________________
૮ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ચારિત્રમોહનીય કર્મના પચ્ચીસ ભેદ :(૧) કષાય-૧૬, અને (૨) નોકષાય–૯ બેય મળીને ૨૫ ભેદ.
૧૬ કષાય - કષ એટલે સંસાર અને આય એટલે તેનો લાભ થવો તે કષાય. જેનાથી સંસારની વૃદ્ધિ (લાભ) થાય તે કષાય.
(૧) ૪ અનંતાનુબંધી કષાય:- ક્રોધ, માન, માયા, લોભ. આ ચાર કષાયો અતિ ઉગ્ર સ્વભાવના છે. અનંત સંસારની પરંપરાને વઘારનાર છે. સમકિત પ્રાપ્ત થવા દે નહીં.
(૨) ૪ અપ્રત્યાખ્યાન કષાય - ક્રોધ, માન, માયા લોભ. આ ચાર કષાયો વ્રત પચ્ચખાણ આવવા ન દે. શ્રાવકના દેશવિરતિ ગુણને રોકે.
(૩) ૪ પ્રત્યાખ્યાન કષાય:- ક્રોઘ, માન, માયા, લોભ. આ ચાર કષાયો સર્વ સંગપરિત્યાગરૂપ આત્મજ્ઞાન સહિત મુનિપણું આવવા ન દે.
(૪) ૪ સંજ્વલન કષાય - ક્રોઘ, માન, માયા, લોભ. આ ચાર કષાયો પરિષહ આદિ ઉપસર્ગમાં ચિત્તને ચંચળ કરે. યથાખ્યાત ચારિત્ર ન આવવા દે.
નોકષાયના ૯ ભેદ :કષાય ઉત્પન્ન થવામાં જે સહાયક કારણો તે નોકષાય છે.
૧. હાસ્ય - વિશિષ્ટ નિમિત્ત હોય કે ન હોય છતાં પણ જેના ઉદયથી હસવું આવે. જે વેરનું કારણ પણ થાય.
૨. રતિ :- જેના ઉદયથી મનગમતા પદાર્થો ઉપર રાગ થાય, આનંદ થાય. ૩. અરતિ :- જેના ઉદયથી અણગમતી વસ્તુઓમાં ખેદ થાય. ૪. ભય :- જેના ઉદયથી ભયવાળા સ્થાનકો દેખી બીક લાગે.
૫. શોક :- જેના ઉદયથી ઇષ્ટ વસ્તુના વિયોગમાં અને અનિષ્ટવસ્તુના સંયોગમાં અફસોસ થાય. છાતી વગેરે કૂટવાં, રડવું, વિલાપ કરવો, લાંબા નિસાસા લેવા, જમીન ઉપર આળોટવું વગેરે.
૬. જાગુપ્સા :- જેના ઉદયથી અમુક વ્યક્તિ કે પદાર્થો જોઈ કંટાળો આવે. ૭. પુરુષવેદ :- જેના ઉદયથી સ્ત્રી સમાગમની ઇચ્છા થાય. ૮. સ્ત્રીવેદ – જેના ઉદયથી પુરુષ સમાગમની ઇચ્છા થાય. ૯. નપુંસકવેદ :- જેના ઉદયથી પુરુષ તથા સ્ત્રી બન્નેના સમાગમની ઇચ્છા થાય.
આઠેય કમમાં મોહનીય કર્મ સૌથી ભયંકર છે. રાગ, દ્વેષ તથા અજ્ઞાનના કારણે અનાદિકાળથી આ કર્મ જીવને મૂંઝવે છે.
દર્શનમોહનીય કર્મબંઘના કારણો -
ઉન્માર્ગની દેશના, સન્માર્ગનો નાશ, ઉત્સુત્ર પ્રરૂપણા, દેવદ્રવ્યનું હરણ તેમજ શ્રી જિનેન્દ્રદેવ, નિગ્રંથમુનિ, જિન ચૈત્ય (દેરાસર) સંઘ કે સિદ્ધાંતની નિંદા કરવી તથા તેનાથી વિરુદ્ધ વર્તન કરવાથી દર્શનમોહનીય કર્મ બંધાય છે. તેથી મિથ્યાત્વ ગાઢ થાય છે.
ચારિત્રમોહનીય કર્મબંઘના કારણો :ક્રોધ, માન, માયા, લોભ અને હાસ્યાદિની પ્રવૃત્તિ કરવાથી તેમજ વિષયભોગમાં આસક્ત બનવાથી