SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ માનવ થઈ ઉત્તમ પદ પામે, મેરું સમ પરિષહ-કાળે; સમુદ્ર સમ ગંભીર રહીને, ભવનાં બીજ બધાં બાળે. ૨૦ અર્થ - એવા ઉત્તમ જીવોનું જ જીવન સફળ સમજવું. વ્રત, તપ, ઘર્મ પણ તેના સફળ છે. જગતમાં તે જ પ્રશંસવાલાયક છે કે જે સ્વર્ગના સુખમાં પણ ઘર્મને છોડતા નથી. એવા જીવો સ્વર્ગથી ચ્યવી માનવ થઈ ઉત્તમપદ પામે અને પરિષહ કાળે પણ મેરુ સમાન સ્થિર રહી શકે અને સમુદ્ર જેવા ગંભીર રહી સંસારના બીજ જે રાગદ્વેષ છે તેને બાળીને ભસ્મ કરી શકે. ૨૦ાા ઘોર વેદના ઘણી આવે પણ આકુળ વ્યાકુળ ના થાઓ, દેહ ભિન્ન નિજ જ્ઞાયક ભાવે અખંડ અનુભવમાં જાઓ. પૂર્વ પુરુંષોની તલ્લીનતા એવા ટાણે અચળ રહી, તેની સંસ્કૃતિ કરતા ઉરમાં ઘીરજ-ઘારા રહે વહી– ૨૧ અર્થ - પોતાની જે પૂર્વે બાંધેલી ઘોર વેદના ઘણી આવે તો પણ આકુળ વ્યાકુળ થાઓ નહીં. પણ પોતાના આત્માને દેહથી ભિન્ન ભાવી જ્ઞાયકભાવે એટલે માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહી પોતાના અખંડ આત્મ અનુભવમાં જવાનો પુરુષાર્થ કરો. ઘોર વેદનાના સમયે પૂર્વે થઈ ગયેલા મહાપુરુષોની આત્મામાં તલ્લીનતા કેવી અચળ રહી હતી તેની સારી રીતે સ્મૃતિ કરતાં આપણા હૃદયમાં પણ ઘીરજની ઘારા પ્રગટપણે વહેતી રહે છે. ર૧ાા મુનિ સુકોશલ ધ્યાને ઊભા માતા વાઘણ ત્યાં આવી, પંજો મારી; પકડી, ફાડી ખાય અંગ સઘળાં ચાવી; દુષ્ટ-દાઢમાં ચવાય પણ ઉત્તમ આત્માર્થ નહીં તજતા, આરાઘકતા અચળ કરી તે સમ્યક્ રત્નત્રયી સજતા. ૨૨ અર્થ :- શ્રી સુકોશલમુનિ ધ્યાનમાં ઊભા છે. તેમની આ ભવની જ માતા જે વાઘણ બનેલી તે ત્યાં આવી. મુનિને પંજો મારી, પકડી, ફાડી તેમના સઘળા અંગ ચાવી ચાવીને ખાવા લાગી. દુષ્ટ એવી વાઘણના દાઢમાં ચવાતાં છતાં ઉત્તમ આત્માર્થનો લક્ષ ભૂલતા નથી. મુનિની આરાઘકતા ત્યાં પણ અચળ રહી. તેવે સમયે પણ સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રરૂપ રત્નત્રયની આરાઘના જ તેઓ કરતા હતા. સુકોશલ મુનિનું દ્રષ્ટાંત – સાકેતપુર નગરમાં રાજા કીર્તિઘર, રાણી સહદેવી અને તેમનો આ પુત્ર સુકોશલ હતો. કીર્તિધર રાજાએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. એકવાર ગોચરી માટે નગરમાં આવતા હતા ત્યારે રાણી સહદેવીએ તેમને જોઈ માણસ મોકલી નગર બહાર કઢાવ્યા. કારણ તેમનો ઉપદેશ સાંભળી કદાચ મારો પુત્ર પણ તેમની સાથે દીક્ષા લઈ ચાલ્યો જાય. રાજાને નગર બહાર કઢાવતા ઘામાતાએ જોઈ લીધું. તેથી તેની આંખમાં આંસુ જોઈ સુકોશલકુમારે કારણ પૂછ્યું. તેણે રાજાને નગર બહાર કઢાવ્યાની વાત કહી. તે સાંભળી સુકોશલકુમારને પણ વૈરાગ્ય આવી ગયો અને પિતા પાસે જઈ દીક્ષા લઈ લીધી. તેથી માતા પુત્રના વિયોગે આર્તધ્યાન કરી મરણ પામીને વાઘણ થઈ. જંગલમાં સુકોશલ મુનિના અંગને ચાવતા પુત્રની દાઢ સોનાની જોઈ જાતિસ્મરણ જ્ઞાન થયું કે ઓ હો! આ તો મારો પુત્ર હતો. તે વખતે પાસે જ રહેલા કીર્તિઘર મુનિએ વાઘણને બોધ આપ્યો. તેથી તેણીએ પશ્ચાત્તાપ વડે આત્મનિંદા કરી. પછી વ્રત ગ્રહણ કરી અનશન લઈને આઠમા દેવલોકે ગઈ. અને કીર્તિધર મુનિ તથા
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy