________________
૧૫૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
એટલે ગરમાટાને ઇચ્છતા નથી. કે આવી શિશિર ઋતુમાં શિયાળાના વસાણા કે જે શરીરમાં ગરમી આપી શક્તિ આપે તેને ઇચ્છતા નથી. ઉષ્ણ પરિષહ એટલે ગરમીની પીડા સહન કરતાં પંખો વાપરે નહીં. કે સ્નાન, વિલેપન કે લુછણું એટલે કપડાથી ઘસીને શરીર સાફ કરે નહીં. પહાડો તપે, બહારના તાપની બળતરાથી શરીર સુકાય, પિત્તવડે શરીરમાં દાહજ્વર જાગે કે અગ્નિની ઝાળ જેવી લૂ લાગે, તેને મુનિ સહન કરે પણ ઘીરજને છોડતા નથી. કા.
ડાંસ, મચ્છરો, માખી પીડે, માકણ ચાંચડ કે વીંછી રે, કાન-ખજૂરા, સાપ પડે, પણ ક્રોધે નહિ મારે પીંછી રે; યુદ્ધમોખરે ગજ સમ શૂરવીર ક્રોઘાદિક અરિને મારે રે,
ધ્યાન-સમય જંતું પીડે પણ જીવ હણે ના, નહિ વારે રે. ૭ અર્થ :- પ. ડાંસ મચ્છર પરિષહ - ડાંસ કે મચ્છરો, મઘમાખીઓ પીડા આપે તો પણ મુનિ સહન કરે. પૂ.શ્રી બ્રહ્મચારીજીને એક વાર આશ્રમમાં મઘમાખીઓ ચોંટી ગઈ હતી છતાં હાથ સુદ્ધા ફેરવ્યો નહીં. માકડ, ચાંચડ કે વીંછી, કાન-ખજૂરા, સાપ વગેરે કરડે તો પણ ક્રોથમાં આવીને પીછી પણ તેને મારે નહીં. પણ યુદ્ધમાં આગળ રહી બાણોની પરવા કર્યા વગર હાથી શત્રુઓને જેમ હણે તેમ પરિષહોની પરવા કર્યા વગર મુનિ ક્રોધાદિક અંતરંગ શત્રુઓને હણે છે. ધ્યાનના સમયે જંતુઓ પીડા આપે તો પણ કોઈ જીવને મારે નહીં કે તેને દૂર પણ કરે નહીં. પરમકૃપાળુદેવે ઉત્તરસંડામાં અને કાવિઠામાં ધ્યાન અવસ્થામાં ડાંસ મચ્છરોના પરિષહ સમભાવે સહન કર્યા હતા. શા
વસ્ત્ર-અવસ્ત્ર દશામાં સંયમ હિતકારી મુનિવર માને રે, વસ્ત્રવિકલ્પો સર્વે ત્યાગી રહે મગ્ન મુનિ તો ધ્યાને રે; લોકલાજ કે વિષયવાસના સહી શકે નહિ સંસારી રે,
દુર્ઘર નગ્નપરીષહ જીતે તે સાથે શીલવતઘારી રે. ૮ અર્થ - ૬. અચેલ પરિષહ - ચેલ એટલે વસ્ત્ર, કપડા. વસ્ત્ર હો કે ન હો બન્ને દશામાં મુનિવરો સંયમને હિતકારી માને છે. શ્વેતાંબર પ્રમાણે વસ્ત્ર હોય તો આત્મજ્ઞાની મુનિ વસ્ત્ર સંબંધી બધા વિકલ્પોનો ત્યાગ કરીને રહે છે. મુનિ તો બની શકે તેટલો સમય ધ્યાનમાં રહે. શ્રીમદજીએ કહ્યું : “આત્મવિચારે કરી મુનિ તો સદા જાગૃત રહે.” સંસારી જીવો વિષય વાસના વશ કે લોકલાજ વશ આ વસ્ત્રરહિત નગ્ન પરિષહને સહન કરી શકે નહીં. આ દુર્ઘર એટલે મુશ્કેલીથી ઘારણ કરી શકાય એવા નગ્નપરિષહને જે જીતે તે સાધુ ખરા શીલવ્રતના ઘારક છે. ત૮ી.
ગામોગામ વિચરતા નિત્યે સહાયવણ પરિગ્રહ ત્યાગી રે, દેશ-કાલ-કારણથી અરતિ સંયમમાં ઉર જો જાગી રે, ત્યાગી જગ-સુખવાસ-વાસના થીરજ ઘરતા જિનરાગી રે,
તર્જી બેચેની સ્થિર થતા મુનિ મુક્તિરાગી બડભાગી રે. ૯ અર્થ :- ૭. અરતિ પરિષહ - એક ગામથી બીજે ગામ હમેશાં સહાય વિના પરિગ્રહ ત્યાગીને વિચરતાં મુનિને દેશ, કાલના કારણે સંયમમાં જો અરતિ એટલે અણગમો જન્મે તો આત્મવિચારવડે કરી જગતસુખની વાસનાને ત્યાગી ઘીરજ ઘારણ કરીને જિનના રાગી રહે છે. એમ બેચેનીને ત્યાગી ભાગ્યશાળી