________________
૬ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
આવ્યો પરાણે રાય પાસે, ભેટી રાયે પ્રેમથી
નિજ ગોદમાં બેસારતાં ગભરાય ત્યાં તે ઘામથી. ૧૪ અર્થ :- “મારે ય માથે કોઈ છે? તો હવે મારે ભોગ ભોગવવા નથી; મારે જરૂર દીક્ષા લેવી ઘટે. પણ હાલ નીચે જો જઉં તો માતાની ચિંતા દૂર થાય. એમ વિચારી પરાણે રાજા પાસે આવ્યો. રાજાએ પ્રેમથી તેને ભેટી પોતાના ગોદમાં બેસાર્યો. ત્યાં તે ઘામથી એટલે તાપના બફારાથી ઉકળાટ પામી ગભરાવા લાગ્યો. ૧૪
રે! અગ્નિ અડતાં ઓગળે નવનીત તેવો તે દ્રવે, તે જોઈ માતાને પૂંછે નૃપ : “કેમ પરસેવો સ્રવે?” ભદ્રા કહે : “એના પિતા સંયમ ઘરી સ્વર્ગે ગયા;
તે સ્નેહવશ પુત્રાદિને સ્વર્ગીય-સુખદાતા થયા. ૧૫ અર્થ :- જેમ અગ્નિ અડતાં નવનીત એટલે માખણ ઓગળવા લાગે તેમ શાલિભદ્રના શરીરમાંથી પરસેવો નીકળવા લાગ્યો. તે જોઈને રાજાએ ભદ્રા માતાને પૂછ્યું કે કેમ એને આટલો બધો પરસેવો થાય છે. ત્યારે ભદ્રા માતા કહે રાજન! એના પિતા સંયમ ઘારણ કરીને સ્વર્ગે ગયા છે. તે પુત્રાદિના સ્નેહવશ પ્રતિદિન સ્વર્ગથી સામગ્રી મોકલીને એને સુખના દાતા થયા છે. સ્વર્ગીય સુખથી ટેવાયેલ હોવાથી આ ગરમી આનાથી સહન થતી નથી. /૧૫ના.
તેથી ન તેને બેસવું ગમતું અહીં નર-ગંઘમાં, તેને જવા દ્યો તો રહેશે પુત્ર એ આનંદમાં.” રાજા મૅકે કે મુક્ત જીંવ સમ એકદમ ઊંચે ગયો,
સુરદત્ત ભોગો ભોગવી પરિમલજલે શીતલ થયો. ૧૬ અર્થ :- સ્વર્ગીય સામગ્રીના ભોગથી આ શાલિભદ્રને મનુષ્યની ગંથમાં બેસવું પણ ગમતું નથી. એને તમે જવા દ્યો તો એ પુત્ર આનંદમાં રહેશે. રાજાએ તેને મૂકી દીધો કે તુરંત મુક્ત જીવની જેમ ઉપર ચાલ્યો ગયો. ત્યાં જઈ દેવતાઈ ભોગો ભોગવી પરિમલ જલે એટલે સુગંધિત જળથી શીતલતા મેળવી સુખી થયો. ૧૬ાા.
શ્રેણિકને ન્હવરાવિયા પછી દિવ્યજળ કળશા ભરી, ત્યાં સ્નાન કરતાં વીંટી નૃપની આંગળીથી ગઈ સરી. ચોફેર જોતા નૃપ, ત્યાં તો દાસીને ભદ્રા કહે
ઇંશારતે : “દે હોજમાંથી મુદ્રિકા જે નૃપ ચહે.” ૧૭ અર્થ - શાલિભદ્ર ઉપર ગયા પછી દિવ્યજળના કળશા ભરી શ્રેણિક રાજાને સ્નાન કરાવ્યું. ત્યાં સ્નાન કરતાં રાજાની આંગળીમાંથી વીંટી સરી ગઈ. તે મેળવવા રાજા ચારે તરફ જોવા લાગ્યા. ત્યારે ઈશારો કરીને ભદ્રા માતાએ દાસીને કહ્યું કે હોજમાંથી મુદ્રિકા એટલે વીંટીઓ કાઢી રાજાને બતાવ. તેમાંથી રાજા જે ઇચ્છે તે આપ. I/૧૭થી
થાળી ભરી દાસી વદે : “લ્યો મુદ્રિકા નિજ ઓળખી,” નિજ રત્ન અંગારા સમું નૃપ થાળમાં લે નીરખી.