SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૭) માથે ન જોઈએ ભાગ-૧ ૬ ૭ “કોના અલંકારો?” પૂંછે નૃપ, “કેમ હોજ વિષે હતા?” “નિત્ય નવા પૅરી, બ્રૂના આ શેઠ હોજે ફેંકતા.” ૧૮ અર્થ :- હોજમાંથી વીંટીઓ કાઢી, થાળી ભરીને દાસી રાજાને કહેવા લાગી કે આપની મુદ્રિકા જે હોય તે આમાંથી ઓળખી લો. ત્યારે રાજાએ પોતાની વીંટીમાં રહેલું રત્ન તો બીજા રત્નોની પાસે સળગતા કોલસા જેવું ભોઢું જોયું. તેથી પૂછવા લાગ્યા કે આ બધા કોના અલંકારો છે? અને આ હોજમાં કેમ પડેલા હતા? ત્યારે દાસીએ કહ્યું : આ શેઠ રોજ નવા હેરીને જૂના અલંકારોને આ હોજમાં ફેંકી દે છે. I/૧૮ અતિ વિસ્મય દઠ દિવ્ય રિદ્ધિ, દિવ્ય ભોજન પણ કર્યું; નિઃસ્પૃહ રાય વિદાય લે, નજરાણું ભદ્રાએ ઘર્યું. સૂરિ ઘર્મઘોષ પઘારિયા છે રાજગૃહ નગરે સુણી, ઝટ વિનયપૂર્વક વંદનાર્થે શાલિભદ્ર જતા ગુણી. ૧૯ અર્થ :- રાજા અતિ આશ્ચર્ય પામ્યા અને સર્વ દિવ્ય રિદ્ધિને જોઈ. દિવ્ય ભોજન પણ કર્યું. અંતરથી નિઃસ્પૃહ એવા રાજાએ ત્યાંથી વિદાય લીધી તે વખતે ભદ્રામાતાએ અનેક વસ્તુઓ રાજાને ભેટ આપી નજરાણું ઘર્યું. હવે રાજગૃહ નગરમાં ઘર્મઘોષ નામના આચાર્ય પધાર્યા છે એમ સાંભળી ગુણવાન એવા શાલિભદ્ર ઝટ વિનયપૂર્વક વંદન કરવા માટે ઘરથી જવા લાગ્યા. //૧૯ો. ઉપદેશ ગુરુવર આપતા : “સુંદર ઘરે ઉંદર પડે, વસ્ત્રો અને શિરકેશમાં જૂઓ કરી ઘર આથડે; શયા મનોહર માંકણે ઊભરાય, રોગે તન મળે, કરૂપ કાણી સ્ત્રી કહે કટુ વચન, ખાવા ના મળે. ૨૦ અર્થ - હવે ગુરુવર્ય શાલિભદ્ર આદિને ઉપદેશ આપવા લાગ્યા કે આ સંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે કે સુંદર ઘરમાં ઉંદર પેસી જઈ વસ્ત્રો કાપી નાખે, માથાના વાળમાં જૂઓ ઘર કરી જાય, મનોહર શય્યા પણ માંકણથી ઉભરાવા લાગે, રોગથી શરીર ગળી જાય, કદરૂપી કાણી સ્ત્રી હોય અને વળી કડવા વચન કહેતી હોય, ખાવાને પણ પૂરતું ના મળતું હોય તો પણ મૂર્ખ એવો આ જીવ ઘરબારને છોડવા ઇચ્છતો નથી. /૨૦ના. ગૃહવાસમાં આવાં ઘણાં દુઃખો ઘણા પરવશ સહે; તોયે અરે! નર મૂઢ ના ગૃહવાસ તજવાને ચહે. દુર્બદ્ધિ એમ વિચારતા : “ઘન આજકાલ મળી જશે.' પ્રત્યક્ષ અંજલિજલ સમું વહી જાય જીવન, શું થશે? - ૨૧ અર્થ:- ગૃહવાસમાં આવા ઘણા પ્રકારના દુ:ખો ઘણા જીવો પરવશપણે સહન કરે છે. તો પણ મૂઢ એવા મનુષ્યો આવા ગૃહવાસને તજવા ઇચ્છતા નથી. પણ દુર્બુદ્ધિથી યુક્ત તેઓ એમ વિચારે છે કે ઘન આજકાલમાં મળી જશે. પણ પ્રત્યક્ષ અંજલિ એટલે હાથમાં રહેલું જળ જેમ ટીપે ટીપે નીચે વહી રહ્યું છે તેમ જીવન પણ સમયે સમયે નષ્ટ થઈ રહ્યું છે તો મારા શું હવાલ થશે? એમ તે વિચારતો નથી. ૨૧ એનો વિચાર કરે ન કોઈ; સુજ્ઞ વિરલા ચેતશે, આદર સહિત સંયમ લઈ, સમ્યક પ્રકારે જીવશે
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy