________________
(૬૫) પરિષત-થ
નસો શરીરે તરે ભલે, કૃશ અંગો કાગ-ચરણ જેવાં રે, આત્મવીર્યવંતા મુનિએ ના નિષિદ્ધ અશન કદી લેવાં ૨. ૩
અર્થ :- ૧. ક્ષુધા પરિષહ :– ગાડાના પેંડાની વચમાં ઊંજણ એટલે ઘટ તૈલીય પદાર્થ ન નાખે તો ગાડાને ચાલવામાં મુશ્કેલી પડે, તેમ કડકડીને લાગેલ ભૂખ ખૂબ દુઃખ આપે અથવા બેતાલીસ દોષરહિત આહાર ન મળવાથી બહુ ઉપવાસ થઈ જાય તો પણ અશુદ્ધ હિંસાયુક્ત આહાર મુનિ કરે નહીં. લાંબી ભૂખના કારણે શ૨ી૨ની નસો દોરીની જેમ શરીર ઉપર તરી આવે અથવા કાગડાની જાંઘ સમાન શરીરના અંગો પાતળા પડી જાય; છતાં આત્મવીર્યવાન મુનિએ કદી પણ ભગવાને નિષિદ્ધ કરેલ અશુદ્ધ અશન એટલે ભોજન લેવું નહીં. ।।૩।
૧૪૯
પરાધીન મુનિવરની ભિક્ષા પ્રકૃતિવિરુદ્ધ વળી મળી આવે, તૃષા પીડે, જળ શુદ્ધ મળે ના, સચિત્ત જળ કર્દી ઉર ના લાવે;
ગ્રીષ્મ કાળ, જળ ખારું ઊનું, પિત્તપ્રકોપે ગળું બળતું રે! એકાન્તે વનપ્રાન્તે શીતળ જળાશયે મન નહિ ચળતું રે. ૪
અર્થ :- ૨. તૃષા પરિષહ ઃ- ભિક્ષા મેળવવામાં પરાધીન એવા મુનિવરને કદી પોતાની વાતપિત્ત કફની પ્રકૃતિથી વિરુદ્ધ આહાર મળી આવે અને તૃષા પીડે ત્યારે પણ જો શુદ્ધ જળ મળે નહીં તો સચિત્ત એટલે ગરમ કર્યા વગરના પાણીને પીવાની ઇચ્છા મનમાં પણ લાવતા નથી. પ.પુ.પ્રભુશ્રીજીને સાદડી ગામમાં દ્વેષીઓના કારણે ગરમ પાણી પણ પીવાને મળ્યું નહીં. ત્યારે ત્રણ દિવસ સુધી ભૂખ અને તરસ પરિષહ સહન કર્યા હતા. ગ્રીષ્મકાળ એટલે ઉનાળામાં જળ ઊનું કે ખારું હોય કે પિત્તપ્રકોપને કારણે ગળું બળતું હોય કે સુકાતું હોય તો પણ એકાંત નિર્જન વનદેશમાં શીતળ જળાશય એટલે તળાવ જોઈને પણ આત્મજ્ઞાની મુનિનું મન ચલાયમાન થતું નથી. ।।૪||
શિશિરમાં સૌ જન કંપે, વન-વૃક્ષ બળે જ્યાં હિમ પડે રે, હેલીમાં હીકળ વા વાતાં અંગ કળે અતિ શરદી વડે રે;
તેવી વિષમ અવસ્થામાં મુનિ ની-તટ પર જઈ શીત સહે જે, તળાવપાળે, કે ખુલ્લામાં રાતદિન દુઃખ સહી રહે તે. પ
અર્થ :– ૩. શીત પરિષદ્ઘ ઃ- શિશિર એટલે ઠંડીની ઋતુમાં સર્વ લોકો ઠંડીથી કંપાયમાન થાય તે સમયે વનના વૃક્ષો પણ હિમ પડવાથી બળી જાય. હેલી એટલે સતત વરસાદમાં, હીકળ એટલે વરસાદથી થતી અતિશય ઠંડી વડે કે વા વાવાથી અત્યંત શરદીના કારણે શરીરનાં અંગો કળવા લાગે, તેવી વિષમ અવસ્થામાં પણ મુનિ નદીના કિનારે જઈ એવી ઠંડીને સહન કરે છે. તળાવની પાળ ઉપર કે ખુલ્લામાં આવી ઠંડીમાં રાત-દિવસ દુઃખ સહન કરીને મુનિ રહે છે. ।।૫।।
અગ્નિ, તડકો, હૂંફ ના ઇચ્છે, શિશિરે શીત-વસાણું ના રે, ઉષ્ણપરિષષ્ઠમાં ના પંખો, સ્નાન, વિલેપન લૂછણું ના રે; તપે પહાડો, દાહ દહે તન, પિત્તે દાહજ્વર જાગે રે, અગ્નિ ઝાળ જેવી લૂ લાગે સહે, ીરજ મુનિ ના ત્યાગે રે. ૬ અર્થ :- ૪. ઉષ્ણ પરિષહ :- • મુનિ અત્યંત ઠંડી સહન કરતાં છતાં કદી અગ્નિ, તડકો કે હૂંફ