________________
(૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧
અશાતાવેદનીય કર્મબંઘના કારણો :
બીજા જીવોને દુઃખ આપવાથી, હેરાન કરવાથી, હિંસા કરવાથી કે મારવાથી કે વઘ, બંધન, છેદન, ભેદન, તાડન કરવાથી અશાતા વેદનીય કર્મનો બંઘ થાય છે. વળી દેવગુરુથર્મની નિંદા વગેરે કરવાથી કે દુઃખ, શોક, સંતાપ, આક્રંદન, રૂદન કરવાથી, પણ અશાતાવેદનીયકર્મ બંધાય છે. તેથી વિપરીત દેવગુરુઘર્મની ભક્તિ કરવાથી, ક્ષમા, દયા, વ્રતપાલન, મન, વચન, કાયાની શુભપ્રવૃત્તિ, ક્રોધાદિ કષાયોનો જય, સુપાત્રદાન, ઘર્મમાં દૃઢતા અને સેવા કરી જીવોને સુખ શાંતિ આપવાથી શાતાવેદનીય કર્મનો બંઘ થાય છે. સંસારની તમામ અનુકૂળતાઓ અથવા સાંસારિક સુખ તે શાતાવેદનીય કર્મના ઉદયથી મળે છે.
મોહનીય કર્મ :- મોહનીય કર્મ જીવને દારૂ પીધેલાની જેમ અસાવધ એટલે બેભાન બનાવે છે. દારૂ પીધેલો માણસ જેમ પોતાનું ભાન ભલે તેમ મોહનીય કર્મના બળે આત્મા પોતાના હિતાહિતના વિવેકને ભૂલે છે. તે પોતાના સ્વરૂપને ભૂલી સંસારની મોહમાયામાં લપટાઈ જાય છે. જેથી તેને સમ્યક્દર્શન કે સર્વસંગ પરિત્યાગ ઉદયમાં આવતા નથી. ઉપરા
છવ્વીસ ભેદે બંઘ થતો મોહનીયનો; હો લાલ થતો.
રોકે બેડી સમાન આયુષ્ય-કર્મ તો. હો લાલ આયુષ્ય. ૧૬ આ મોહનીય કર્મનો છવ્વીસ ભેદથી બંઘ થાય છે તે નીચે પ્રમાણે :વળી મોહનીય કર્મના બે ભેદ છે.
(૧) દર્શનમોહનીય કર્મ – તેનો ઉદય આત્માના સમ્યગદર્શનગુણને રોકે છે, અર્થાત્ સમ્યગ્દર્શન થવા દે નહીં. આ દર્શનમોહનીય કર્મ બંઘની અપેક્ષાએ એક મિથ્યાત્વરૂપ છે. પણ સમકિત થયા પછી તેના મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય એમ ત્રણ ભેદ પડે છે. તેથી અહીં દર્શનમોહનીય કર્મની એક મિથ્યાત્વ મોહનીયની પ્રકૃતિને જ ગણતરીમાં લઈ, કુલ્લે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિને બદલે ૨૬ પ્રકૃતિવડે બંધ થતો જણાવવામાં આવેલ છે, તે યથાર્થ છે.
દર્શનમોહનીય કર્મના ત્રણ ભેદ :૧. મિથ્યાત્વ મોહનીય :- જેના ઉદયથી જિનપ્રણિત તત્ત્વ ઉપર શ્રદ્ધા ન થાય. ઊંઘી મતિ હોય.
૨. મિશ્ર મોહનીય - “સત્ય તત્ત્વ તરફ કાંઈક શ્રદ્ધા અને કાંઈક અશ્રદ્ધા રખાવે છે. તેમજ અસત્ય તત્ત્વ તરફ પણ કાંઈક શ્રદ્ધા અને કાંઈક અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે.” -કર્મગ્રંથસાર્થ ભાગ-૧ (પૃ.૧૭૩)
મિશ્ર મોહનીય-જ્ઞાનીએ કહ્યું છે તે પણ ઠીક છે અને આપણે આજ સુધી કરતા આવીએ છીએ તે પણ ઠીક છે. સદગુરુ સારા છે અને આપણા કુળગુરુ અજ્ઞાની હોય તો પણ તે સાધુ છે, આચાર્ય છે, સારા પૂજવા લાયક છે એવી માન્યતા તે મિથ્યાત્વમોહનીય કરતાં ઓછા ઝેરવાળી પણ સમકિત ન થવા દે તેવી છે.” -બોઘામૃત ભાગ-૩ (પૃ.૭૩૧)
૩. સમકિત મોહનીય – જેના ઉદયથી સમ્યગ્દર્શનનો નાશ થતો નથી. પણ પોતે દેરાસર કરાવ્યું હોય ત્યાં બહુ શાંતિ જણાય અથવા શ્રી શાંતિનાથ કે શ્રી પાર્શ્વનાથ આદિને વિશેષ હિતકર્તા જાણી તેવો ભેદ સમજણમાં રહે છે. આ સમકિત મોહનીયનો ઉદય હોય તેને ક્ષયોપશમ સમકિત કહેવાય.
(૨) ચારિત્રમોહનીય કર્મ :- એનો ઉદય આત્માના ચારિત્ર ગુણને રોકે અર્થાત આત્માના સ્વભાવમાં સ્થિરતા આવવા ન દે; તે ચારિત્ર મોહનીય કર્મનું પ્રબળપણું છે.