________________
૬૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
તેને હથેળીમાં હજી છે મોક્ષ, સુખ સ્વર્ગાદિકે.”
સુણ શાલિભદ્ર વિચારતા: “હું ઉર સંયમ આદિ એ. ૨૨ અર્થ - પ્રત્યક્ષ સ્થિતિને ઊંડાણથી કોઈ વિચારતું નથી. કોઈ સુજ્ઞ એટલે સારી રીતે તત્ત્વનો જાણનાર હશે તે વિરલા પુરુષ ચેતી જશે. તે આદર સહિત સંયમ અંગીકાર કરીને સમ્યપ્રકારે જીવન જીવશે. તેને હજી હથેળીમાં મોક્ષ છે અને સ્વર્ગાદિના સુખ પણ તેના માટે ઊભા છે. આ સાંભળીને શાલિભદ્ર વિચારવા લાગ્યા કે હું પણ મારા ઉર એટલે સાચા હૃદયથી આવા સંયમ આદિને ગ્રહણ કરવા ઇચ્છું છું. //રા.
માતા કને જઈ, અનુમતિ લઈ, લઈશ દીક્ષા ભગવતી.” એવા વિચારે નિજ ગૃહે જઈ માતને કર વિનતિ “માતા મને ઘો અનુમતિ હું લઈશ દીક્ષા ભગવતી,
ઇચ્છું અનુત્તર મોક્ષપદ તે કારણે બનું સંયતિ.” ૨૩ અર્થ - હવે માતા કને જઈ, તેમની અનુમતિ લઈને, ભગવતી એટલે ભગવાન દ્વારા અપાતી એવી દીક્ષા ગ્રહણ કરીશ. એવા વિચારથી પોતાને ઘેર જઈ માતાને વિનંતિ કરવા લાગ્યા. હે માતા! મને અનુમતિ આપો જેથી હું ભગવતી દીક્ષાને ગ્રહણ કરું. હવે હું અનુત્તર એટલે જેનાથી કોઈ ચઢિયાતું નથી, જેના માથે કોઈ નથી એવા મોક્ષ પદને ઇચ્છું છું. તે મેળવવા હવે હું સંયતિ એટલે ઇન્દ્રિયોને નિગ્રહ કરવાવાળો સંયમી બનીશ. ર૩
માતા કહે : “હે! પુત્ર, પુષ્પ સમાન તન તુજ શું સહે? કષ્ટો ઘણાં સંયમ તણાં, જાણ્યા વિના મુખથી કહે.” ત્યાં શાલિભદ્ર કહે : “અરે! કાયર ર્જીવો સુખ-લોલુપી
સર્ટી ના શકે એ ઇષ્ટ કષ્ટો જો ઉરે આશા છૂપી. ૨૪ અર્થ - માતા ભદ્રા કહેવા લાગ્યા : હે પુત્ર, તારું શરીર તો ફુલ સમાન કોમળ છે. સંયમ પાળવામાં ઘણા કષ્ટો રહેલા છે. તે તારું શરીર સહન કરી શકે નહીં. તું તે કષ્ટોને જાણતો નથી માટે મુખથી એમ બોલે છે. ત્યારે શાલિભદ્ર કહેવા લાગ્યા અરે ! સંસારસુખના લોલુપી એવા કાયર જીવો જેના હૃદયમાં છૂપી રીતે અનેક આશાઓ રહેલી છે તે આ ઇષ્ટ કષ્ટોને સહન કરી શકે નહીં. ૨૪
શિશુ ચૂસતાં સ્તન જાણી અંગૂઠો છતાં દંઘ ના ઝરે, ભવવાસી જીવો સુખ કાજે તેમ તનસેવા કરે; ભ્રાંતિ વડે સંસારી જન સુખ શોઘતાં દુઃખ પામતા
દેખી દયા આણી મુનિવર મોક્ષસુખ ઉપદેશતા. ૨૫ અર્થ - જેમ બાળક અંગૂઠાને સ્તન જાણી ચૂસતાં છતાં તેમાંથી દૂઘ ઝરતું નથી, તેમ સંસારી જીવો સુખ માટે આ શરીરની સેવા કર્યા કરે છે, પણ ભ્રાંતિથી તે શરીરાદિમાં સુખ શોઘતા છતાં દુઃખ જ પામે છે. એમ જોઈને દયા લાવી મુનિવરો શાશ્વત એવા મોક્ષસુખનો જ ભવ્યોને ઉપદેશ આપે છે. મારા
સમજાવી માતાને પછી નિજ પત્નીને પ્રતિબોથતા, દરરોજ તજતા એકને સંબોર્થીિ; એ ક્રમ સેવતા.