________________
૪ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - જે મુનિ સચિત પાણીથી અણગમો રાખે, જે આચાર પાળી કોઈ પણ પ્રકારની વસ્તુનું નિદાન એટલે ઇચ્છા કરે નહીં, જે કર્મ બંધાય એવા અનુષ્ઠાનથી સદા ડરતા રહે, જે ગૃહસ્થના વાસણમાં જમે નહીં; તેવા મુનિ સામાયિક એટલે સમભાવનું આચરણ કરે છે. ૨૦ા.
આયુ વઘારી શકે ન કો તોય પાપ, નિર્લજ્જ મૂર્ખ જો–
ભરે આયુ પાપથી બધું; એ સમજી મુનિ ગર્વ મૂકતો. ૨૧ અર્થ – કોઈથી પોતાનું આયુષ્ય વધારી શકાતું નથી. તોય પાપી નિર્લજજ એવા મૂખ પોતાના સર્વ જીવનને પાપથી જ ભર્યા કરે છે, તે જાણીને મુનિઓ હું આ સર્વેમાં આત્મકલ્યાણ અર્થે શ્રેષ્ઠ અનુષ્ઠાન કરનારો છું એમ માની ગર્વ કરે નહીં, પણ અહંકારને મૂકતા જ રહે છે. ર૧ાા
સ્વચ્છેદે લોક સૌ ભમે, માયા-મોહે ઘર્મ માનતા,
સન્માર્ગે સંયમી રહે શીતોષ્ણ સમયોગ રાખતા. ૨૨ અર્થ - સંસારી જીવો ઘર્મના નામે માયા કરીને કે મોહ કરીને પોતે ઘર્મ અનુષ્ઠાન કરે છે એમ માને છે. એમ પોતપોતાના સ્વચ્છેદે એટલે મતિ કલ્પનાએ ઘર્મ માની લોકો ચારગતિરૂપ સંસારમાં જ ભમ્યા કરે છે. પણ જે સંયમી પુરુષો છે તે તો નિષ્કપટતાથી સઘર્મ આરાધી શીત કે ઉષ્ણ એટલે ઠંડી કે ગરમીમાં પણ મન વચનકાયાના યોગોને સમ રાખી મોક્ષ પુરુષાર્થમાં લીન રહે છે. પુરા
જુગારી જુગારમાં જીંતે ચોકાથી તો ન એક આદિ લે;
તેમ જ તું ઘર્મ ઘાર આ સર્વજ્ઞ-કથિત હિત માની લે. ૨૩ અર્થ - જેમ ચતુર એવો જુગારી સારા પાસાઓથી રમત રમતો ચોકાના દાવને ગ્રહણ કરે છે. પણ એક બે કે ત્રણ દાવને ગ્રહણ કરતો નથી. પણ ચોકા એટલે ચાર દાવ રમી જીત મેળવે છે. તેમ તું પણ એક ગૃહસ્થ, બીજા કુકાવચનિક (અન્ય દર્શન) અને ત્રીજા પાસસ્થા (ગચ્છ બહાર નીકળી સ્વચ્છેદે વર્તનારા સાધુ) વગેરેના ઘર્મને છોડી ચોથા સર્વજ્ઞ કથિત ઘર્મને જ હિતરૂપ જાણી ગ્રહણ કર. ૨૩
લોકોને માન્ય તારકે સર્વોત્તમ જે ઘર્મ બોથિયો,
તે જ ઘાર, છોડી અન્ય સૌ પૂર્વાપર કથને વિરોઘિયો. ૨૪ અર્થ – લોકોને માન્ય એવા તારક તીર્થંકર પુરુષે જે સર્વોત્તમ આત્મઘર્મ બોધ્યો, તેને જ તું ઘારણ કર અને બીજા પૂર્વાપર એટલે આગળ પાછળ કથનમાં વિરોઘ આવે છે એવા અન્ય મતોને છોડી દે. ૨૪
દુર્જય ઇન્દ્રિય-વિષયો તીર્થપતિ કને સાંભળેલ છે,
જે ઊઠ્યા તે જ જીતવા ખરા અનુયાયી વીરથમ તે. ૨૫ અર્થ :- દુઃખે કરીને જેનો જય થાય એવા ઇન્દ્રિયના વિષયો છે એમ તીર્થપતિ ભગવાન મહાવીર પાસે સાંભળેલ છે. છતાં જે તેને જીતવા માટે ઊઠ્યા છે તે જ ખરા મહાવીર પ્રભુ દ્વારા બોઘેલ વીતરાગ ઘર્મના અનુયાયી છે. ૨પા.
મહર્ષિનાથે કહ્યો મહા ઘર્મ પાળવા સાવઘાન જે
કુમાર્ગ સર્વે તજી, કરે મદદ પરસ્પર મંદ દેખીને. ૨૬ અર્થ - મહાન ઋષિઓના પણ જે નાથ છે એવા મહાવીર ભગવાને જે મહાન આત્મધર્મ કહ્યો છે,