________________
(૫૩) સમાધિ-મરણ ભાગ-૨
નથી અનંત ભવોમાં આવ્યો અવસર આવો હિતકારી,
જીતી જવા આવ્યા છો બાજી, હવે નહીં જાઓ હારી. ૧૬
અર્થ :— પરમધર્મ જેમાં પ્રગટ છે એવા શુદ્ધ આત્માનું શરણ ગ્રહણ કરીને સર્વ વેદનાને હવે સઇન કરો. કર્મરૂપી કસોટી શરીરને કસે છે પણ તમે તેના માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહો અર્થાત્ આર્તધ્યાનનો ત્યાગ કરો. ભૂતકાળના અનંતભવોમાં આવો આત્માને હિતકારી અવસર આવ્યો નથી. તમે દેહાધ્યાસ છોડવાની બાજીને જીતી જવા આવ્યા છો તો હવે આર્તધ્યાન કરી બાજીને હારી જાઓ નહીં. ।।૧૬।।
આખા ભવમાં ભણી ભણીને જ્ઞાન ઉપાર્જન જે કીધું, શ્રદ્ધા ઉજ્વળ કરી સદા જે, તપ ત્યાગાદિ વ્રત લીધું; તે સૌ આ અવસરને કાજે સવર્તન સંચિત કર્યું, શિથિલ થતાં જો ભ્રષ્ટ થયા તો પૂર્વપ્રવર્તન કપટ કર્યું. ૧૭
અર્થ :— આખા ભવમાં ભણી ભણીને તમે જે જ્ઞાન ઉપાર્જન કર્યું, કે હમેશાં શ્રદ્ધાને ઉજ્જ્વલ કરવાનો પ્રયત્ન કરી તપ ત્યાગાદિ વ્રત લીઘા, તે સર્વ આ સમાધિમરણના અવસરને માટે. તેના માટે તમે પુરુષાર્થ કરીને આજ સુધી સર્તનનો સંચય કર્યો છે, તો હવે જો શિથિલ થઈને ભ્રષ્ટ થયા તો પૂર્વે કરેલું તમારું બધું પ્રવર્તન કપટ કરશે. ।।૧૭।।
સમતા, ધીરજ તજવાથી નહિ વ્યાધિ, વેદના મરણ ટળે, આત્માને અજ્ઞાન ભાવથી દુર્ગતિ દુ:ખો માત્ર મળે.
ભૂંલી ભયાનક વનમાં ભમતાં, કે દુષ્કાળ કડક પડતાં પક્ષાપાતે, મરકી, પ્લેગે, વા ગડĂમઢે તન સડતાં. ૧૮
૨૯
અર્થ :– આત્માને ઉદ્ધારક એવી સમતા કે ધીરજનો ત્યાગ કરવાથી તમારી વ્યાધિ, વેદના કે મરણ ટળી જશે નહીં. પણ આવા અજ્ઞાન ભાવ કરવાથી આત્માને માત્ર દુર્ગતિના દુઃખો ભોગવવા પડશે. માર્ગમાં ભૂલી ભયંકર વનમાં ભમતા છતાં કે કડક દુષ્કાળ આવી પડે, કે પક્ષાઘાત અર્થાત્ લકવો થઈ આવે, કે મરકી, પ્લેગના રોગ ફાટી નીકળે અથવા ગડગુમડે શરીર આખું સડવા માંડે તો પણ ઉત્તમ આરાધક હોય તે લીધેલા નિયમને તોડી ઘર્મનો ત્યાગ કરે નહીં. ।।૧૮।।
ઉત્તમ કુળમાં જન્મેલા જન નિંધ ન કોઈ કાર્ય કરે; મદિરા, માંસ, અભક્ષ્ય ફળો, કંદાદિક ખાઈ ન જીવન ઘરે. હિંસાદિક કુકર્મ કરે ના, મરણ તો સ્વીકાર કરે, પણ લીધેલા નિયમ ન તોડે, સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન ઘરે. ૧૯
અર્થ :– ઉત્તમકુળમાં જન્મેલા ભવ્યો ગમે તેવી આપત્તિ આવી પડે તો પણ નીંદનીય એવું કોઈ
=
કાર્ય કરે નહીં. દારૂ, માંસ, અભક્ષ્ય ફળો કે જમીકંદાદિ ખાઈને જીવન રાખવા ઇચ્છે નહીં.
હિંસાદિક કોઈ કાર્ય કરે નહીં. મરણનો સ્વીકાર કરે પણ લીધેલા નિયમને તોડે નહીં. સત્પુરુષે કહેલા વચનો ઉપર સમ્યક્ શ્રદ્ધા રાખી તેમના જ બોધેલા સમ્યજ્ઞાનનું અનુસરણ કરે. ।।૧૯।।
તેનું જ જીવન સફળ સમજવું; વ્રત, તપ, ધર્મ સફળ તેના; જગમાં તે જ પ્રશંસાલાયક સ્વર્ગ-સુખે પણ ધર્મ તજે ના.