેલ મહામુનિ, મનુષ્ય, દેવ કે તિર્યંચો દ્વારા કરેલ ઉપસર્ગોને સહન કરે. પણ ભયથી તેમનું રૂંવાડુ પણ ઊંચુ થાય નહીં કે ભૂત વ્યંતરના ચાળા જોઈ શરીર ધ્રૂજે નહીં. આ આચારો ઉગ્રવિહારી એવા જિનકલ્પીના જાણવા. ||૧૫||
આકાંક્ષા જીવવા નથી, પૂજા-ઇચ્છા હોય ના ઉરે; ટેવાતાં ઉપસર્ગથી મહારૌદ્ર નજીવા ગણે, ખરે!૧૬
અર્થ :– ભૂતપ્રેતાદિ ઉપસર્ગોથી પીડાતા પણ તે મુનિ જીવવાની ઇચ્છા કરે નહીં. તેમજ તેમના હૃદયમાં પૂજાવાની ઇચ્છા હોય નહીં, પણ મહારૌદ્ર એટલે ભયંકર એવા રાક્ષસોના ઉપસર્ગાથી ટેવાઈ જતાં તેને પણ નજીવા જ ગણે છે. ।।૧૬।।
સમ્યક્
રત્નો ત્રણે ઘરે તારક, ભજે વિવિક્ત આસન,
સામાયિક સંયમી ગણો; તેને ભયનું છે ન દર્શન. ૧૭
અર્થ :— જે સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રના ધારક છે, સ્વપરને તારનાર છે.જે સ્ત્રી, પશુ કે નપુસંકથી રહિત એવા સ્થાનોમાં જ્યાં બેસાય તે આસન કે વસતિનો ઉપયોગ કરનાર છે. એવા મુનિને સમભાવરૂપ સામાયિક ચારિત્રવાળા સંયમી પુરુષો ગણવા યોગ્ય છે. તેના હ્રદયમાં કોઈ પ્રકારના પરિષ કે ઉપસર્ગના ભયનું દર્શન થતું નથી. ।।૧૭।
ઉષ્ણોદક તસ ભોગવે, ઘર્મસ્થિત, લાજે અસંયમે,
તેવા કે રાજમાનથી અસમાપિર્યંત થાય ને ભમે. ૧૮
અર્થ :— જે ઠંડુ કર્યા વિના ગરમ પાણીને પી જનારા, શ્રુત અને ચારિત્ર ધર્મમાં સ્થિત, જેને અસંયમમાં પ્રવર્તતા લજ્જા આવે; એવા મહાત્માઓ પણ રાજા મહારાજા દ્વારા સન્માનિત થતાં અસમાધિવંત થાય અર્થાત્ સ્વાઘ્યાય ઘ્યાનથી ચૂકી જાય અને સંસારમાં પાછા ભ્રમણ કરતા થઈ જાય. માટે જગતમાં કહેવાતા એવા મોટાઓનો સંગ મુનિને કરવો યોગ્ય નથી. ।।૧૮।।
કલહકારી ભિક્ષ બોલ કો દારુણ અસહ્ય બોલી જાય જો,
ચિર ચારિત્રે ત્રુટી લહે; તો ક્રોઘ કરે કેમ પંડિતો? ૧૯
અર્થ :— જે ક્લેશ કરનાર મુનિ છે તે જો દારુણ એટલે ભયંકર અસહ્ય વચનો બોલી જાય તો, ઘણા કાળમાં કઠણ તપ કરી ઉપાર્જન કરેલ તેનું પુણ્ય અત્યંત નષ્ટ થઈ જાય છે; તેનું ઘણા કાળનું ચારિત્ર પણ ત્રુટિ જાય છે. માટે પંડિતો એટલે વિવેકી પુરુષો એવા ક્રોધ કષાયનું સેવન કેમ કરે? ન જ કરે, ।।૧૯।। અણગમો શતોદકે ઘરે, નિદાન ન કરે, કર્મથી ડરે, જમે ના ગૃહસ્થવાસણે, તે મુનિ સામાયિક આચરે, ૨૦